દુકાનદારે યુવતીને ખવડાવી સળ-ગતી પાણીપુરી, ગુજરાતનાં આ શહેરમાં મળે છે સળ-ગતી પાણીપુરી, શું તમે ટેસ્ટ કરવા માંગશો

Posted by

“પાણીપુરી”. લગભગ જ કોઈ એવી વ્યક્તિ હશે, જેમનાં મોઢામાં તેમનું નામ સાંભળતા જ પાણી ના આવી જાય. દેશમાં જો કોઈ સ્ટ્રીટ ફુડ ને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે તો તે છે ખાટી-મીઠી, તીખી પાણીપુરી. કોઈપણ ખાવાની ચીજ સાથે એક્સપેરિમેન્ટ થઈ જાય પરંતુ પાણીપુરી તો પોતાના ઓરિજિનલ ફોર્મમાં જ સારી લાગે છે. કોઈને તે ઠંડા પાણીની સાથે પસંદ હોય છે તો કોઈને સામાન્ય પાણીની સાથે. જોકે હજુ સુધી કોઈએ સળ-ગતી પાણીપુરી ખાધી નહી હોય.

હાલનાં સમયમાં સોશિયલ મીડિયા પર સળ-ગતી પાણીપુરી ખુબ જ વાયરલ થઇ રહી છે. સળ-ગતી આ પાણીપુરીને “ફા-યર ગોલગપ્પા” કહેવામાં આવી રહ્યું છે અને આ પાણીપુરી ખાતી એક યુવતીનો વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે. કોઈ કહી રહ્યું છે કે સળ-ગતી પાણીપુરીથી મોઢું દાઝી જશે તો કોઈ કહી રહ્યું છે કે આ પાણીપુરીમાં રહેલ સેવ બ-ળીને કાળી થઇ જશે.

સળ-ગતી પાણીપુરી સીધી મોઢામાં

ફા-યર ગોલગપ્પા નો વાઇરલ થઇ રહેલો આ વિડીયો અમદાવાદનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ ક્લિપમાં જોઈ શકીએ છીએ કે રસ્તાનાં કિનારે એક દુકાનદાર એક યુવતીને સળ-ગતી પાણીપુરી ખવડાવી રહ્યો છે. પહેલા દુકાનદાર લાઇટરથી પાણીપુરીનાં મસાલામાં આ-ગ લગાવે છે અને બાદમાં આ પાણીપુરી સીધી જ તે યુવતીનાં મોઢામાં મુકી દે છે. આ પાણીપુરી માંથી નીકળતો ધુમાડો પણ આપણે જોઈ શકીએ છીએ અને તેને જોઈને લોકો દંગ રહી જાય છે.

સોશિયલ મીડિયા પર લોકોનાં મજેદાર રિએક્શન


જે પાણીપુરી યુવતિને દુકાનદારે ખવડાવી, તેમાં આ-ગ લગાવવા માટે પાણીપુરીમાં કપુરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મસાલાની વચ્ચે થોડું કપુર રાખીને તેમાં આ-ગ લગાવવામાં આવી હતી. વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ આ-ગથી દાઝી જવાનાં જોખમ વિશે પુછ્યું છે. જોકે આ વિડીયોને શેર કરવા વાળી ફુડ બ્લોગર કૃપાલી પટેલનું કહેવું છે કે તેનાથી મોઢું દાઝી જતું નથી અને તે સંપુર્ણ રીતે સુરક્ષિત છે. જોકે લોકોએ તેમના પર કોમેન્ટ કરતા કહ્યું છે કે, “આ અંકલ પહેલા ફાયર પાન વાળાને ત્યાં કામ કરતાં હશે” તો કોઈએ એવું પણ કહ્યું કે, “બસ હવે આ જગ્યાએ જ આ-ગ લગાડવાની બાકી હતી”.