બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાનની બહેન અર્પિતા હાલના દિવસોમાં દુબઈમાં છે અને વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનની અમુક તસ્વીરો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. અર્પિતાએ પોતાના વેકેશનની તસ્વીરોને શેર કરી છે, જેમાં તે એક રેસ્ટોરન્ટમાં મિત્રોની સાથે અજીબ હરકતો કરતી નજર આવી રહી છે. હકીકતમાં અર્પિતા પોતાના અમુક મિત્રોની સાથે રેસ્ટોરન્ટમાં બેસીને પ્લેટો તોડતી નજર આવી રહી છે. તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે ફક્ત અર્પિતા જ નહીં પરંતુ તેમનો દિકરો આહિલ પણ રેસ્ટોરન્ટની પ્લેટો તોડી રહ્યો છે. અર્પિતાની આ હરકતનાં લીધે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
યુઝર્સએ અર્પિતાની કરી આલોચના
આ તસ્વીરો પર એક યુઝર્સએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે, “તે જેટલા પૈસાની પ્લેટો તોડી નાખી, જો એટલા પૈસાથી કોઈ ગરીબને ભોજન ખવડાવ્યું હોત તો પુણ્ય મળત”. વળી એકબીજા યુઝર્સએ લખ્યું છે કે, “વધારે પૈસા છે તો ફાલતું કામમાં પૈસા ખર્ચ કરી રહી છે”. તેમની તસ્વીર પર કોમેન્ટ કરતાં એક અન્ય યુઝર્સે લખ્યુ છે કે, આવું જ હોય છે અમીર લોકોનું કામ.
જણાવી દઈએ કે પાછલા વર્ષે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ કંઇક આ પ્રકારની જ હરકતો કરી હતી, જેના લીધે તેમને પણ ખૂબ જ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. શિલ્પા એક કાર્યક્રમ દરમિયાન ફ્લોર પર પ્લેટ તોડતા દરમિયાન ડાન્સ કરતી જોવા મળી હતી. આ તસ્વીરોની સાથે એક્ટ્રેસ એ કેપ્શનમાં લખ્યું હતું કે, “પ્લેટ તોડો અને ધોવાથી બચો, આજે ખૂબ જ મજા આવી. પ્લેટ તોડીને ડાન્સ કરવાનો કોન્સેપ્ટ ખૂબ જ સુંદર હોય છે”.
શિલ્પાના આ વીડિયોને પણ લોકોએ ખૂબ જ ટ્રોલ કર્યો હતો. એક યુઝર્સે તો લખ્યું હતું કે, આ દુનિયાની સૌથી ઘટીયા પરંપરા છે, આવું બધુ બંધ થવું જોઈએ”. વળી અન્ય એક યુઝર્સે લખ્યુ હતું કે, “દુનિયામાં ઘણા ગરીબ છે, આ રીતે પૈસાને બરબાદ ના કરવા જોઈએ”.
જાણો શા માટે તોડવામાં આવે છે પ્લેટો
હકીકતમાં આ વિડીયો દુબઈની એક રેસ્ટોરન્ટનો છે. જ્યાં ગ્રીસની એક પરંપરાને ફોલ્લો કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તે એક મેડિટેરિયન ટ્રેડિશન છે. તેમાં લોકો પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્લેટો તોડે છે. આ પ્લેટો નકલી હોય છે. તે દુબઈની ઓપા રેસ્ટોરન્ટનો એક અનોખું ટ્રેડિશન છે, જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી જાય છે.
અર્પિતાએ ૧૮ નવેમ્બર ૨૦૧૪નાં રોજ આયુષ શર્મા સાથે હૈદરાબાદના ફલકનુમા પેલેસ હોટલમાં ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા. આ લગ્નના રિસેપ્શનમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. તેમાં શાહરૂખ, આમીર, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, કેટરીના કૈફ અને સાનિયા મિર્ઝા જેવી ઘણી મોટી હસ્તીઓ સામેલ હતી. તેના સિવાય રાજનીતિ અને બિઝનેસની દુનિયાની પણ ઘણી હસ્તીઓ પહોંચી હતી. અર્પિતા અને આયુષને બે દિકરા છે, જેમાં એક આહિલ અને બીજો દિકરો આયત છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આયુષ શર્મા એક બિઝનેસમેન અને રાજનીતિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે આયુષને એક્ટિંગ ખૂબ જ પસંદ છે અને તેમની એક ફિલ્મ “લવયાત્રી” રિલીઝ પણ થઈ ચૂકી છે. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નહી. આયુષ શર્માની અપકમિંગ ફિલ્મ “અંતિમ” છે. સૂત્રોના અનુસાર આ ફિલ્મમાં સલમાન ખાન પણ નજર આવશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અર્પિતાને સલીમ ખાન એ વર્ષ ૧૯૮૧માં દત્તક લીધી હતી. હકીકતમાં એક દિવસ સવારે જ્યારે સલીમ ખાન અને તેમની પત્નિ હેલન મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તો તેમને એક મૃત મહિલા રસ્તાના કિનારા પર જોવા મળી હતી અને તેમની પાસે બેઠેલી એક બાળકી રડી રહી હતી. આ દ્રશ્ય જોઈને સલીમ ખાનનું દિલ પીગળી ગયું અને તેમણે તે બાળકીને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. ત્યારબાદ સલીમ અને તેમની પત્નિ હેલનએ તેમને દત્તક લઇ લીધી.