એક મહિનામાં જ ફાંદ અંદર કરવી હોય તો અપનાવો પપૈયાનો આ ડાયટ પ્લાન

વજન વધારવું જેટલું સરળ હોય છે તેનાથી ઘણું મુશ્કેલ વજન ઘટાડવું હોય છે. વજન ઘટાડવા માટે ખૂબ જ એક્સરસાઇઝ કરવી પડતી હોય છે અને યોગ્ય ડાયટ પ્લાનનું પણ પાલન કરવું પડે છે. જો તમે વજન ઘટાડવામાં માંગતા હોય તો તમે તમારા ડાયેટ પ્લાનમાં પપૈયાની જરૂર સામેલ કરો. પપૈયાનું સેવન કરવાથી શરીરમાં જામેલી ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે અને વજન એક મહિનામાં જ ઘટવાનું શરૂ થઈ જાય છે.

પપૈયું કઈ રીતે કરે છે ઘટાડે છે વજન

પપૈયાની અંદર ઘણા એવા તત્વ મળી આવે છે જે ચરબીને ઓછું કરવાનું કાર્ય કરે છે. તેના સિવાય તેનું સેવન કરવાથી પાચનક્રિયા પણ યોગ્ય જળવાઈ રહે છે અને તમને વધારે ભૂખ પણ લાગતી નથી. પપૈયાની જેમ જ તેમના બી પણ વજન ઓછું કરવામાં સહાયક હોય છે અને તેના બી ખાવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝમ પણ કંટ્રોલમાં રહે છે. પપૈયા પર કરવામાં આવેલા ઘણા અધ્યયનનો માં એવું પણ જાણવા મળ્યું છે કે પપૈયાના બી ખાવાથી ચરબી ઓછી થવા લાગે છે અને પેટ સાથે જોડાયેલી ઘણી બીમારીઓમાંથી પણ રાહત મળે છે.

આ રીતે કરો પપૈયાનું સેવન

વજન ઘટાડવા માટે તમારે દરરોજ પપૈયું ખાવું જોઈએ. તેને ખાવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તમે ઓવર ઇટીંગથી બચી શકો છો. વળી પપૈયાનું સેવન કઈ રીતે કરવું જોઈએ અને તેનો ડાયટ પ્લાન શું હોવો જોઈએ તેની જાણકારી આ પ્રકારે છે.

નાસ્તો

તમારે સવારે નાસ્તામાં દૂધ અને એક વાટકી પપૈયાનું સેવન કરવું જોઈએ. તેને ખાવાથી તમારા શરીરને ઊર્જા મળશે અને પાચનતંત્ર પણ યોગ્ય રહેશે. તમારે પહેલા એક વાટકી પપૈયું ખાવું અને તેની ૧૫ મિનિટ પછી મલાઈ વગરનું દૂધ પીવું. તમે ઈચ્છો તો દૂધની સાથે ઈંડુ પણ ખાઈ શકો છો. પરંતુ તમે ઈંડાને બાફીને જ ખાશો તો વધારે સારું રહેશે.

બપોરનું ભોજન

તમે લંચમાં બે રોટલી અને એક વાટકી દાળ અથવા તો બાફેલું શાક ખાવું. આ ચીજોનું સેવન કર્યાનાં અડધા કલાક પછી તમે એક ગ્લાસ પપૈયાનું જ્યુસ પી લો. જો તમે ઈચ્છો તો જ્યુસ પીવાની જગ્યાએ પપૈયાને કાપીને ખાઈ પણ શકો છો.

રાતનું ભોજન

રાતે તમારે એકદમ હળવું ભોજન લેવું અને બની શકે તો ફક્ત સૂપ જ પીવું. સૂપ પીધા ના અડધા કલાક પછી તમે પપૈયું કાપીને ખાઈ લો.

પપૈયાનો ડાયટ પ્લાન એક મહિના સુધી ખૂબ જ સારી રીતે ફોલો કરવાથી તમારું વજન સરળતાથી ઓછું થવા લાગશે અને ફાંદ અંદર જતી રહેશે. આ ડાયટ પ્લાનનું પાલન કરવાની સાથે સાથે તમારે નીચે જણાવવામાં આવેલી ચીજોનું બિલકુલ પણ સેવન કરવું નહિ.

  • ચોખા (રાઈસ)નું સેવન બિલકુલ પણ ના કરવું. કારણકે ચોખા (રાઈસ) ખાવાથી ભૂખ વધારે લાગે છે અને આવું થવા પર વજન વધી જાય છે.
  • બહારનું ભોજન બિલકુલ પણ કરવું નહિ.
  • વધારે ભૂખ લાગવા પર ફક્ત સુગર ફ્રી બિસ્કીટ જ ખાવા.
  • પિઝા, બર્ગર જેવી ચીજોનું ભૂલમાં પણ સેવન કરવું નહી. તેને ખાવાથી તમારું વજન ખૂબ જ વધી જશે.
  • મીઠી ચીજો જેવી કે મીઠાઈ, ચોકલેટ વગેરેનું સેવન પણ બિલકુલ કરવું નહિ.