દિવાળી સ્પેશિયલ : દિવાળીના દિવસે ઘરમાં રાખો આ ૭ ચીજો, તમારા ઘરે પધારશે સ્વયં માં લક્ષ્મી

ધીમે ધીમે દિવાળી નજીક આવી રહી છે. માં લક્ષ્મીની કૃપા પોતાના ઘર અને પરિવાર પર રહે તેવું કોણ ઇચ્છતું નથી. માં લક્ષ્મીજીને ખુશ કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારની પૂજા-અર્ચના કરે છે. જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં અમુક એવી ચીજો બતાવવામાં આવી છે, જેમને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીજીની કૃપા આપણા બધા પર હંમેશાં જળવાઇ રહે છે.

કહેવામાં આવે છે કે આ ચીજો માં લક્ષ્મીજીનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. જેથી આજે અમે તમને અમુક એવી ચીજોની વિશે જણાવીશું જેને જો તમે દિવાળીના દિવસે પોતાના ઘરમાં રાખો છો તો લક્ષ્મીજી આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. તેમાંથી જો કોઈ એક ચીજ પણ તમે પોતાના ઘર પર રાખી લો છો તો તમારા ઘરમાં ધનની ક્યારેય કમી રહેશે નહી.

આ ૭ ચીજો માં લક્ષ્મીજીને કરે છે આકર્ષિત

  • દક્ષિણાવર્તી શંખને દેવી માં લક્ષ્મીનું પ્રતિક સ્વરૂપ કહેવામાં આવે છે. સાથે જ તેને ધન, સંપદા, એશ્વર્ય અને સમૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે. તેથી આ શંખ પોતાના ઘરે રાખવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે. તેને ઘરની તિજોરી કે કોઈ પૈસા રાખનાર સ્થળ પર રાખી શકો છો.

  • જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘરમાં પારદથી નિર્મિત માં લક્ષ્મીની પ્રતિમા રાખવી જોઈએ. માં લક્ષ્મીના પારદ સ્વરૂપની પૂજા કરવાથી મનની બધી જ ઇચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે.

  • કહેવામાં આવે છે કે ઘરમાં કોડી રાખવાથી ક્યારેય પણ પૈસાની કમી થતી નથી. માનવામાં આવે છે કે કોડીને માં લક્ષ્મીજીની સગી બહેન માનવામાં આવે છે. કોડી તમને ખરાબ નજર અને સંકટોથી પણ બચાવી રાખે છે.

  • માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તેમના ચાંદીથી બનેલી ચરણ પાદુકાઓ ઘરના મંદિરમાં રાખવા જોઈએ. કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે પણ તમે તેમને પોતાના ઘરમાં રાખી શકો છો. પરંતુ ધ્યાન રહે આ ચરણ પાદુકાઓની દિશા પૈસા કે જ્વેલરી રાખનાર સ્થાન તરફ હોવી જોઈએ.

  • કુબેરને સુખ-સમૃદ્ધિ અને ધનના દેવતા માનવામાં આવે છે. માતા લક્ષ્મીજીની સાથે સાથે જો તમે દેવતા કુબેરને પણ પુજશો તો પૈસા સાથે જોડાયેલ તમારી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. ઘરમાં કુબેરજીની મૂર્તિ અથવા તો ફોટો લગાવવાથી ભગવાનની કૃપા દ્રષ્ટિ પરિવારના સદસ્યો પર જળવાઈ રહે છે.

  • કમળ ગટ્ટાનો પ્રયોગ પૂજા-પાઠ અને મંત્ર જાપ માટે કરવામાં આવે છે. ઘરના પૂજાસ્થાન પર કમળ ગટ્ટાની માળા રાખવાથી માં લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસતી રહે છે. તમે તેમની માળા પણ ધારણ કરી શકો છો. તે તમને દરેક પ્રકારની પરેશાનિઓથી બચાવશે.

  • શ્રીયંત્રને એવું ચમત્કારિક યંત્ર માનવામાં આવે છે, જેને ઘર પર રાખવાથી તમને તમામ પ્રકારની પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે. આ શુભ યંત્રને ધન, સમૃદ્ધિ, લાભ તથા ઋણ વગેરેમાંથી મુક્તિ અપાવનાર યંત્ર માનવામાં આવે છે.