જાણો રસ્તામાં બિલાડી આડી ઉતરે તો તે શુભ હોય છે કે અશુભ, મોટાભાગનાં લોકો સાચી હકિકત જાણતા નથી

એ સામાન્ય ધારણા છે કે બિલાડી જો રસ્તામાં આડી ઉતરે તો અપશુકન થાય છે. આ ધારણાનાં કારણે ઘણા લોકો બિલાડી આડી ઉતરવા પર થોડા સમય સુધી અટકી જાય છે અને રાહ જુએ છે કે કોઈ આવે અને તેની પહેલા રસ્તો પાર કરે, તેનાથી અપશુકન સમાપ્ત થઈ જાય છે પરંતુ સત્ય એ છે કે દરેક સ્થિતિમાં બિલાડી આડી ઉતરવી અપશુકન નથી હોતું. બિલાડી આડી ઉતરવી ત્યારે અપશુકન માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી તરફથી જમણી બાજુ જાય અને અન્ય સ્થિતિમાં બિલાડી આડી ઉતરવી અપશુકન નથી માનવામાં આવતું. માન્યતા છે કે કુતરાની જેમ બિલાડીની છઠ્ઠી ઈન્દ્રિય ખુબ જ વિકસીત હોય છે.

Advertisement

એટલા માટે તે ભવિષ્યમાં થનારી ઘટનાઓને પહેલાથી જ જાણી લે છે. તંત્ર વિજ્ઞાનમાં બિલાડીને મહત્વપુર્ણ જીવ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને રડવા લાગે તો કોઈ અશુભ ઘટના થઈ શકે છે. બિલાડીનું પરસ્પર લડવું હાનિ તથા કોઈ સાથે લડાઈ થવાના સંકેત આપે છે. બિલાડી રસ્તામાં આડી ઉતરે, કારણ વગર બિલાડીનું રડવું, બિલાડીનું ઘરની આસપાસ મરવું, આવી ના જાણે કેટલી વાતોને આપણા દેશમાં અપશુકનનાં રૂપમાં માનવામાં આવે છે. તેમાંથી મોટાભાગનાં લોકો બિલાડી આડી ઉતરે તેને હંમેશા ભવિષ્ય માટે કોઈ ખરાબ ઘટનાનો સંકેત માને છે.

લોકો પ્રમાણે તો જો કોઈ શુભ કામ માટે કે કોઈ યાત્રા માટે ઘરેથી નીકળતા સમયે સામાન્ય રીતે કાળી બિલાડી રસ્તામાં આડી ઉતરે તો સફળતા મળવી મુશ્કેલ હોય છે પરંતુ શું હકિકતમાં બિલાડીનું રસ્તામાં આડું ઉતરવું અશુભ સંકેત હોય છે કે પછી તેની સાથે અમુક શુભ સંકેત પણ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં બિલાડીને રાહુ ની સવારી માનવામાં આવે છે અને આ ગ્રહ એક રાક્ષસનું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે કોઈનાં જીવનમાં રાહુ નું આગમન જીવનમાં અશુભ સંકેતોનું કારણ બને છે. રાહુ ની સવારી હોવાનાં કારણે બિલાડી રસ્તામાં આડી ઉતરવી અશુભ માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે જો બિલાડી રસ્તામાં આડી ઉતરે તો તે તમારા માટે શુભ હોતું નથી. હકિકતમાં એવું માનવું ખોટું છે કારણ કે બિલાડી રસ્તામાં આડી ઉતરવાથી અપશુકન નથી થતું પરંતુ તે કોઈ આવનારી ઘટના માટે તમને સંકેત આપે છે. તેવામાં ઘણીવાર તમારા અમુક કામ બગડી જાય છે તો તમને એવું લાગે છે કે બિલાડી રસ્તામાં આડી ઉતરી એટલે જ કામમાં વિઘ્ન આવ્યું છે. આ અંધવિશ્વાસનાં કારણે લોકો તે રસ્તા પર થોડા સમય માટે થોભી જાય છે જ્યાં બિલાડી આડી ઉતરે છે. હકિકતમાં બિલાડીને પુર્વાનુમાન થઈ જાય છે કે ભવિષ્યમાં કંઈક ખરાબ ઘટિત થવાનું છે.

એવી માન્યતા છે કે રાહુ જે રીતે દુર્ઘટનાનો કારક છે એટલા માટે બિલાડીનું રસ્તામાં આડું ઉતરવું કોઈ દુર્ઘટનાનો સંકેત હોય શકે છે, તેનાં કારણે લોકો બિલાડી રસ્તામાં આડી ઉતરવાને પોતાનાં જીવન માટે અશુભ માને છે. ધાર્મિક ગ્રંથોમાં ધનની દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મીને દરિદ્રતાની દેવી માનવામાં આવે છે. અલક્ષ્મી હંમેશા ગરીબી અને જીવનમાં પરેશાનીઓ લાવે છે. અલક્ષ્મીની સવારીનાં રૂપમાં બિલાડીને જ દર્શાવવામાં આવી છે. આ રૂપમાં બિલાડી ભારતીય જનમાનસમાં અશુભતાનું પ્રતિક માનવામાં આવી છે પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે દિવાળીનાં દિવસે બિલાડીનું ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે.

જણાવવામાં આવે છે કે દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવીને મળનો કરે છે તો તેનાથી ગરીબી દુર થાય છે અને સુખ-સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે પરંતુ એવું સામાન્ય રીતે નથી થતું કારણ કે ફટાકડાનાં અવાજનાં કારણે બિલાડીઓ સહિત મોટાભાગનાં જાનવર છુપાયેલા રહે છે કારણ કે તેનાથી તેમને પરેશાની થાય છે. જો તેવામાં પણ બિલાડી આવે તો માનવામાં આવે છે કે અલક્ષ્મી તમારા ઘરમાંથી જઈ રહી છે.

કાળી બિલાડીને ઘણા દેશોમાં અંધવિશ્વાસ સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં કાળી બિલાડીનો પ્રવેશ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પણ આવે છે. ઘણી જગ્યાઓ પર કાળી બિલાડીને ખરાબ આત્માનું વાહક પણ માનવામાં આવે છે. અમેરિકન સંસ્કૃતિમાં પણ ઘણા લોકો વિચારે છે કે કાળી બિલાડી અશુભ હોય છે તો વળી બ્રિટન અને આઇલેન્ડમાં કાળી બિલાડીને જોવી ભાગ્યશાળી માનવામાં આવે છે.

Advertisement