૪ ખુંખાર ચિત્તા સાથે સુવે છે આ વ્યક્તિ, જોવા વાળા લોકોનાં પણ શ્વાસ અદ્ધર થઈ ગયા, સિંહ જેવુ કાળજું હોય તો જ જોજો આ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણીવાર જાનવરો સાથે જોડાયેલાં એક થી એક સારા વિડીયો જોવા મળી જાય છે. ઘણીવાર વ્યક્તિ અને જાનવર વચ્ચે તમને એવી જુગલબંધી જોવા મળી જશે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે આખરે વ્યક્તિ ખુંખાર જાનવરોથી ડરી કેમ નથી રહ્યો. આખરે ખુંખાર જાનવરો સાથે રહીને વ્યક્તિ બિન્દાસ કેવી રીતે થઈ શકે છે પરંતુ અમુક લોકો ખતરાનાં ખેલાડી હોય છે અને તે એવા જાનવરોની સાથે રહેવાનું પસંદ કરે છે, જેને દુર થી જોઈને તો અમુક લોકોનાં ટાંટીયા પણ ધ્રુજવા લાગે છે.

ટ્વિટર એકાઉન્ટ @TheFigen_ પર શેર કરેલા એક વિડીયોમાં એક વ્યક્તિ એક સાથે ઘણા બધા ખુંખાર ચિત્તા સાથે આરામથી સુતેલો નજર આવ્યો હતો. આ વિડીયો જોવા વાળા લોકોનાં પણ રુવાડા ઊભા થઈ ગયા હતાં. આ વીડિયોમાં વ્યક્તિ અને ચિત્તા એકબીજાની સાથે એકલા બિલકુલ પણ ડર્યા વગર સાથે સુતા હતાં અને તેને જોઈને વિશ્વાસ નથી આવી રહ્યો કે તે જાનવર અને વ્યક્તિની આટલી ગજબ દોસ્તી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ ધાબળામાં આરામથી સુઈ રહ્યો હોય છે અને તેની બાજુમાં બે ચિત્તા પણ આરામથી સુઈ રહ્યા છે, જ્યારે ત્યાં એક ચિતો આંટો મારી રહ્યો છે અને પછી તે પણ વ્યક્તિના ખોળામાં આવીને સુઈ જાય છે. તે વ્યક્તિ પણ તેને પકડીને સુવા લાગે છે. જાણે તે કોઈ પાળતુ કુતરો હોય. બાદમાં થોડા સમય પછી બધા જ ચિત્તા વ્યક્તિની પથારી પાસે આવીને તે જગ્યાએ આરામથી બેસી જાય છે અને તે વ્યક્તિ તેમને પકડીને સુઈ જાય છે. જો ચિત્તાઓ તેના પર હુમલો કરશે તો તેનું શું થશે તેનો તેને બિલકુલ પણ ડર નથી. જોકે આવું કંઇ થતું નથી પરંતુ આ નજારો એવો છે કે કોઇનાં પણ રૂંવાડા ઉભા થઇ જાય છે.

આ વીડિયોમાં તમને રાતના અંધારાનો એક વિડીયો નજર આવશે, જેમાં ધાબળો ઓઢીને સુતેલા એક વ્યક્તિની આજુબાજુ ત્રણ ચિત્તા બેસેલા દેખાશે. ખુંખાર જાનવરોની વચ્ચે જે વ્યક્તિ એટલા બેફિકર થઈને આરામ કરી રહ્યા હતાં, જે લોકોને આશ્ચર્ય કરી રહ્યા હતાં. ચિત્તા ની સાથે વ્યક્તિનો તાલમેલ બરાબર એવો જ હતો, જેમ કે કોઈ પાળતું જાનવર સાથે હોય છે. દુનિયામાં એવા ઘણા વાઈલ્ડ લાઈફ લવર્સ જોવા મળી જાય છે, જે ખુંખાર જાનવરોને પણ પોતાના મિત્ર બનાવી લે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ખુંખાર જાનવરો ક્યારેય પણ પોતાનો મુડ બદલીને ખતરનાક થઈ શકે છે.

એકસાથે ત્રણ ચિત્તાની સાથે સુતેલા વ્યક્તિને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે વ્યક્તિ પોતાના જાનવરોને પ્રેમથી પંપાળતો નજર આવ્યો હતો. એકસાથે ૩ ચિતા સાથે વ્યક્તિને સુતો જોઈને લોકોને પણ આશ્ચર્ય થયું હતું. અમુક યુઝરે તો સલાહ પણ આપી કે જાનવર ગમે ત્યારે તમને તેમનો કોળિયો બનાવી શકે છે. એક યુઝરે લખ્યું કે, “આને કહેવાય છે પોતાના ખાવાની વતું સાથે રમત રમવી”. આ વીડિયોને લગભગ બે લાખ વ્યુઝ પણ મળી ચુક્યા છે.