એક મિનિટની એડ કરવાના આટલા કરોડ રૂપિયા વસૂલે છે વિરાટ-અનુષ્કા, રકમ એટલી મોટી કે આપણી ૭ પેઢી ઘરે બેસીને જીવન પસાર કરી શકે

બોલિવુડ અને ક્રિકેટનાં સિતારાઓની જોડી ઘણા દશકોથી બનતી આવી રહી છે. તેમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સૌથી ફેમસ મેરીડ કપલ છે. બંનેએ વર્ષ ૨૦૧૭માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. લોકો બંનેને “વિરુષ્કા” કહીને બોલાવે છે.

એડ શૂટ પર થઈ હતી પહેલી મુલાકાત

અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત એક શેમ્પૂની એડની શુટમાં થઈ હતી. તે વર્ષ ૨૦૧૩ની વાત છે જ્યારે વિરાટ કોહલી પહેલીવાર અનુષ્કાને મળ્યા હતા. વિરાટે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનુષ્કાને મળ્યા બાદ તે ખૂબ જ નર્વસ હતાં. આ દરમિયાન એક રસપ્રદ કિસ્સો પણ બન્યો હતો. અનુષ્કા જ્યારે એડમિશન માટે સેટ પર આવી હતી તો તેમણે હાઇ હિલ્સ પહેર્યા હતા. જેના લીધે તે વિરાટથી હાઈટમાં લાંબી લાગી રહી હતી.

વિરાટે અનુષ્કાને કહ્યું હતું સોરી

અનુષ્કાને આ હાઈ હિલ્સમાં જોઈ વિરાટે કહ્યું કે, તમને કોઈએ જણાવ્યું નહી કે મારી હાઇટ ૬ ફીટ છે. તમારે આ હાઇ હિલ્સ પહેરવા ના જોઈએ. આ વાત સાંભળીને અનુષ્કા આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી, “એક્સક્યુઝ મી”. ત્યારબાદ વિરાટને પોતાની ભૂલનો એહસાસ થયો. તેમણે વિચાર્યું કે મારે આવું ના બોલવું જોઈએ. ત્યારબાદ તેમણે અનુષ્કાને સોરી કહ્યું હતું.

મિત્રતા બદલાઈ ગઈ પ્રેમમાં

અનુષ્કા અને વિરાટની એડ શૂટ ત્રણ દિવસો સુધી ચાલી. ખૂબ જ જલ્દી તે બંને સારા મિત્રો પણ બની ગયા. એડ બાદ પણ બંનેની મિત્રતા જળવાઈ રહી. ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો અને અંતમાં બન્નેએ લગ્ન કરી લીધા. હાલના દિવસોમાં અનુષ્કા શર્મા ગર્ભવતી પણ છે. વિરુષ્કા ખૂબ જ જલ્દી માતા-પિતા બનશે.

સાથે એડ કરવાના લે છે આટલા રૂપિયા

અનુષ્કા અને વિરાટને આપણે બધા જ એકસાથે ઘણી એડમાં જોઈ ચૂક્યા છીએ. તે એક સાથે વિજ્ઞાપનમાં નજર આવવાના કરોડો રૂપિયા માંગે છે. મૈન્ત્રાથી લઈને માન્યવર સુધી તેમની બધી જ વિજ્ઞાપન પણ ખૂબ જ પોપ્યુલર છે. સૂત્રોનું માનીએ તો અનુષ્કા અને વિરાટ સાથે એડ કરવાના ૧૦ કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે. હકીકતમાં છેલ્લે જ્યારે તે બંને મૈન્ત્રાની એક એડમાં જોવા મળ્યા હતા તો તેમણે તેમના માટે ૧૦ કરોડ રૂપિયા ચાર્જ વસુલ કર્યો હતો.

જાન્યુઆરીમાં બનશે માતા-પિતા

જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જાન્યુઆરી ૨૦૨૧ માં માતા-પિતા બનશે. આ વાતની જાણકારી અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.