એક ચપટી હિંગને પાણીમાં મેળવીને સતત સાત દિવસ સુધી પીવાથી શરીરને મળશે આ અઢળક ફાયદાઓ

Posted by

ભારતીય રસોઈમાં ઘણા એવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ થાય છે. જે સ્વાસ્થ્ય માટે ઔષધિનું કામ કરતા હોય છે. તેમાંથી જ એક છે હિંગ. જી હા, હિંગ કે જેને ઇંગ્લિશમાં એસફેટીડ કહેવામાં આવે છે. તે લગભગ દરેક ભારતીય રસોઈમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. જોકે સામાન્ય રીતે તેને ખાવામાં વઘારવા માટે પ્રયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રસોઈમાં સારી સુગંધ અને સ્વાદની સાથે હિંગના પ્રયોગથી તમને ઘણા ઓષધીય ગુણોનો લાભ મળે છે. જોકે અમે એવું એમ જ નથી કહી રહ્યા પરંતુ આયુર્વેદમાં હિંગને એક ઉચ્ચ શ્રેણીની ઔષધી માનવામાં આવે છે.

આયુર્વેદનું માનીએ તો સામાન્ય પેટનો દુખાવો હોય કે માસિક નો દુખાવો હોય તો ૧ ચપટી હિંગના સેવનથી બધા જ પ્રકારના દુખાવા તરત જ છૂમંતર થઈ જાય છે. વળી જો રોજ એક ચપટી હિંગને પાણીમાં મેળવીને લેવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યની સાથે સાથે ઘણા જ પ્રકારની બીમારીઓને જડમૂળમાંથી ખતમ કરી શકાય છે. તો ચાલો જાણી લઈએ આયુર્વેદિક ઔષધી એટલે કે એક ચપટી હિંગનું પાણી પીવાથી શરીરને શું શું ફાયદા મળે છે.

ખરેખર પ્રાચીન સમયમાં હિંગના પાણીનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે કરવામાં આવતો હતો. વળી માસિક દુખાવામાં પણ હિંગનું પાણી ખૂબ જ અસકારક સાબિત થાય છે. જેનો ઉપયોગ આજના સમયમાં પણ કરવામાં આવે છે.

હિંગ પાચન માટે રામબાણ છે. તેવામાં હિંગનું પાણી પાચનશકિત માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. સાત દિવસ સુધી સતત જો હિંગનું પાણી પીવામાં આવે તો શરીરમાં જે પહેલો બદલાવ જોવા મળે છે. તે હોય છે પાચનશક્તિની મજબૂતી. ખરેખર હિંગના પાણીના સેવનથી શરીરમાં બનનાર એસિડ ખતમ થઈ જાય છે અને તેનાથી પેટ સાથે જોડાયેલ ઘણી જ સમસ્યાઓ આપમેળે જ સમાપ્ત થઇ જાય છે.

હિંગ ફક્ત પાચનશક્તિ માટે જ નહીં પરંતુ આયુર્વેદમાં હિંગને શક્તિવર્ધક દવા પણ માનવામાં આવી છે. તેવામાં હિંગનો ઉપયોગ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શારીરિક શક્તિની સાથે જ કામેચ્છા પણ વધે છે.

નબળી કિડની માટે હિંગનું પાણી એક ખૂબ જ સારો ઘરેલુ ઉપચાર છે. હકીકતમાં નિયમિત રૂપથી હિંગના પાણીનું સેવન કરવાથી ધીમે ધીમે કિડનીને ખરાબ કરનાર સંક્રમણને તે ખતમ કરી નાખે છે અને તેને મૂત્ર માર્ગમાંથી બહાર કાઢી નાખે છે. વળી હિંગનું પાણી હાડકાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આપણા હાડકાઓ મજબૂત બને છે. જો તમારા દાંતોમાં જીવાતો પડી ગઇ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે દરરોજ સુતા પહેલા નવશેકા પાણીમાં ચપટી ભરીને હિંગ ભેળવીને પીવાથી દાંતમાં પડેલ જીવાતોની સમસ્યામાંથી ઘણી હદ સુધી છુટકારો મળી જાય છે.

બીજી તરફ ચામડીના રોગોમાં હિંગ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કે શરીરમાં ખંજવાળ જેવી સમસ્યાઓ હોય. તો હિંગ ને પાણીમાં મેળવીને તે જગ્યા પર લગાવી લો જ્યાં ખંજવાળ આવી રહી હોય. તેનાથી ઘણી હદ સુધી તે સમસ્યામાંથી છુટકારો મળી જશે.

હકીકતમાં હિંગ એક ખૂબ જ સારી એન્ટીઓક્સિડેન્ટ છે. તેવામાં તેના પાણીના સેવનથી શરીરની ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે અને શરીરમાં ઘણા જ પ્રકારના સંક્રમણો ખતમ થઈ જાય છે. વળી તેનાથી શારીરિક નબળાઈ પણ દૂર થઈ જાય છે. તેવામાં જો તેમાં સ્વાદ માટે મધ ઉમેરવામાં આવે તો સ્વાદની સાથે જ તેમના ગુણો પણ વધી જાય છે. જો કે તે ધ્યાનમાં રાખો કે આ બધા જ લાભ તમને ત્યારે મળશે જ્યારે હિંગના પાણીને નિયમિત રૂપથી સેવન કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછાં સતત સાત દિવસ સુધી હિંગનું પાણી પીવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *