ગુજરાત : દિવાળી પર સુરતની આ કંપનીએ મોટું મન રાખીને કર્મચારીઓને ગિફ્ટમાં આપ્યા ઈલેક્ટ્રીક સ્કુટર

Posted by

આજે સંપુર્ણ દેશ રોશનીનો તહેવાર દિવાળી ઉજવી રહ્યો છે. જણાવી દઈએ કે આ તહેવાર પર લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને ગિફ્ટ આપે છે. વળી કંપનીઓ પણ આ અવસર પર પોતાના કર્મચારીઓને ગિફ્ટ અને મીઠાઈઓ આપતી હોય છે પરંતુ ગુજરાતની એક કંપનીએ દિવાળીનાં આ અવસર પર મોટું મન રાખીને એક ઉદાહરણ પુરું પાડ્યું છે.

દિવાળીનાં પાવન અવસર પર ગુજરાતની એક કંપનીએ પોતાના તમામ કર્મચારીઓને ઈલેક્ટ્રીક સ્કુટર ગિફ્ટ કર્યા છે. કંપનીના ડાયરેક્ટર સુભાષ ડાવરાનું કહેવું છે કે, “પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કર્યો છે કે અમારે પોતાના તમામ કર્મચારીઓને ઈલેક્ટ્રીક સ્કુટર આપવું જોઈએ, તેનાથી તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે”.

દિવાળી ગિફ્ટમાં આપ્યા ઈલેક્ટ્રીક સ્કુટર

ગુજરાતનાં વેપારી પોતાનાં કર્મચારીઓને દિવાળીનાં અવસર પર મોંઘી ગિફ્ટ આપવા માટે જાણીતા છે. હીરાનાં વ્યવસાયી સવજીભાઇ ધોળકિયા પોતાના કર્મચારીઓને કાર, ફ્લેટ અને મોટી એમાઉન્ટની FD પણ આપી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં એક નામ લક્ષ્મીદાસ વેકરીયાનું પણ જોડાઈ ગયું છે, જેમણે આ વર્ષે દિવાળીનાં અવસર પર પોતાના ૩૫ કર્મચારીઓને ઈલેક્ટ્રીક સ્કુટર ગિફ્ટ કર્યું છે.

કર્મચારીઓને ઈલેક્ટ્રીક સ્કુટર ગિફ્ટ કરવા વાળી સુરતની આ જાણીતી કંપનીનું નામ છે અલાયન્સ ગ્રુપ. કંપનીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત અને અન્ય વાતોને ધ્યાનમાં રાખતા પોતાના કર્મચારીઓને ઈલેક્ટ્રીક સ્કુટર ગિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.

કંપનીનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ સિવાય પર્યાવરણની પણ તેનાથી સુરક્ષા થશે. તેનાથી બે ગણો લાભ થશે. ગુરૂવારનાં રોજ દિવાળીનાં અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કર્મચારીઓને ઈલેક્ટ્રીક સ્કુટર આપવામાં આવ્યા હતાં. કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓ ખુબ જ ખુશ છે. કર્મચારીઓનું કહેવું છે કે તેનાથી તેમને વધારે મહેનત કરવાનું ઝનુન આવ્યું છે.