એક જ પોઝિશનમાં વધારે સમય સુધી બેસી રહેવાથી થઈ શકે છે શરીરને આ ઘાતક નુકસાન

Posted by

લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસીને કામ કરવું શરીર માટે ઘાતક સાબિત થાય છે અને ઘણા કલાકો સુધી સતત બેસી રહેવાથી પીઠ પર ખરાબ અસર પડે છે. જે લોકો લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેઠા રહે છે તે લોકોને માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ રહે છે. જો તમે પણ એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહેતા હોય તો એવું ના કરવું જોઈએ અને સમય સમય પર પોતાની પોઝિશન બદલતા રહો. વળી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચે છે તે અમે તમને જણાવીશું.

કરોડરજ્જુ પર પડે છે અસર

એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી કરોડરજ્જુ પર અસર પડે છે અને ઘણીવાર કરોડરજ્જુમાં ગેપ પણ પડી જાય છે. કરોડરજ્જુમાં ગેપ પડવાથી ચાલવામાં અને બેસવામાં ખૂબ જ સમસ્યા થવા લાગે છે. તેથી તમે થોડા થોડા સમયે પોતાની પોઝિશન બદલતા રહો. કારણકે કરોડરજ્જુ યોગ્ય બની રહે.

માંસપેશીઓમાં થાય છે દુખાવો

એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી માંસપેશીઓ પર ખરાબ અસર પડે છે અને માંસપેશીઓમાં સોજો આવી જાય છે. માંસપેશીઓમાં સોજો આવવાથી શરીરમાં દુખાવો રહે છે અને ઘણીવાર માંસપેશીઓમાં ખેંચાણ પણ મહેસૂસ થાય છે.

ગળા પર પડે છે ખરાબ અસર

જે લોકો એક જ પોઝિશનમાં બેસીને કામ કરે છે તે લોકોના ગળા પર ખુબ જ દબાણ પડે છે અને ગળાની આસપાસ દુખાવો થવા લાગે છે. ગળાની સિવાય પણ લોકોને કમરના દુખાવાની પણ ફરિયાદ રહેવા લાગે છે.

મગજ પર પણ થાય છે ખરાબ અસર

એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ મગજ પર ખરાબ પ્રભાવ પડે છે અને મગજ સુધી તાજું લોહી અને ઓક્સીજન પહોંચી શકતું નથી. જેના કારણે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

વજનમાં વધારો

એક જ પોઝિશનમાં બેસી રહેવાથી આપણું શરીર મેદસ્વીપણાનો શિકાર બને છે. કારણકે આવું કરવાથી શરીરમાં કોઈપણ પ્રકારની ગતિ-વિધિ થતી નથી અને શરીરની ચરબી મેદસ્વીપણામાં બદલી જાય છે. તેથી તમે એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી ના રહો.

હૃદય માટે પણ છે ઘાતક

જે લોકો એક જ પોઝિશનમાં બે કલાકથી વધારે સમય સુધી બેસી રહે છે તે લોકોનું હૃદય નબળું પડી જાય છે અને હૃદય પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. કારણ કે એક જ પોઝિશનમાં બેસી રહેવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. જે હૃદય માટે ઘાતક માનવામાં આવે છે.

આટલી વાતોનું રાખો ધ્યાન

  • તમે કામ કરતાં સમયે પોતાની પોઝીશન બે કલાક બાદ બદલતા રહો. આવું કરવાથી ગળા અને કમરમાં દુખાવો થતો નથી.
  • જો બની શકે તો તમે બે કલાક પછી દસ મિનિટનો બ્રેક લઈને થોડું ફરી શકો છો.
  • યોગા કરવાથી પીઠ અને ગળામાં દુખાવાની ફરિયાદ રહેતી નથી. તેથી જે લોકો વધારે સમય સુધી બેસી રહે છે તે લોકોએ યોગા કરવા જોઈએ. આવું કરવાથી તેમની કમર પણ સીધી રહેશે.
  • કામ કરતા સમયે તમે વધારે નમીને ના બેસી રહો અને કામ કરતાં સમયે હંમેશા પોતાની પીઠ સીધી જ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *