દિવાળીએ પતિ-પત્નિએ ભુલમાં ના કરવા જોઈએ આ કામ, આખું જીવન ગરીબીમાં પસાર થાય છે અને જિંદગી બરબાદ થઈ જાય છે

આ વર્ષે દેશભરમાં દિવાળી જોરશોરથી ઉજવવામાં આવશે, જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોઈનાં ઘરમાં રંગોનું કામ થઈ રહ્યું છે તો કોઈ પોતાના ઘરને સજાવવા માટે દિવડા અને લાઈટ વગેરે સામાનની ખરીદી કરી રહ્યા છે જેથી કરીને ઘરમાં રોનક રહે અને માતા લક્ષ્મીની કૃપા થાય. જો તમે પણ એવું જ ઈચ્છો છો તો તમારે અમુક ભુલ કરવાથી બચવું જોઈએ. દરેક લોકો માતા લક્ષ્મીની પુજાની તૈયારી કરી રહ્યા છે કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી દરેક ઘરમાં પ્રવેશ કરે છે અને પોતાનાં આશીર્વાદ ભક્તોને આપે છે.

પરંતુ તે પહેલા તમારે અમુક વાતો જાણવી જરૂરી છે જેથી કરીને તે સમયે તમારાથી કોઈ ભુલ ના થઈ જાય. તમારે હંમેશા મુર્તિને એક ક્રમમાં રાખવી જોઈએ. ડાબીથી જમણી તરફ ભગવાન શ્રી ગણેશ, લક્ષ્મીજી, ભગવાન શ્રી વિષ્ણુ, માતા સરસ્વતી અને માં મહાકાળીની મુર્તિ રાખવી જોઈએ. ત્યારબાદ અન્ય ભગવાનની મુર્તિ રાખવી જોઈએ.

ગિફ્ટ તરીકે ના આપવીવી વસ્તુ

દિવાળીનાં અવસર પર ઘણી બધી એવી ગિફ્ટ હોય છે, જેને આપણે ખરીદવાથી દુર જ રહેવું જોઈએ. ક્યારેય પણ લેધરની વસ્તુઓ ગિફ્ટમાં ના આપવી જોઈએ. તેની જગ્યાએ તમે ડ્રાયફ્રુટ, મીઠાઈ, ગિફ્ટ હેમ્પર વગેરે આપી શકો છો. આ ગિફ્ટ તેમને પણ પસંદ આવશે અને તેમને ઉપયોગમાં પણ આવશે.

પુજા કરતા સમયે ના પાડતા તાળી

તમે જે પણ મુહુર્તમાં લક્ષ્મીજીની પુજા કરી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે તાળી નથી પાડવાની. આરતી મોટા અવાજમાં નથી ગાવાની. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને ઊંચો અવાજ પસંદ નથી એટલા માટે આ બધી વસ્તુઓ તમારે કરવાથી બચવું જોઈએ.

ગંદકી ના ફેલાવો

માતા લક્ષ્મી ત્યાં નિવાસ કરે છે જ્યાં ગંદકી નથી હોતી અને લોકોનાં દિલ માં કોઈનું સારું કરવાની ભાવના હોય છે કારણ કે જો તમે સાચા મનથી માતા લક્ષ્મીને યાદ કરશો તો તે તમારી બધી સમસ્યાઓને દુર કરીને તમને આશીર્વાદ જરૂર આપશે.

ક્યારેય પણ માતા લક્ષ્મીની એકલી પુજા ના કરો

જો તમે દિવાળીનાં સમયે માતા લક્ષ્મીની પુજા કરો છો અને તે પણ તેમની એકની જ તો એવું ના કરવું કારણ કે ભગવાન શ્રી વિષ્ણુ વગર માતા લક્ષ્મીની પુજા કરવી અધુરુ માનવામાં આવે છે એટલા માટે એકલા પુજાની વિધિ ના કરવી જોઈએ. બંનેની પુજા એકસાથે કરવી તો જ તમારી પુજા સંપન્ન થશે.

પુજા બાદ કક્ષને કરો સાફ

દિવાળીની પુજા કર્યા બાદ આપણે ઘરનાં મંદિર કે મંદિરનાં રૂમને ગંદુ છોડી દઈએ છીએ પરંતુ આપણે એવું ના કરવું જોઈએ. ત્યાં તમે આખી રાત દિવો પ્રગટાવીને સમય-સમય પર તેમાં ઘી નાખતા રહો. ઇચ્છો તો તમે ત્યાં સુઈ પણ શકો છો જેથી કરીને તે જગ્યા ખાલી ના રહે.

ઉત્તર-પુર્વ દિશામાં હોવું જોઈએ મંદિર

હંમેશા ઉત્તર પુર્વ દિશામાં જ મંદિર હોવું જોઈએ. બધા સદસ્યોએ પુજા કરવા દરમિયાન ઉત્તરની તરફ મોં કરીને બેસવું જોઈએ. પુજાનાં દિવાને ઘી થી પ્રગટાવવો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દિવા ની ગણતરી ૧૧, ૨૧ કે ૫૧ હોવી જોઈએ.

આ પ્રકારની ગણેશ ભગવાનની મુર્તિ ના રાખવી

ગણેશ ભગવાનની આવી મુર્તિ પુજા કક્ષમાં ના રાખવી. બેસેલી મુદ્રામાં, સુંઢ જમણી તરફ ના હોય વગેરે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે પુજા સમયે ફટાકડા ના પ્રગટાવો. ના તો પુજા કર્યાના તરત બાદ. તેનાથી અવાજ થાય છે.

દક્ષિણ ખુણામાં પ્રગટાવો ઘી નો દિવો

દિવાળીની આખી રાત ઘરમાં દક્ષિણ-પુર્વી ખુણામાં ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ. દિવા ને માતા લક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ, કુબેર દેવતા અને ભગવાન ઈન્દ્રનાં પ્રતિક તરીકે ચાર સમુહમાં પ્રગટાવવા જોઈએ.

વધારેમાં વધારે લાલ રંગનો પ્રયોગ કરો

તમારે પુજા કરતાં સમયે વધારેમાં વધારે લાલ રંગનો પ્રયોગ કરવો જોઈએ. જેમ કે દિવા, કેન્ડલ, લાઈટ અને લાલ રંગનાં ફુલોનો ઉપયોગ કરવો. દિવાળીની પુજાની શરૂઆત વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની પુજાની સાથે કરો.