એક જમાનામાં સુપરસ્ટાર હતા ગોવિંદા, આ ત્રણ કારણોના લીધે સમય પહેલાં જ ખતમ થઈ ગયું તેમનું કરિયર

Posted by

૯૦ ના દશકમાં ઘણા સિતારાઓ એવા છે જે આજે પણ બોલીવુડ પર રાજ કરે છે અને નવા કલાકારો આવવા છતાં પણ તેમની ફિલ્મો હિટ જઇ રહી છે. વળી અમુક સિતારાઓ એવા પણ છે જેમણે પોતાના જમાનામાં ઘણું નામ કમાવ્યુ અને પબ્લિકે તેમના પર સુપરસ્ટારનું લેબલ પણ લગાવી દીધું. પરંતુ આજે તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ચૂક્યા છે અને હવે તેમની ફિલ્મો પણ ચાલતી નથી.

એવા જ એક સ્ટાર છે ગોવિંદા કે જેમને એક જમાનામાં સુપરસ્ટાર કહેવામાં આવતા હતા પરંતુ આજે તેમનું કરિયર બિલકુલ ઠપ થઈ ચૂક્યું છે. આજે ગોવિંદાની સાથે આવનારા કલાકારો અને તેમના બાદ પણ આવેલા કલાકારો હજુ સુધી ઈન્ડસ્ટ્રીમાં ટકેલા છે. પરંતુ ગોવિંદાની ફિલ્મો હવે પડદા પર રિલીઝ થતી નથી. જોકે ગોવિંદાને ચાહવા વાળા આજે પણ ઘણા લોકો છે. પરંતુ તેમને ફિલ્મો મળતી નથી. તેની પાછળ અમુક ખાસ કારણો છે જેના લીધે હવે ગોવિંદા પડદા પર જોવા મળતા નથી.

એક જમાનાના સુપરસ્ટાર હતા ગોવિંદા

એક સમય એવો હતો કે જ્યારે ગોવિંદા માટે કહેવામાં આવતું હતું કે જો તેમની ફિલ્મો રિલીઝ ના થાય તો ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે. આ વાત પરથી જ તમે અંદાજો લગાવી શકો છો કે ગોવિંદાનો રૂઆબ કેવો હશે. વળી આજે સમય એવો છે કે શાહરૂખ, સલમાન, અક્ષયની ફિલ્મો પડદા પર ધમાલ મચાવી રહી છે. બીજી બાજુ ગોવિંદાને ફિલ્મો પણ મળતી નથી. એક સમય એવો પણ હતો જ્યારે ગોવિંદાની આગળ-પાછળ ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની લાઈનો લાગી રહેતી હતી. પરંતુ ઘણીવાર સફળતાની ચમક વ્યક્તિની આંખો પર એવી પટ્ટી બાંધી દે છે કે એમન પોતાનું ભવિષ્ય દેખાતું નથી અને કંઇક એવું જ ગોવિંદા સાથે પણ થયું. તમને જણાવી દઈએ ગોવિંદાની અમુક એવી ભૂલોના વિશે કે જેના લીધે તેમનું કરિયર ખતમ થઈ ગયું.

સમયની કદર ના કરી

ગોવિંદા ૯૦ ના દશકના સુપરસ્ટાર હતા. એમનો જાદુ ૨૧મી સદીની શરૂઆત સુધી રહ્યો હતો. તેમના દ્વારા કરવામાં આવેલી બધી જ ફિલ્મો સુપરહિટ થતી હતી. ગોવિંદા વિશે એવું કહેવામાં આવે છે કે તે શૂટિંગ પર હંમેશા મોડા આવતા હતા. જેના કારણે ફક્ત ક્રું મેમ્બર્સને જ નહી પરંતુ ફિલ્મના નિર્દેશક અને કો-સ્ટારને પણ ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. ગોવિંદાને ઘણીવાર આ વિશે સમજાવવામાં પણ આવ્યા હતા પરંતુ ગોવિંદા સમજયા નહી. જેના કારણે ઘણા ડાયરેક્ટર અને નિર્દેશક તેમનાથી પરેશાન રહેવા લાગ્યા. ધીરે ધીરે નિર્દેશકોએ તેમને પોતાની ફિલ્મોમાં લેવાની મનાઈ કરી દીધી અને સમયસર આવતા ના હોવાથી તેમના હાથમાંથી ઘણી ફિલ્મો જતી રહી.

ડેવિડ ધવન સાથે ઝઘડો

બોલિવૂડમાં ખૂબ જ ઓછા એવા ડાયરેક્ટર અને અભિનેતાઓની જોડી બની જે સુપરહિટ હોય અને તે જોડી હતી ડેવિડ ધવન અને ગોવિંદાની. ડેવિડ ધવન અને ગોવિંદાએ એકસાથે ઘણી ફિલ્મો કરી અને તેમની ફિલ્મો જબરદસ્ત હિટ પણ રહેતી હતી. ડેવિડની લગભગ દરેક ફિલ્મમાં ગોવિંદા કામ કરતા હતા અને આ ફિલ્મો દર્શકોને ખુબ જ પસંદ પણ આવતી હતી. પરંતુ બન્નેની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો અને ગોવિંદા ડેવિડ ધવનથી અલગ થઈ ગયા. ત્યાર બાદ ડેવિડ ધવને તેમને કામ આપવાનું બંધ કરી દીધું અને ગોવિંદાનું કરિયર નબળું પડતું ગયું.

દેખાવ પર ધ્યાન ન આપવું

ગોવિંદાની હાઈટ અને પર્સનાલિટી મીડીયમ છે અને તે દિવસોમાં તેમની બોડી હેલ્ધી હતી. આજના સમયમાં જ્યારે સલમાન અને અક્ષય હજુ સુધી પોતાને ફિટ રાખે છે ત્યારે ગોવિંદાએ પોતાના દેખાવ પર ક્યારેય પણ ધ્યાન આપ્યું નહીં. ધીરે ધીરે તે સમય આવી ગયો જ્યારે હીરોના દેખાવને વધારે મહત્વ આપવામાં આવવા લાગ્યું. પરંતુ તેમ છતાં પણ ગોવિંદાએ પોતાને ફિટ રાખ્યા નહી. જેના કારણે તેમણે પોતાનો હીરો વાળો લુક ખોઈ નાખ્યું અને તેમના હાથમાંથી ફિલ્મો એક પછી એક નીકળતી રહી. આ કારણોના જ લીધે ગોવિંદાનું કરિયર ખતમ થઈ ગયું અને સમય પહેલાં જ તે લોકોની નજરોમાંથી ગાયબ થઇ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *