ડોકટરે લગાવ્યું એવું ઇન્જેક્શન કે બાળક રડવાની જગ્યાએ હસવા લાગ્યું, વીડિયોમાં જુઓ ટ્રીક

જ્યારે પણ કોઈ બીમારી થાય છે તો તેની દવા આપવામાં આવે છે. જોકે જલ્દી આરામ જોઈએ તો ઇન્જેક્શન પણ લગાવવામાં આવે છે. હવે ઇન્જેક્શન એક એવી ચીજ છે જેનાથી નાના બાળકો જ નહી પરંતુ અમુક મોટા લોકો પણ ડરતા હોય છે. જ્યારે પણ ડોક્ટરની પાસે જાઓ છો તો મગજમાં એવો જ ડર રહે છે કે ક્યાંક ઇન્જેક્શન લગાવવું ના પડે. ખાસ કરીને બાળકોમાં ઇન્જેક્શનનો ડર ખૂબ જ વધારે જોવા મળે છે. બાળકો તો ડોક્ટરના હાથમાં ઇન્જેક્શન જોતાં જ રડવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારબાદ જ્યારે ઇન્જેક્શન લગાવવામાં આવે છે તો ઘણા કલાકો સુધી તેમનું રડવાનું ચાલુ રહે છે. ઇન્જેક્શન લગાવવાથી એટલો દુખાવો પણ થતો નથી જેટલું આપણે મગજમાં પહેલાથી જ રાખીએ છીએ. તેથી બાળકોને ઇન્જેક્શન લગાવવું પણ એક આર્ટ હોય છે.

આજે અમે તમને એક એવા ડોક્ટરની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેમની બાળકોને ઇન્જેક્શન લગાવવાની રીત ખૂબ જ અલગ છે. આ ડોક્ટર બાળકોને રમત રમતમાં એવી રીતે ઇન્જેક્શન લગાવી દે છે કે બાળકોને તેના વિશે જાણ પણ થતી નથી. તે લગભગ પહેલો એવો ડોક્ટર હશે જ્યાં બાળકો ઇન્જેક્શન લગાવતા સમયે રડતા નથી.

આ ડોક્ટરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક નાના બાળકને રમત-રમતમાં ઇન્જેક્શન લગાવે છે. બાળક પણ ડોક્ટરની આ ટ્રીકમાં ફસાઈ જાય છે અને રડ્યા વગર ઇન્જેક્શન લગાવી લે છે. બાળકને તે દરમિયાન એવું જ લાગે છે કે તે કોઈ રમત ચાલી રહી છે.

સોશિયલ મીડિયા પર ડોક્ટરનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દરેક બાળકના માતા-પિતાનું કહેવું છે કે, કાશ… અમને પણ આવા ડોક્ટર મળી જાય તો અમારા બાળકો ઇન્જેક્શન લગાવતા સમયે રડે નહી. જો કે તમે ઇચ્છો તો આ વિડીયો પોતાના ડોક્ટરને બતાવીને તેમને પણ આ કળા શીખવાડી શકો છો. તો ચાલો હવે જરા પણ મોડું કર્યા વગર સૌથી પહેલા વીડિયો જોઈ લઈએ.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને Buitengebieden નામના એક ટ્વીટર યુઝરે પોસ્ટ કર્યો છે. વીડિયોને શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, તે ખૂબ જ શાનદાર છે, બેસ્ટ ડોક્ટર એવર… ટ્વિટર પર આ વીડિયોને અત્યાર સુધીમાં ૧ કરોડથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. દરેક લોકો આ ડોક્ટરની ઇન્જેક્શન લગાવવાની રીતની પ્રશંસા કરી રહ્યા છે.

તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો. સાથે જ આ વિડીયોને પોતાના ડોક્ટર સાથે પણ શેર કરવો.