દુલ્હા-દુલ્હન માટે બજારમાં આવ્યું ડાયમંડ માસ્ક : કિમત એટલી કે એક લગ્ન થઈ જાય

કોરોના વાયરસની મહામારીને લીધે માસ્ક આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. હવે આપણે કોઈપણ જગ્યાએ જઈએ છીએ તો માસ્ક જરૂર પહેરીએ છીએ. સરકારના નિયમોને લીધે હવે દુલ્હા અને દુલ્હને પણ લગ્નમાં ફરજિયાત માસ્ક પહેરવું પડે છે. ભારતમાં લગ્નોત્સવ કોઈ તહેવારથી ઓછો નથી હોતો. અહિયાં પ્રદર્શન વધુ હોય છે. ખાસ કરીને દુલ્હા દુલ્હનના કપડાં લગ્નમાં સહુથી વધારે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. લગ્નમાં દુલ્હન પણ મેકઅપ ખૂબ વધારે કરતી હોય છે. ઉપરથી લઈને નીચે સુધીની તમામ વસ્તુ મેચિંગની જ પહેરવામાં આવે છે. તેવામાં જો આપણા ચહેરાનું માસ્ક સાધારણ હોય તો આપણો બધો જ લૂક ખરાબ થઈ જાય છે. પરંતુ હવે આ સમસ્યાનું સમાધાન સુરતની એક જ્વેલરી શોપ પર ઉપલબ્ધ છે.

માર્કેટમાં આવી ગયા ડાયમંડ વાળા માસ્ક

સુરતમાં રહેવાવાળા દિપક ચોક્સીની જ્વેલરી શોપ પર દુલ્હા દુલ્હન માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ડાયમંડ વાળા માસ્ક ઉપલબ્ધ છે. આ ખૂબ જ સુંદર માસ્કમાં તમે અસલી ડાયમંડ પણ લગાવી શકો છો અને અમેરિકન ડાયમંડ પણ લગાવી શકો છો. આ સિવાય તેમાં પ્યોર સોનું પણ લગાવેલ હોય છે.

આ રીતે આવ્યો આઇડિયા

જ્વેલરી શોપના માલિક દિપક ચોક્સીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમ્યાન જણાવ્યુ કે,  તેમને આ માસ્ક બનાવવાનો આઇડિયા કેવી રીતે આવ્યો. તેમણે જણાવ્યુ કે, લોકડાઉન સમાપ્ત થયા બાદ તુરત જ એક ગ્રાહક તેમની દુકાન પર આવ્યા. તેમણે પોતાના લગ્ન માટે ડાયમંડ વાળા માસ્કની ડિમાન્ડ કરી. ત્યારબાદ અમે અમુક ડિઝાઇનરોને આ પ્રકારના માસ્ક બનાવવા માટે જણાવ્યુ. ત્યારબાદ તે ગ્રાહક આ માસ્ક ખરીદીને લઈ ગયો.

ત્યારબાદ અમને આ આઇડિયા આવ્યો કે કોરોના વાયરસ અને લોકડાઉનમાં થનાર લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે આ પ્રકારના માસ્ક બનાવી શકાય છે. આ વિચારીને જ અમે ઘણી અલગ અલગ રેંજમાં ડાયમંડ માસ્ક બનાવ્યા. આ માસ્ક બનાવવા માટે અમે ગ્રાહકોની સુવિધા અનુસાર અસલી ડાયમંડ, અમેરિકન ડાયમંડ અને પ્યોર સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દિપક ચોક્સીએ આગળ જણાવ્યુ કે, આવનારા સમયમાં આ પ્રકારના માસ્કની ડિમાન્ડ ખૂબ જ વધવાની છે. તે ગ્રાહક માસ્ક ખરીદી ગયા બાદ પણ બીજા ઘણા લોકો પણ અમારી દુકાન પર આ માસ્કની ખરીદી કરવા આવ્યા હતાં. આ માસ્કમાં લગાવેલ ડાયમંડ અને સોનાને બાદમાં તેમાથી કાઢીને તમે તમારા ઘરેણાં બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો.

દુકાનની એક ગ્રાહક દેવાંશી જણાવે છે કે મારા પરિવારમાં લગ્ન હતાં તેથી હું જ્વેલરી શોપ પર ઘરેણાં ખરીદવા આવી હતી. ત્યારબાદ મારી નજર આ ડાયમંડ વાળા માસ્ક પર પડી. મને તે માસ્ક પસંદ આવ્યું તો મે તે ખરીદી લીધું. સારી વાત એ હતી કે તે માસ્ક મારા ડ્રેસ સાથે બિલકુલ મેચ થઈ ગયો હતો.