સવારે ઘરનો દરવાજો ખોલતા જ સૌથી પહેલા કરો આ કામ, પૈસાનો એટલો વરસાદ થશે કે ૭ પેઢી સુખી થઈ જશે

ઘરનો મુખ્યદ્વાર ખુબ જ મહત્વ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ મુખ્યદ્વારને લઈને ઘણી બધી સાવધાની રાખવા માટે કહેવામાં આવે છે કારણ કે મુખ્ય દ્વાર સાથે જ પરિવારની ખુશીઓ જોડાયેલી હોય છે. સામાન્ય રીતે ઘરનો મુખ્ય દ્વાર જ પ્રવેશ દ્વાર હોય છે. શું તમને ખબર છે, પ્રવેશદ્વાર પરિવારમાં રહેવા વાળા સદસ્યોનાં સ્વાસ્થ્ય સાથે સંબંધ રાખે છે?. જો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પ્રવેશદ્વાર છે તો ઘરમાં રહેતા સદસ્યો હંમેશા સ્વસ્થ રહે છે. આ સિવાય ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ પણ રહે છે. વળી જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો તેના અનુસાર ઘરનો મુખ્ય દ્વાર ઘરની સુખ-સમૃદ્ધિ અને વિદ્વાનતાને બતાવે છે.

Advertisement

એટલા માટે ઘરનાં મુખ્ય દરવાજા પર હંમેશા સજાવટ રાખવાની પરંપરા રહી છે. ભલે તે રંગોળી હોય કે તોરણ હોય. વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનાં મુખ્ય દ્વાર તમને આવનારા સંકટથી પણ બચાવે છે અને તમારા ઘરનાં દોષોને દુર કરે છે. તો ચાલો જાણી લઈએ સવાર-સવારમાં ઘરનાં દરવાજા પર ક્યાં ઉપાયો કરવાથી નકારાત્મકતા દુર થઈ જાય છે. વ્યક્તિનાં બધા અધુરા કામ પુરા થવા લાગે છે.

સવારે જ્યારે પણ તમે તમારા ઘરનો દરવાજો ખોલો તો ત્યાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો અને દરવાજા પર સ્વસ્તિક બનાવો. ઘર પર સ્વસ્તિક બનાવતા સમયે ધ્યાન રાખો કે સ્વસ્તિક હળદરનું બનાવો અને તે પણ સુર્યોદય પહેલા બનાવો. તેની સાથે જ તમારે દરવાજા પર આસોપાલવનાં પાનનું તોરણ જરૂર લગાવો. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દુર રહે છે અને લક્ષ્મીજી હંમેશા ઘરમાં સ્થિર રહે છે.

ઘરમાં પવિત્રતા રાખવા માટે

રાત્રે પુજાવાળા લોટામાં થોડું જળ ભરી લો અને બીજા દિવસે સવારે ઘરનાં ઉંબરા પર થોડું જળ છાંટી દો. જો તમે તેમાં ગંગાજળનો ઉપયોગ કરો છો તો તે ખુબ જ શુભ હોય છે અને જો ગંગાજળ ના હોય તો કંઈ વાંધો નહીં. તમે સાધારણ જળ નો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવાથી ઘરમાં પવિત્રતા પણ રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે તેની સાથે જ તમે જલ્દી જ કરોડપતિ બની શકો છો.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે

પોતાનાં ઘરનાં મુખ્ય દ્વાર બહાર પોતુ લગાવતા સમયે પાણીમાં મીઠું અને ચપટી હળદર નાખીને પોતું કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે આ ઉપાય ગુરુવારે ના કરવો જોઈએ.

ગરીબી દુર કરવા માટે

ઘરમાં રહેલી ગરીબીને દુર કરવા માટે તમારા ઘરનાં મુખ્ય દરવાજા પર ગણેશજીનો ફોટો લગાવો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ગણેશજીનો ફોટો તમારે બહાર લગાવવાનો નથી પરંતુ ફોટાને અંદરની તરફ એ રીતે લગાવાનો છે કે ગણેશજીની પીઠ બહારની તરફ રહે કારણકે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની પીઠમાં ગરીબીનો વાસ હોય છે.

ધન સંબંધી સમસ્યાને દુર કરવા માટે

ધન પ્રાપ્તિ માટે ગુરુવારનાં દિવસે આસોપાલવનાં પાનથી તોરણ બનાવીને ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવો અને દર ગુરુવારે તેને બદલો. આ ઉપાય કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને તમે જલ્દી કરોડપતિ બની જશો.

Advertisement