એક કૂતરું દરરોજ બારીની બહાર જોતું રહેતું હતું, બાદમાં માલિકને જાણ થઈ આ વિચિત્ર વાત

પ્રાણી. ખાસ કરીને કૂતરાઓની સૂંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોય છે. તે કોઈપણ ખતરાને પોતાની તરફ આવતો જોઈને પહેલા જ ભસવા લાગે છે. વળી આજે અમે તમને એક એવા કુતરાની કહાની જણાવીશું જેમણે પોતાના ઘરની માલિકને મોટા ખતરાથી બચાવી લીધી. આ કહાની છે એમ્બરના કુતરા બિલની. બિલ એક ખૂબ જ સમજદાર કૂતરો હતો. પરંતુ પાછલા ઘણા દિવસથી તે સતત બારીની બહાર ઘુરીને જોઈ રહ્યો હતો.

Advertisement

આખરે બારીની બહાર એવું તો શું હતું જેના લીધે બિલ બે કલાક સુધી એકી નજરે ઘુરતો રહેતો હતો. આ વાત એમ્બરને અંદરથી ખૂબ જ પરેશાન કરી રહી હતી. તે જ્યારે પણ સત્યને જાણવા માટે તે બારીની બહાર જોતી હતી તો તેમને પાડોશીના ઘરનો કેમેરો જોવા મળતો હતો. પરંતુ જ્યારે એમ્બર ને સત્યની જાણ થઈ તો તે ઈચ્છવા છતાં પણ વિશ્વાસ કરી શકી નહી.

જો કે કુતરાઓ તો ઘણીવાર બારીની બહાર જોતા જ હોય છે તે સ્વાભાવિક વાત છે. પરંતુ બિલનો વ્યવહાર કંઇક અટપટો લાગી રહ્યો હતો. તે બિમાર પણ હતો નહી અને પોતાનું ભોજન પણ યોગ્ય રીતે કરતો હતો. પરંતુ જ્યારે પણ એમ્બર ઘરનાં કામોમાં વ્યસ્ત રહેતી તો તે કલાકો સુધી બારીની બહાર જોતો રહેતો હતો. આખરે બારીમાં એવું તો શું હતું જેના લીધે બિલ ત્યાંથી ખસવા માટે પણ તૈયાર નહોતો ? આ સવાલ એમ્બરને અંદરને અંદર જ ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો. આખરે તેમણે એક દિવસ આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો નિર્ણય કરી લીધો.

એકવાર બિલ તે બારીની બહાર જોઈ રહ્યો હતો. ત્યારે એમ્બરે તેમને ફરવાના બહાને બહાર લઈ જવાની કોશિશ કરી. પરંતુ બિલે બહાર જવાનો વિરોધ કર્યો અને ત્યાં જ એકિટકે જોતો રહ્યો. આખરે આ બધું શું ચાલી રહ્યું હતું એમ્બર પણ આ બધું જોઈને આશ્ચર્યમાં હતી. આ રહસ્યને જાણવા માટે એક દિવસ એમ્બરે પોતાની ઓફિસમાંથી રજા લઇ લીધી અને ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો કારણ કે તે બિલની હરકત પર નજર રાખી શકે. ત્યારે જ તેમને એક અવિશ્વસનીય ચીજ વિશે જાણ થઈ.

જ્યારે એમ્બર ટીવી જોઈ રહી હતી ત્યારે બિલ બારીની બહાર જોઈ રહ્યો હતો. ત્યારે એમ્બરે નોટિસ કર્યું કે બારીની સામે વાળા પાડોશીના ઘરમાં એક બિલાડી રૂમની બારી પર બેસીને બિલની તરફ જોઈ રહી હતી. પરંતુ કુતરા અને બિલાડી તો એકબીજાના દુશ્મન હોય છે. તેવામાં સતત બે કલાક સુધી આખરે તે બંને એકબીજાને આવી રીતે કઈ રીતે જોઈ શકે ? પાડોશીના ઘરે જઈને એમ્બરે જોયું કે તે બિલાડી પણ દૂર બેસીને બિલની તરફ ઘૂરી રહી હતી.

બંનેને જોઈને તે વાત તો સ્પષ્ટ હતી કે કઈક વાત તો હતી જેના કારણે તે બંને આટલા સમયથી એકબીજાને એકી નજરે જોઈ રહ્યા હતા. પરંતુ ફરક બસ એટલો જ હતો કે આ બિલાડી બિલને છુપાઈને જોઈ રહી હતી. આ પાડોશીના ઘરમાં એક વૃદ્ધ માણસ એકલો રહેતો હતો. ગભરાવવા છતાં પણ એમ્બરે તે ઘરના દરવાજાને ખખડાવ્યો. આ વૃદ્ધ માણસે દરવાજો ખોલતા જ એમ્બરે તેમને એક સવાલ પૂછ્યો. જેમનો જવાબ આપતા તે વૃદ્ધ એ જણાવ્યું કે તેમની બિલાડી પણ ઘણા કલાકો સુધી આવી રીતે જ બારી પર બેસીને બહાર જોતી રહે છે. જોકે બિલ અને આ બિલાડી બંને ક્યારેય પણ એકબીજા સાથે મળ્યા ના હતા તેથી આ વાત એમ્બર ને થોડી અજીબ લાગી રહી હતી.

ત્યારે જ બે ઘરની વચ્ચે બનાવેલ એક થાંભલો તેમનું ધ્યાન આકર્ષિત કરે છે. તેના પર રાખવામાં આવેલ ૮૦ કિલોની ફૂલદાની પડીને ટુટી જાય છે. આખરે તે ફૂલદાની કઈ ચીજ સાથે ટકરાઈને પડી તે વાત એમ્બરને પરેશાન કરી રહી હતી. તેને એવું લાગ્યું કે લગભગ કોઈ ચોર હતો જે તેમના ઘર પરથી જરૂરિયાતની ચીજો ચોરી કરીને ભાગી રહ્યો હતો અને બાદમાં તે થાંભલા સાથે ટકરાવવાથી તે ફૂલદાની નીચે પડી ગઈ હશે અને લગભગ તે એ જ ચોર હતો જેને રોજ બિલ અને પાડોશીની બિલાડી એકી નજરે ઘૂરતા રહેતા હતા. એમ્બરે તરત જ પોલીસને જાણ કરી કે તેમના ઘરે કોઈ અજાણી વ્યક્તિ ઘૂસી આવ્યો હતો તેથી તે જલદીથી ઘરે પહોંચે.

પરંતુ જ્યારે પોલીસે આવીને તપાસ કરી તો ત્યાં તેમને કોઇ નિશાન કે સાબિતી મળી નહી. ત્યારે જ બિલ અને પાડોશીની બિલાડી ઘર પરથી ઝડપથી ભાગીને બહાર જંગલની તરફ નીકળી ગયા. એમ્બર અને પાડોશી બંને પોતપોતાના પેટ્સનો પીછો કરતા જંગલના રસ્તે પહોંચી ગયા. ત્યાં જઈને એમણે જોયું કે બિલ એક જગ્યાએ સ્થિર બેસેલ છે. તેને સ્પષ્ટ રૂપમાં કંઈક જોવા મળતું હતું. તેને દૂરથી પડછાયામાં એક મોટો માણસ લાગી રહ્યો હતો. પરંતુ હકીકતમાં તે કોઈ માણસ નહીં પરંતુ એક વિશાળ ગ્રીજલી ભાલું હતું. જે દૂરથી જ બૂમો પાડતું આગળ વધી રહ્યું હતું.

ગ્રિજલી કોઈ નાનું ભાલું  નહીં પરંતુ ખૂબ જ ખતરનાક ભાલું હોય છે. ત્યારે જ બિલ અને પાડોશીની બિલાડી પોતપોતાના અવાજમાં બૂમો પાડવા લાગે છે. હકીકતમાં આ ભાલુને ઇજા થઇ હતી. થોડા સમયથી વાતાવરણ ખરાબ હોવાથી એક વૃક્ષ આ ભાલુના પગ ઉપર પડી ગયું હતું જેના કારણે તેને ઈજા પહોંચી હતી અને તે ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો. ત્યારે જ એમ્બરે પ્રાણી સુરક્ષા કેન્દ્રને આ મામલાની જાણકારી આપીને ત્યાં બોલાવી લીધા હતા અને તે બિલને ઘરે લઈને પરત જતી રહી.

પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જો તે ભાલુ જંગલમાં હતો તો બિલ આખરે ઘરની બારીમાંથી રોજ કઈ ચીજને ઘુરતો હતો ? ત્યારે જ ઘરના ભોયરામાંથી એમ્બરને વિચિત્ર અવાજ સાંભળવા મળ્યો. તે દોડીને ત્યાં પહોંચી તો તેમને ત્યાં એક માદા ભાલુ જોવા મળ્યું. તે એકલી ન્હોતી. તેમણે પોતાના પગમાં બે નાના રીંછના બચ્ચાને આશ્રય આપ્યો હતો. જે એક ડબ્બામાંથી બીન્સ કાઢીને ખાઈ રહ્યા હતા. એટલે કે ઘાયલ રીંછ એકલું અહીંયા નહોતું આવ્યું પરંતુ માદા રીંછ પણ પોતાના નાના બચ્ચાઓને જન્મ આપ્યા બાદ ભોજન શોધવા માટે અહીંયા રોજ આવતું હતું.

ત્યારે જ એમ્બરે સુરક્ષા સેવા વાળાઓને ફોન કર્યો અને તે લોકો તે માદા સહિત તેમના બાળકોને પણ સાથે લઈ ગયાં. નર ભાલુનું નામ તેમણે બોરિસ રાખી દીધું હતું. બોરિસ હવે ઠીક થઈ રહ્યો હતો અને તેમને રહેવા માટે એક નવું ઘર પણ મળી ગયું હતું. એમ્બર અને બિલ બોરિસના પરિવારને મળવા માટે ઘણીવાર આવતા હતાં.

Advertisement