દૂધમાં ગોળ ઉમેરીને પીવાથી દુર થાય છે આ ૭ બિમારીઓ, આયુર્વેદ પણ માને છે તેને ઉત્તમ

ગોળનો ઉપયોગ ઘણા પ્રકારની ચીજોને બનાવવામાં કરવામાં આવે છે અને લોકો ગોળનું સેવન કરવાનું ખૂબ જ પસંદ કરે છે. ગોળને હંમેશાથી જ ખાંડની તુલનામાં ખુબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે અને ખાંડની જગ્યાએ ગોળ ખાવાની સલાહ પણ ડોકટરો આપે છે. વળી ગોળને જો દૂધની સાથે પીવામાં આવે તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.

લોહી શુદ્ધ કરે

ગોળનું સેવન કરવાથી શરીરનું લોહી સાફ થાય છે અને શરીરને તાકાત પણ મળે છે. બસ એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળને ઉમેરી દો અને આ દૂધનું સેવન કરો. તમે આ દૂધનું સેવન દરરોજ સવારે કે પછી રાતે સૂતા પહેલાં પણ કરી શકો છો.

પાચનક્રિયા રહે યોગ્ય

પાચનક્રિયા ખરાબ થવાથી શરીરમાં કમજોરી આવવા લાગે છે અને કોઈપણ ભોજન યોગ્ય રીતે પચી શકતું નથી. જોકે જો ગોળ અને દૂધનું સેવન એકસાથે કરવામાં આવે તો પાચનક્રિયાને યોગ્ય કરી શકાય છે અને સાથે જ ખરાબ પાચનથી શરીરમાં આવેલી કમજોરીને પણ દૂર કરી શકાય છે. તેના સિવાય આ દૂધમાં ગોળ ઉમેરીને આ દૂધને પીવાથી પેટમાં ગેસ પણ થતો નથી.

પીરિયડ્સનાં દુખાવાને કરે દૂર

પીરિયડ્સ દરમિયાન દુખાવો થવા પર મહિલાઓએ બસ ગરમ દૂધમાં ગોળ ઉમેરીને તેનું સેવન કરી લેવું જોઈએ. આ દૂધની મદદથી તે દુખાવો એકદમ ગાયબ થઈ જશે, વળી તે જરૂરી નથી કે પીરિયડ્સ દરમિયાન દુખાવો થવા પર જ તમારે આ દૂધ પીવું જોઈએ, તમે ઈચ્છો તો આ દૂધનું સેવન દરરોજ કરી શકો છો કારણ કે તેનું સેવન કરવાથી તમારા શરીરમાં કોઈપણ પ્રકારની કમજોરી રહેતી નથી.

થાકને કરે દૂર

મહિલાઓનું શરીર ખૂબ જ જલદી થાકી જાય છે અને તેમને કમજોરી પણ એકદમથી આવવા લાગે છે, તેથી મહિલાઓએ દૂધમાં ગોળ ઉમેરીને પીવું જોઈએ. કારણ કે આ દૂધને પીવાથી તમને થાકની પરેશાની થતી નથી. આ રીતે જે મહિલાઓ ગર્ભવતી છે, તેમણે પણ આ દૂધનું સેવન જરૂર કરવું જોઈએ કે પછી ગોળનું સેવન કરવું જોઈએ કારણ કે ગોળ ખાવાથી ગર્ભવતી મહિલાઓને એનિમિયાની પરેશાની થતી નથી.

સાંધાના દુખાવાને કરે દૂર

સાંધામાં દુખાવાની ફરિયાદથી ઘણા લોકો પરેશાન રહે છે અને આ દુખાવો થવાથી લોકોને ઉઠવા અને બેસવામાં ખૂબ જ તકલીફ થાય છે. જો તમે પણ સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હોય તો તમારે બસ દરરોજ ગોળ, દૂધ અને આદુનું સેવન કરવું જોઈએ. તમે ગોળને પીસીને તેમાં આદુ ઉમેરી દો અને બાદમાં તેનું સેવન કરી લો. તેનું સેવન કર્યા બાદ તમારે ઉપરથી ગરમ દૂધ પી લેવું જોઈએ.

ત્વચામાં નિખાર લાવે

ગોળ અને દૂધનું સેવન એકસાથે કરવાથી ત્વચા પર પણ ખૂબ જ સારી અસર પડે છે. ત્વચા મુલાયમ થઈ જાય છે અને તેમાં નિખાર આવી જાય છે તેમજ ખીલની સમસ્યા પણ ખતમ થઇ જાય છે.

અસ્થમામાં મળે છે રાહત

અસ્થમાની બિમારીથી ગ્રસ્ત લોકો માટે પણ ગોળ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બિમારીથી પરેશાન રહેતા લોકોએ બસ ગોળ અને કાળા તલના લાડુ ખાવા જોઈએ અને ત્યારબાદ ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું જોઈએ.