દુનિયાનો એક અજીબ દેશ જ્યાં ક્યારેય રાત થતી જ નથી, આ દેશમાં ક્યારેય સુર્ય આથમતો જ નથી

Posted by

આપણને લગભગ ૧૦ કલાકની રાત જોવા મળે છે પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં સુરજ માત્ર ૪૦ મિનિટ માટે જ ડુબે છે. જો કે સુંદરતા અને અમીરીનાં વિષયમાં આ દેશ કોઈથી પાછળ પણ નથી. દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં રાતે ૧૨ વાગ્યેને ૪૩ મિનિટ પર સુરજ છુપાઈ જાય છે અને માત્ર ૪૦ મિનિટનાં અંતરાળ બાદ ફરીથી ઉગે છે. આ નજારો નોર્વે માં જોવા મળે છે. અહીં અડધી રાત્રે સુરજ છુપાઈ છે અને રાત્રે લગભગ દોઢ વાગ્યે પક્ષીઓનો અવાજ સાંભળવા મળે છે. ૧-૨ દિવસ નહિ વર્ષમાં લગભગ અઢી મહિના સુધી અહીં સુરજ છુપાતો નથી એટલા માટે તેને “કન્ટ્રી ઓફ મિડનાઈટ સન” કહેવામાં આવે છે.

૭૬ દિવસ સુધી અહીં સુરજ આથમતો નથી

આમ તો નોર્વેની સુંદરતા ખુબ જ અદભુત છે. તેનો સમાવેશ દુનિયાનાં અમીર દેશમાં થાય છે. ખાસ વાત એ છે કે અહીંના લોકો સ્વાસ્થ્યને લઇને ખુબ જ સજાગ છે. હેલ્ધી ખાવાનું પસંદ કરે છે. આ તમામ વાતો વચ્ચે નોર્વેની સૌથી મોટી ખુબી છે, તેની પ્રાકૃતિક સુંદરતા. આ દેશ આર્કિટેક સર્કલની અંદર આવે છે. મે થી જુલાઈ વચ્ચે લગભગ ૭૬ દિવસ સુધી અહી સુરજ આથમતો નથી. ખરેખર આ અનુભવને ત્યાં જઈને જ મહેસુસ કરી શકાય છે. આ ઘટના નોર્વે ના ઉત્તરી છેડા પર રહેલા હેમરફેસ્ટ શહેરમાં થાય છે.

જ્યાં ૧૦૦ વર્ષોથી સુરજ નથી નીકળ્યો

દુનિયાનાં એક છેડા પર રહેલા આ અનોખા દેશમાં એક શહેર એવું પણ છે જ્યાં ૧૦૦ વર્ષોથી સુરજનાં દર્શન થયા નથી. તેનું કારણ શહેરનું ચારેય તરફથી પહાડોથી ઘેરાયેલા હોવાનું છે. જોકે ત્યાનાં એન્જિનિયરે આ સમસ્યાને ઉકેલવા માટે કાચ ની મદદથી એક નવો સુરજ બનાવી દીધો છે, જે આર્ટિફિશિયલ સુરજને પહાડી પર એ રીતે લગાવવામાં આવ્યો છે કે તે સુર્યપ્રકાશને શહેર સુધી પહોંચાડે છે અને પોતે એક સુરજ જેવો લાગે છે. તેનાં કિરણો સીધા ટાઉન સ્ક્વેર પર પડે છે. આ જ કારણ છે કે આ જગ્યા લોકોને આકર્ષિત કરે છે.

વૈજ્ઞાનિક અને ખગોળીય કારણો

જેમકે તમે જાણો છો કે અંતરિક્ષમાં સુર્ય સ્થિર છે અને પૃથ્વી પોતાની કક્ષા એટલે કે ભ્રમણ પથ પર ૩૬૫ દિવસમાં તેનું એક ચક્કર પુરું કરે છે. સાથે તે પોતાના અક્ષ એટલે કે ધરી પર ૨૪ કલાકમાં એક ચક્કર પુરું કરે છે. પૃથ્વીની સુરજની આ પરિક્રમાનાં લીધે દિવસ અને રાત થાય છે પરંતુ દિવસ અને રાત ની અવધી હંમેશા બરાબર રહેતી નથી. ક્યારેક દિવસ મોટો અને રાત નાની હોય છે તો ક્યારેક દિવસ નાનો અને રાત મોટી હોય છે.

હકિકતમાં તે પૃથ્વીનાં ધરી પર ઝુકાવનું પરિણામ છે. અમે તમને જણાવી દઈએ કે પૃથ્વીનું કોઈ વાસ્તવિક અક્ષ હોતું જ નથી. જ્યારે પૃથ્વી ફરે છે તો એક ઉત્તર અને બીજું દક્ષિણમાં એવા બે બિંદુ બને છે, જેને એક સીધી રેખા થી જોડવામાં આવે તો એક ધરી બને છે. જેવી રીતે સાઈકલનાં પૈડાની ધરી હોય છે, જેના પર તે ફરે છે. પૃથ્વી પોતાનાં તળથી ૬૬ ડિગ્રીનો કોણ બનાવીને ફરે છે અને આ કારણે પૃથ્વીનો અક્ષ સીધો હોતો નથી અને ૨૦ ડિગ્રી સુધી ઝુકેલો હોય છે. આ કારણે જ દિવસ તથા રાત નાના મોટા થાય છે.

૨૧ જુન અને ૨૨ ડિસેમ્બર એવી બે તારીખ છે, જેમાં સુરજની રોશની પૃથ્વીની ધરી નાં ઝુકાવનાં લીધે ધરતીનાં સમાન ભાગમાં ફેલાતી નથી, જેથી દિવસ અને રાતની અવધિમાં ફરક આવી જાય છે. નોર્વેમાં મીડનાઇટ વાળી આ ઘટનાનો સંબંધ ૨૧ જુન વાળી સ્થિતિ છે. આ સમયે ૬૬ ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી ૯૦  ડિગ્રી ઉત્તર અક્ષાંસ સુધી ધરતીનો સંપુર્ણ ભાગ સુરજની રોશનીમાં રહે છે. તેનો મતલબ છે કે અહીં ૨૪ કલાક દિવસ રહે છે, રાત થતી જ નથી. આ કારણે નોર્વેમાં આ વિચિત્ર ઘટના થાય છે અને તમે અડધી રાતે પણ અહીં સુરજ ઊગતો જોઈ શકો છો.