એક નંબરના ખાઉધરા હોય છે આ ૫ રાશિવાળા લોકો, નંબર ૪ તો અડધી રાતે ઊઠીને પણ ખાઈ લેતા હોય છે

ખાવા-પીવાનું આમ તો બધા જ લોકોને પસંદ હોય છે પરંતુ અમુક લોકો જીવવા માટે ખાતા હોય છે તો અમુક લોકો ખાવા માટે જીવતા હોય છે. અમુક લોકો તો એવા પણ હોય છે જે ફક્ત એટલું જ ભોજન ગ્રહણ કરતા હોય છે જેટલી તેમને જરૂર હોય છે. તો અમુક લોકો જરૂરથી વધારે ખાવામાં પણ અચકાતા નથી.

ત્યારબાદ એક એવી કેટેગરી આવે છે જેમાં લોકોને જંક ફૂડ એટલે કે તળેલું ભોજન ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ઠાંસી ઠાંસીને ખાતા હોય છે તેવામાં આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના અનુસાર બાર રાશિઓ માંથી પાંચ રાશિઓ વિશે જણાવીશું જે ખાવાપીવાના ખૂબ જ શોખીન હોય છે.

મેષ રાશિ – તીખું અને મસાલેદાર ના શોખીન

આ રાશિનું તત્વ અગ્નિ હોવાના કારણે તેમના જાતક જોશ, ઊર્જા અને ઉગ્ર સ્વભાવવાળા હોય છે. જેના કારણે તે ગરમ, તીખું અને મસાલેદાર ભોજન વધારે પસંદ કરતા હોય છે. તે ગુસ્સે થવા પર કે ખુશ થવા પર વધારે ખાય છે. તે દિવસભર ખાવાના વિશે જ વિચારતા હોય છે. તેઓને નાસ્તો ખૂબ જ પસંદ હોય છે.

વૃષભ રાશિ – મીઠી વસ્તુના શોખીન

તેમની રાશિનું તત્વ પૃથ્વી છે. તે ભોજનનો સ્વાદ અને આનંદ લઈને ખાવાનું પસંદ કરે છે. તેમની મીઠી વસ્તુ અને સલાડ વધારે પસંદ હોય છે. તે ભોજનમાં ખામીઓ પણ ખૂબ જ કાઢતા હોય છે. તેમને સુંદરતા ની સાથે પીરસવામાં આવેલ ભોજન વધારે પસંદ આવે છે. તેમને ખોરાકનો બગાડ થાય તે પસંદ હોતું નથી.

સિંહ રાશિ – જંક ફૂડના શોખીન

તેમનું તત્વ અગ્નિ હોવાને લીધે તે ગરમ સ્વભાવના હોય છે તે બજારનું જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. જ્યારે તે ઘરની બહાર નીકળે છે ત્યારે રસ્તામાં કંઈક ને કંઈક જંગફુડ જરૂર ખાઈ લેતા હોય છે. જોકે તેમને ઘર પર તેમની માતા ના હાથનું ભોજન પણ ખૂબ જ પસંદ હોય છે.

તુલા રાશિ – ખાવા માટે હંમેશા તૈયાર

તેમનું તત્વ વાયુ છે. જેના કારણે જો તેમને તમે અડધી રાતે પણ ખાવાનું આપો તો તે તૈયાર જ હોય છે. તેમની રાત્રે ઘણીવાર ભૂખ લાગતી હોય છે. તેમને મસાલેદાર ભોજન કર્યા બાદ મીઠી વસ્તુ ખાવી પસંદ હોય છે. તે જ્યારે પણ ફ્રી હોય છે અથવા તો બોર થતા હોય છે તો ખાવાનું જ તલાશ કરતા હોય છે. તે દિવસે કે રાત્રે કોઈપણ સમયે ઠાંસી ઠાંસીને જ ખાતા હોય છે.

મીન રાશિ – એકાંતમાં ખાવાનું પસંદ કરે છે

તેમનું તત્વ જળ હોવાના કારણે તે બધાની સામે ખાવાનું પસંદ કરતા નથી. તેમને એકાંતમાં શાંતિથી ભોજન ગ્રહણ કરવું પસંદ હોય છે તે ખાવાની ચીજ ની એક લિસ્ટ બનાવીને રાખે છે ત્યારબાદ સમય સમય પર આ ભોજનને બનાવતા રહે છે જો કે તેમને જાતે પણ ભોજન બનાવવું ખૂબ જ પસંદ છે તે ભોજન બનાવવામાં બીજા લોકોની મદદ પણ કરતા હોય છે ખાવા-પીવા ને લઈને તેમની પાસે ખૂબ જ જ્ઞાન હોય છે. તેમની પાસે સારી કુકિંગ ટિપ્સ પણ હોય છે.