ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવાની ભુલ ના કરતાં નહિતર જીવનભર ગરીબ રહેશો, માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે

ખરીદી કરવા માટે ધનતેરસને ખુબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તેને લઈને ધર્મશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમાં ધનતેરસનાં દિવસે શું ખરીદવું જોઈએ અને શું નહી, તેનાં વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે જાણકારીનાં અભાવનાં લીધે લોકો ધનતેરસનાં દિવસે અમુક વસ્તુઓ ખરીદી લે છે અને તેનાથી અજાણતામાં તે પોતાના જીવનમાં ઘણા સંકટોને આમંત્રણ આપે છે. તો ચાલો આજે આપણે જાણી લઈએ કે ધનતેરસ પર કઈ-કઈ વસ્તુઓની ખરીદી ભુલમાં પણ ના કરવી જોઈએ.

સ્ટીલ અને પ્લાસ્ટિકની વસ્તુ

સામાન્ય રીતે ધનતેરસનાં દિવસે લોકો વાસણ ખરીદે છે. આ દિવસે તાંબા, પિત્તળ, ચાંદી જેવી શુદ્ધ ધાતુનાં વાસણ ખરીદવા શુભ હોય છે પરંતુ સ્ટીલનાં વાસણ કે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. આવું કરવાથી જીવન ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાઈ શકે છે. આ દિવસે શુદ્ધ ધાતુનાં વાસણની ખરીદી કરવા પર અને તેને ઘરમાં લાવતા સમયે યાદ રાખવું કે તેમાં ચોખા કે પાણી ભરી લો. આ દિવસે ઘરમાં ખાલી વાસણ લાવવા અશુભ હોય છે.

એલ્યુમિનિયમ અને લોખંડ માંથી બનેલી વસ્તુઓ

આવી જ રીતે ધનતેરસનાં દિવસે એલ્યુમિનિયમ ખરીદવું ઘરમાં મુશ્કેલીઓ લાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુમાં એલ્યુમિનિયમને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે કારણ કે તેનાં પર રાહુનો પ્રભાવ વધારે હોય છે. આવી રીતે લોખંડ શનિદેવ સાથે સંબંધિત હોય છે, જેથી કરીને ધનતેરસ પર લોખંડની કોઈપણ વસ્તુ ના ખરીદવી જોઈએ નહિતર તેનાથી ધન હાની થાય છે.

તીક્ષ્ણ વસ્તુ

ધનતેરસનાં દિવસે તીક્ષણ કે ધારદાર વસ્તુઓ ના ખરીદવી જોઈએ. ત્યાં સુધી કે આ દિવસે સોઇ પણ ના ખરીદવી જોઈએ. તે ઘરમાં અશાંતિ અને કલેશનું કારણ બને છે.

ચિનાઈ માટી કે કાચનાં વાસણો

ધનતેરસ પર ચિનાઈ માટી કે કાચમાંથી બનેલી વસ્તુઓ પણ ના ખરીદવી. તેનો સંબંધ પણ રાહુ સાથે હોય છે. બની શકે તો ધનતેરસનાં દિવસે આ વસ્તુઓનો ઉપયોગ પણ ના કરવો જોઈએ.

કાચનાં વાસણ

ધનતેરસ પર અમુક લોકો કાચનાં વાસણ કે બીજી વસ્તુઓ ખરીદે છે. કાચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે એટલા માટે ધનતેરસનાં દિવસે તેને ખરીદવાથી બચવું જોઈએ. આ દિવસે કાચની વસ્તુઓનો ઉપયોગ પણ ના કરવો જોઈએ.

કાળા રંગની વસ્તુ

ધનતેરસનાં દિવસે કોઈપણ કાળા રંગની વસ્તુઓ ઘરમાં ના લાવવી. તે પણ અશુભ હોય છે. આ સિવાય ઘરમાં એવી કોઈ વસ્તુઓ લાવવાથી પણ બચવું જોઈએ, જે ભેળસેળ વાળી હોય. ભલે પછી તે ઘી-તેલ જ કેમ ના હોય. તેની ખરીદી ધનતેરસ પહેલા કે પછી જ કરવી જોઈએ.