દુનિયા છોડતા પહેલા આ હતા અભિનેતાઓના છેલ્લા શબ્દો, એક સુપર સ્ટારએ કહ્યું હતું, “ટાઈમ થઇ ગયો છે”

Posted by

વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીની સાથે જ બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોના નિધન માટે પણ યાદ રાખવામાં આવશે. ઋષિ કપૂર, ઈરફાન ખાન અને સુશાંત સિંહ રાજપૂત જેવા કલાકારોએ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. અચાનકથી આ અભિનેતાઓએ દુનિયા છોડવાથી તેમના સમગ્ર ફેન્સને આઘાત લાગ્યો હતો અને તેમના બધા જ ફેન્સ આ સિતારાઓના અંતિમ દિવસોના વિશે જાણવા માંગે છે. તેવામાં આજે અમે તમને હિન્દી સિનેમાના ૫ અભિનેતાઓની વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે દુનિયાને અલવિદા કહેતા પહેલા તેમના છેલ્લા શબ્દો શું હતા.

કિશોરકુમાર

કિશોરકુમારને બોલીવૂડના સૌથી પ્રસિધ્ધ ગાયકના રૂપમાં ઓળખવામાં આવે છે. ૯૮ વર્ષની નાની ઉંમરમાં જ કિશોર કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજથી ૩૦ વર્ષ પહેલા આ શ્રેષ્ઠ સિંગરનું ૧૩ ઓક્ટોબર ૧૯૮૭નાં રોજ નિધન થઈ ગયું હતું. નિધન થતા પહેલા તેમના છેલ્લા શબ્દો હતા “હું ઠીક છું પરંતુ જો તમે ડોક્ટરને ફોન કર્યો તો મને હકીકતમાં હાર્ટ એટેક આવી જશે”. જણાવી દઈએ કે કિશોરકુમાર એક દમદાર ગાયક હોવાની સાથે જ અભિનેતા, મ્યુઝીક ડાયરેક્ટર અને નિર્દેશક પણ હતા.

રાજેશ ખન્ના

કહેવામાં આવે છે કે રાજેશ ખન્ના જેવા અભિનેતા હજુ સુધી બોલિવૂડમાં આવ્યા નથી. તેમને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત છે. આજથી ૮ વર્ષ પહેલા રાજેશ ખન્નાએ ૧૨ જુલાઈ ૨૦૧૨નાં રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. અભિનેતાએ તેમના મૃત્યુ પહેલા કહ્યું હતું કે, “ટાઈમ થઇ ગયો છે, પેક અપ”.

સુશાંત સિંહ રાજપૂત

આ વર્ષે ૧૪ જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કરી દીધું હતું. તેમણે મુંબઇ સ્થિત પોતાના આવાસ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવે છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની માં ને ખુબ જ પ્રેમ કરતા હતા. તેમની માં તેમને નાની ઉંમરમાં જ છોડીને ચાલી ગઈ હતી. સુશાંત સિંહ રાજપૂતે પોતાના મૃત્યુ પહેલા પોતાની માં ની સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એક ફોટો શેયર કરીને લખ્યું હતું કે, ધૂંધળું અતીત. જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુને ૫ મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેમના મૃત્યુનું રહસ્ય ઉકેલાઈ શક્યું નથી. તેમના મૃત્યુના મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ પણ આ મામલામાં હજુ સુધી કઈ નિવેદન આપ્યું નથી.

ઈરફાન ખાન

હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ઇરફાન ખાનની પણ ગણતરી કરવામાં આવે છે. ઈરફાન ખાને પણ આ વર્ષે ૨૯ એપ્રિલના રોજ દુનિયા છોડી દીધી હતી. તે કેન્સર જેવી ગંભીર બિમારી સામે લડી રહ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની જેમ જ ઈરફાન પણ પોતાની માં ની ખૂબ જ નજીક હતા. ઈરફાનખાનનાં નિધનના થોડા દિવસ પહેલાં જ તેમની માં એ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમણે પોતાની માં માટે જ અંતિમ શબ્દ કહ્યા હતા. અભિનેતા ઈરફાનખાને કહ્યું હતું કે, માં અહીંયા જ છે, મને લેવા આવી છે. તે અહીંયા જ મારા રૂમમાં મને લેવા આવી છે. જુઓ મારી પાસે બેઠી છે.

ઋષિ કપૂર

બોલીવુડમાં ઋષિ કપૂરના યોગદાનને ક્યારેય પણ ભુલાવી નહિં શકાય. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતાઓમાં ઋષિ કપૂરની ગણતરી કરવામાં આવે છે. ઈરફાનખાનનાં નિધનના એક દિવસ બાદ જ ઋષિ કપૂરે ૩૦ એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. કેન્સરના કારણે આ દિગ્ગજ કલાકારનું નિધન થઈ ગયું હતું. હિન્દી સિનેમાને એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપવાવાળા ઋષિ કપૂરે પોતાના છેલ્લા શબ્દ દેશમાં લાગેલા લોકડાઉનનાં સમયે થયેલી અમુક અમાનવીય ઘટનાઓને લઈને હતા. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે હિંસા, પથ્થર ફેકવા કે હત્યા કરવા જેવા કામ ના કરવા. ડોક્ટરો, નર્સ, મીડિયાકર્મી અને પોલીસકર્મી આ બધા જ લોકો આપણને બધાને જ બચાવવા માટે પોતાના જીવનને જોખમમાં મુકી રહ્યા છે. આપણે બધા જ કોરોના વાયરસ સામે જંગ જીતી શકીએ છીએ. જય હિન્દ”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *