એક એપિસોડ માટે આટલી મોટી રકમ વસુલે છે કપિલ શર્મા, જાણો અન્ય કલાકારોની પણ ફી વિશે

Posted by

કોમેડિયન કપિલ શર્માનો શો “ધ કપિલ શર્મા” લોકોની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. શો ના દરેક પાત્ર દર્શકોને હસવા પર મજબૂર કરી દે છે. લોકડાઉન બાદ ફરીથી આ શો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં ફરી એકવાર અર્ચના પુરણ સિંહ જજની ખુરશી પર બેઠેલી નજર આવી રહી છે. કપિલ શર્મા આમ તો એકલા જ લોકોને હસાવવા માટે કાફી છે પરંતુ શો માં અમુક એવા સિતારાઓ પણ જોડાયેલા છે, જેના લીધે આ શો ની રોનક વધી ગઈ છે. શો માં ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા જેવા પ્રસિદ્ધ સિતારાઓ પણ જોડાયેલા છે.

શો લોકપ્રિય હોય તો સ્પષ્ટ વાત છે કે તેમાં કામ કરતા સિતારાઓની ફી પણ ખૂબ જ સારી હશે. ઘણા લોકોના મનમાં એવો સવાલ આવતો હશે કે ટીવી પર લોકોને હસાવનાર આ એક્ટર્સની ફી આખરે કેટલી હશે. તેવામાં આજની આ સ્ટોરીમાં અમે તમને તમારા સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. શો ને હોસ્ટ કપિલ શર્મા કરે છે અને તેમના નામ પર જ શો છે તો હકીકતમાં તેમની ફી સૌથી વધારે હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે શો સાથે જોડાયેલ અન્ય કલાકારો પણ ફી ના નામ પર એક મોટી રકમ વસૂલ કરે છે. તો ચાલો જાણી લઈએ કોની કેટલી ફી છે.

કપિલ શર્મા

કપિલ શર્મા થોડા જ વર્ષોમાં ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન બની ચૂક્યા છે. કપિલની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ છે. કપિલનો શો સપ્તાહમાં બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે આવે છે. એક રિપોર્ટનું માનીએ તો પહેલા કપિલ વીકેન્ડ પર પ્રસારિત થનાર એપિસોડના ૬૦ થી ૭૦ લાખ રૂપિયા લેતા હતા પરંતુ લોકપ્રિયતા વધવાના કારણે તેમણે પોતાની ફી એક કરોડ રૂપિયા કરી દીધી છે એટલે કે એક એપિસોડના કપિલ ૫૦ લાખ રૂપિયા લે છે.

ભારતી સિંહ

કોમેડિયન ભારતી સિંહનું કામ પણ શો માં દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ભારતી સિંહ શો માં ઘણા પ્રકારના પાત્ર ભજવીને લોકોનું મનોરંજન કરે છે. ક્યારેક તે તિતલી યાદવ બનીને લોકોને હસાવે છે તો ઘણીવાર તે બુઆ બનીને લોકોનું દિલ જીતી લે છે. થોડા જ સમયમાં ભારતીના બધા જ કિરદાર ખૂબ જ મશહૂર થઈ ગયા છે. ભારતી પ્રતિ એપિસોડ ૧૦ થી ૧૫ લાખ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે.

કૃષ્ણા અભિષેક

શો માં કૃષ્ણા અભિષેક સપનાનું કિરદાર નિભાવે છે, જે નાલાસુપાડામાં પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે. જ્યારથી કૃષ્ણા અભિષેક શો સાથે જોડાયેલ છે, ત્યારથી શો ની ટીઆરપી વધી ગઈ છે. કૃષ્ણાએ સપનાનું કિરદાર નિભાવીને સાબિત કરી દીધું છે કે તે એક શ્રેષ્ઠ કલાકાર છે. કૃષ્ણા અભિષેક વિકેન્ડનાં એપિસોડ માટે ૧૦ થી ૧૨ લાખ રૂપિયા ચાર્જ લે છે.

ચંદન પ્રભાકર

ચંદન પ્રભાકર કપિલ શર્માનાં કોલેજનાં મિત્ર છે. કપિલ શર્મા આ વાતનો ઉલ્લેખ ઘણીવાર શો માં કરી પણ ચૂક્યા છે. ચંદન પ્રભાકર શો માં ચા વાળાનું પાત્ર ભજવી રહ્યા છે. તેમનું પાત્ર પણ દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. ચંદન પ્રતિ એપિસોડના ૭ લાખ રૂપિયાની ભારે ફી વસૂલ કરે છે.

સુમોના ચક્રવર્તી

સુમોના ચક્રવર્તી ટીવીની દુનિયાનું એક ચર્ચિત નામ છે. કપિલના શો માં કામ કરતા પહેલા તે ઘણી હિટ સિરિયલમાં પણ નજર આવી ચુકી છે. જોકે તે કહેવું ખોટું પણ નથી કે લોકપ્રિયતા તેમને કપિલના શો પર જ મળી છે. કપિલનાં શો માં સુમોના ભુરીનું પાત્ર નિભાવે છે. જેના માટે તે પ્રતિ એપિસોડ ૬ થી ૭ લાખ રૂપિયાની મોટી ફી વસૂલ કરે છે.

કિકુ શારદા

કિકુ શારદા ટીવી ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા છે. તેના સિવાય તે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. કપિલના શો માં કિકુ શારદા બચ્ચા યાદવ અને અચ્છા યાદવનું પાત્ર ભજવે છે, જે લોકોની વચ્ચે ખૂબ જ મશહૂર છે. કિકુ શારદા પ્રતિ એપિસોડની ફી ૫ થી ૭ લાખ રૂપિયા લે છે.

અર્ચના પૂરણ સિંહ

નવજોત સિંહ સિદ્ધુ ના ગયા બાદ અર્ચના પૂરણ સિંહ શો માં જજ તરીકે જોવા મળી રહી છે. અર્ચના પૂરણ સિંહ પણ જજ ની સીટ પર બેસવા માટે સારી એવી રકમ વસૂલ કરે છે. તેમની પ્રતિ એપિસોડની ફી ૧૦ લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *