એક બિલાડીએ મહિલાને બનાવી દીધી ગર્ભવતી, પતિએ જણાવી તે રાતની સમગ્ર વાત

આ દુનિયા ખૂબ જ વિચિત્ર છે. અહીંયા અવાર-નવાર કોઈ અજીબો ગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે ઘણીવાર તો તે ઘટનાઓ એટલી વિચિત્ર કે હોય છે કે તેને વાંચીને આપણે હસવાનું રોકી શકતા નથી. હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પતિની આપવીતી જ સાંભળી લો. તે વ્યક્તિનું કહેવું છે કે તેમની પત્ની ગર્ભવતી છે અને તેને પ્રેગનેટ કરવામાં ઘરની પાળતુ બિલાડીનો હાથ છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે આખરે એક બિલાડી કોઈ મહિલાને પ્રેગનેટ કઈ રીતે કરી શકે ? તો ચાલો આ મામલાને થોડો વિસ્તારથી જાણીએ.

બાળકનું પ્લાનિંગ ના હતું

હકીકતમાં એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની કહાની મૂકવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારે પહેલાથી જ એક દિકરી છે. અમારે બીજા બાળકની જરૂર હતી પરંતુ કોરોના કાળને ધ્યાનમાં રાખતા અમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા નહોતા. અમે વિચાર્યું હતું કે કોરોના કાળ ખતમ થઇ જશે ત્યારબાદ જ બીજા બાળક વિષે વિચારીશું. જોકે આ મહામાર ની વચ્ચે જ મારી પત્ની ગર્ભવતી થઈ ગઈ. તેને પ્રેગનેટ કરનાર કોઈ બીજું નહીં પરંતુ અમારા ઘરની પાળતું બિલાડી છે.

તે વ્યક્તિના અનુસાર તેમની પત્ની પહેલા ગર્ભનિરોધક ગોળીઓ ખાઈ રહી હતી. પરંતુ તેના સાઈડ ઈફેકટને ધ્યાનમાં રાખીને અમે કોન્ડોમનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. સામાન્ય રીતે કોન્ડમ પ્રભાવશાળી હોય છે પરંતુ તેમ છતાં પણ તેમની પત્નિ ગર્ભવતી થઈ ગઈ. પત્નિનો પ્રેગ્નન્સી રિપોર્ટ જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. તેમને સમજમાં આવી રહ્યું ના હતું કે આવું કઈ રીતે બની શકે.

બિલાડીએ કરી દીધી પ્રેગ્નેન્ટ

ત્યારબાદ આ વ્યક્તિએ ડ્રોવરમાં રાખેલ કોન્ડોમને ચેક કર્યા તો તેમને સમગ્ર મામલો સમજમાં આવી ગયો. હકીકતમાં આ કોન્ડોમના પેકેટમાં કાણું હતું અને આ કાણું તેમના ઘરની પાલતુ બિલાડી એ જ કર્યું હતું. કોન્ડમ ફાટેલ હોવાની વાત કપલને ખબર ના હતી તેથી જ્યારે તેમણે સંબંધ બનાવ્યો તો મહિલા પ્રેગ્નેટ થઈ ગઈ. મતલબ કે બિલાડીની એક નાની કરતૂતે તે કપલના ઘરે બીજા બાળકને જન્મ આપી દીધો.

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને વાંચીને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી અને કપલ માટે ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છે. આવી ઘટનાઓ રોજ રોજ સાંભળવા મળતી નથી. જોકે આ ઘટના પરથી આપણે બધા જ શીખ લઈ શકીએ છીએ. જ્યારે પણ કોન્ડોમનો ઉપયોગ કરો તો તે જરૂર ચેક કરી લેવું જોઈએ કે તે કોઈ જગ્યાએથી ફાટેલું તો નથી ને. નહિતર તમારા ઘરે પણ કોઈ નવું મહેમાન આવી જશે. ઘરમાં હંમેશા એવી જગ્યાએ કોન્ડોમ રાખો જે પાળતુ પ્રાણીઓ કે બાળકોની પહોંચથી દૂર હોય.

જોકે આ પુરા મામલામાં તમારું શું મંતવ્ય છે તે અમને જરૂરથી જણાવો. શું તમે આ પહેલા ક્યારેય પણ આ પ્રકારની કોઈ ઘટના જોઈ કે સાંભળી છે ? જો તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ જરૂર જણાવશો. આ રીતે તેમનું મનોરંજન પણ થઈ જશે અને તે પણ કોન્ડોમ સાથે જોડાયેલ એક મહત્વની જાણકારી પ્રાપ્ત કરી શકશે. આશા રાખીએ છીએ કે તે કપલ બાળકને મોટું થવા પર આ સ્ટોરી નહી સંભળાવે.