એક એવું આશ્રમ જ્યાં પત્ની દ્વારા સતાવવામાં આવેલા પતિઓને મળે છે આશ્રય, પરંતુ શરત છે બસ આટલી જ…

તમે બધા લોકોએ જ બાળકોને અનાથ આશ્રમ અને વૃદ્ધ લોકોને વૃદ્ધાશ્રમમાં જોયા હશે. અહી અનાથ બાળકો અને અસહાય વૃદ્ધ લોકો આશ્રય લેતાં હોય છે પરંતુ શું તમે ક્યારેય પત્નીઓ દ્વારા સતાવવામાં આવેલ પતિઓ માટે બનેલ કોઈ આશ્રમ જોયું છે ? તમારામાંથી ઘણા લોકોને આ વાત મજાક લાગી રહી હશે પરંતુ આવું એક આશ્રમ હકીકતમાં આવેલું છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પત્ની પીડિત પુરુષ આશ્રમ છે. આ આશ્રમથી લગભગ ૧૨ કિલોમિટર દૂર જ મુંબઈ-શિરડી હાઈ-વે આવેલ છે. આ ખાસ આશ્રમમાં ફક્ત એવા લોકોને જ આશ્રય આપવામાં આવે છે, જે પોતાની પત્નિ દ્વારા સતાવવામાં આવેલ હોય. જોકે દરેક વ્યક્તિ આ આશ્રમમાં રહી શકતા નથી. તેમાં એન્ટ્રી કરવા માટે તમારે અમુક નિશ્ચિત માપદંડો પુરા કરવા પડશે.

આવો આશ્રમ બનાવવાનો આઈડિયા ભારત નામના એક વ્યક્તિને આવ્યો હતો. તે પોતે પોતાની પત્ની દ્વારા સતાવવામાં આવેલ હતો. તેમની પત્નીએ તેમના પર ચાર કેસ કર્યા હતા. જેના લીધે તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તેમની સાથે ના કોઈ સંબંધી વાત કરતું હતું કે ના તેમને પોતાના ઘરે માન-સન્માન મળતું હતું. લોકો પણ તેમને મળવામાં અચકાતા હતા.

તે ઘણા મહિનાઓ સુધી ઘરે જતા ના હતાં અને મનમાં આત્મહત્યાના વિચારો આવતા રહેતા હતા. જોકે ત્યારબાદ તેમની મુલાકાત બે-ત્રણ અને એવા લોકો સાથે થઈ જે પોતે પણ પોતાની પત્ની દ્વારા સતાવવામાં આવેલા હતાં. આ તમામ લોકોએ એકબીજાને પોતાના દુઃખ જણાવ્યા. બધાએ નિર્ણય કર્યો કે તે એકબીજાની મદદ કરશે.

તે બધા એ જ કાનૂની સલાહ લીધી અને ખૂબ જ જલ્દી તે પત્નીઓના અત્યાચારમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ તેમણે અન્ય લોકોની પણ સહાયતા કરવાનો વિચાર કર્યો. આ વિચારની સાથે ૧૯ નવેમ્બર ૨૦૧૬નાં રોજ પુરુષ અધિકાર દિવસ પર પત્ની પીડિત પુરુષ આશ્રમ ની સ્થાપના કરવામાં આવી.

આ આશ્રમની અંદર ફક્ત તેમને જ જગ્યા આપવામાં આવે છે, જેમને પોતાની પત્નિ દ્વારા સતાવવામાં આવેલા છે. જોકે આશ્રમનો ભાગ બનવા માટે અમુક નિયમ છે. જેમ કે તમે ત્યારે જ આ આશ્રમમાં રહી શકો છો જ્યારે તમારી પત્નીએ તમારી ઉપર ઓછામાં ઓછાં ૪૦ કેસ કર્યા હોય.

તેના સિવાય કેસ નાં લીધે જેલ જવા કે ભથ્થુ ચૂકવવા માટે સક્ષમ ના હોવાની સ્થિતિમાં જેલની હવા ખાતા લોકો પણ આ આશ્રમનો ભાગ બની શકે છે. જો તમારી પત્નિનાં કેસનાં લીધે તમારી નોકરી ગઈ છે તો પણ તમે આશ્રમમાં રહી શકો છો.

અહીંયા રહેવાવાળા લોકો પોતાની ક્ષમતાના આધારે નોકરી કરે છે અને પૈસા ફંડના રૂપમાં જમા કરે છે, તેનાથી જ આશ્રમનો ખર્ચ ચાલે છે.