સુતા સમયે ભુલમાં પણ માથા પાસે ના રાખો આ વસ્તુઓ, આખી જિંદગી રહેશો ગરીબ, કરોડપતિ પણ બની જાય છે રોડપતિ

Posted by

આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે, જે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી હોય છે અને તેનો આપણા વાસ્તવિક જીવનમાં પણ સંબંધ હોય છે. લોકો હંમેશાં ઘરમાં વસ્તુને રાખતા સમયે વાસ્તુની દિશાનું ધ્યાન રાખે છે અને એવી માન્યતા છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવેલી વસ્તુઓ જીવનમાં મધુરતા લાવે છે. ઘણીવાર વાસ્તુનું સાચી રીતે ધ્યાન ના રાખવાનાં કારણે જીવનમાં મુશ્કેલીઓ પણ આવવા લાગે છે. એવી જ રીતે સુતા સમયે પણ વાસ્તુની અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

હંમેશા સુતા સમયે આપણે ઘણી એવી ભુલો કરીએ છીએ, જે ઘર માટે વાસ્તુદોષનું કારણ બને છે. વાસ્તુદોષનાં કારણે જ જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને જીવનમાં નિષ્ફળતા જ મળે છે. એટલું જ નહીં અમુક એવી ભુલો પણ હોય છે, જે તમને આર્થિક રૂપથી કમજોર પણ કરી શકે છે. ઘણીવાર આપણે સુતા સમયે આપણા માથા પાસે અમુક એવી વસ્તુઓ રાખી દઈએ છીએ, જેને આપણા ભાગ્ય અને ભવિષ્ય માટે સારી માનવામાં આવતી નથી. તો ચાલો જાણી લઈએ કે સુતા સમયે ક્યારેય પણ માથામાં પાસે કઈ વસ્તુ ના રાખવી જોઈએ.

પૈસા કે પર્સ

માથાની આસપાસ પૈસા કે પર્સ રાખવાની લોકોની એક સામાન્ય આદત હોય છે પરંતુ પૈસાને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે એટલા માટે ધન સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ તમારે માથા પાસે રાખીને ના સુવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પૈસાને બેડ પર રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને કારણ વગર જ ધન હાનિ થવા લાગે છે.

માથા પાસે દવા ના રાખો

સુતા સમયે ક્યારેય પણ માથા પાસે દવા ના રાખવી જોઈએ કારણ કે તે જીવનમાં વાસ્તુદોષનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સુતા સમયે તમે દવા તમારા બેડ પર કે પછી માથા પાસે ના રાખો કારણ કે તે તમારા જીવનમાં બિમારીનું કારણ બની શકે છે.

પુસ્તક કે વાંચન સામગ્રી

હંમેશા લોકો કોઈ પુસ્તક વાંચતા સમયે સુઈ જાય છે અને તેને માથા પાસે બેડ પર જ રાખી દે છે પરંતુ એવું કરવું નકારાત્મકતાનું કારણ પણ બની શકે છે. હકિકતમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કરવું માતા સરસ્વતીનું અપમાન કરવું હોય છે. આવું કરવાથી તમારા કરિયરમાં વિઘ્નો પણ આવી શકે છે.

બુટ કે ચંપલ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ બુટ ને બેડ ની પાસે ના રાખવા જોઈએ. બુટ-ચંપલ બહારથી આવે છે અને જો તમે તેને પોતાનાં માથા પાસે કે પછી બેડ ની આસપાસ પણ રાખો છો તો તે નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. તે તમારી ઉંઘને પ્રભાવિત કરે છે અને આર્થિક મુશ્કેલીનું કારણ બની શકે છે.

ઇલેક્ટ્રોનિક સામાન

ક્યારેય પણ સુતા સમયે ઇલેક્ટ્રોનિક સામાન બેડ પર ના રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી નીકળતા કિરણો તમારા માટે નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. વાસ્તુનું ના માનીએ તો પણ તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.

સોના-ચાંદી

હિન્દુ ધર્મમાં સોના-ચાંદીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પુજા પણ કરવામાં આવે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ આ સામગ્રીને પોતાના માથા પાસે ના રાખવી જોઈએ. તે તમારા પર નકારાત્મક પ્રભાવ નાખી શકે છે અને તમારી પ્રગતિમાં વિઘ્નો નાખી શકે છે.