“એક રાત મારી સાથે સુઈ જઈશ તો જ આપીશ કામ”, આ ડાયરેક્ટરે રાખી શરત, જાણો બાદમાં એક્ટ્રેસે શું કર્યું

કાસ્ટિંગ કાઉચ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ જૂનો સંબંધ છે. ટીવીની દુનિયામાં પણ આ ચીજ કોઈ નવી નથી. ખાસ કરીને જે લોકોનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ હોતું નથી અને જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવવા માટે સંઘર્ષ કરતા હોય છે, તેમની સાથે કાસ્ટિંગ કાઉચ જેવી ઘટનાઓ વધારે થાય છે. “દિલ તો હેપ્પી હૈ જી” ફેમ ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટ ની કહાની પણ કંઈક આવી જ છે.

ડોનલ બિષ્ટ એ હાલમાં જ પોતાના સંઘર્ષના દિવસોને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે એકવાર એક ફિલ્મમાં રોલ ઓફર કરવાના બદલે ડાયરેક્ટરે પોતાની સાથે સુવાની શરત રાખી દીધી હતી. આ હવસનો પુજારી ડાયરેક્ટર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હતો.

તેમના વિશે વિસ્તારથી વાત કરતા ડોનર જણાવે છે કે એક શો માટે તેમને પસંદ કરવામાં આવી હતી. પૈસા અને તારીખ બંને નક્કી થઈ ગઈ હતી પરંતુ બાદમાં અચાનકથી તેમને આ પ્રોજેક્ટમાંથી કાઢી નાખવામાં આવી અને તેમને કહેવામાં આવ્યું કે તેમની જગ્યાએ કોઈ અન્ય અભિનેત્રીની જરૂર છે. આ ઘટના બાદ તેમણે અને તેમના પરિવારના લોકોએ વિચાર્યું કે મુંબઈમાં કોઈ ભરોસાને લાયક નથી. બધા જ ખોટા છે.

જો કે પોતાની એક્ટિંગના પ્રત્યે ધગશ અને મહેનતના લીધે તેમણે હિંમત હારી નહી અને પોતાની જગ્યા બનાવી. આ દરમિયાન એકવાર તે ઓડીશન્સ રહી હતી પરંતુ તે તેમના માટે એક ખરાબ સપના જેવું બની ગયું. એક સાઉથ ફિલ્મ મેકર્સે તેમને એક રોલ ના બદલામાં સાથે સુવાની શરત રાખી.

ફિલ્મ મેકર ની આ ગંદી માંગણી સાંભળીને ડોનરને ખૂબ જ ગુસ્સો આવી ગયો. તેમણે ડાયરેક્ટની ફરિયાદ પોલીસમાં કરી. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મહેનત અને ટેલન્ટના દમ પર કામ મેળવવા માંગતી હતી. તે ખરાબ કામ કરીને કોઈ રોલ મેળવવા માંગતી ના હતી. તેમણે પોતાના પર વિશ્વાસ રાખ્યો અને મહેનત કરતી રહી. તે પોતાના કામની પૂજા કરતી હતી.

તેમની આ વિચારસરણીએ તેમને આગળ વધવામાં ખૂબ જ મદદ કરી. હવે વર્તમાન સમયમાં તેમની મહેનતનું ફળ તેમને મળી રહ્યું છે. તેમને આપણે “રૂપ મર્દ કા નયા સ્વરૂપ”, “દિલ તો હેપ્પી હૈ જી” અને લાલ ઇશ્ક જેવી સિરિયલમાં જોઈ ચૂક્યા છીએ. તે ચિત્રહાર નામના રિયાલિટી શો પણ હોસ્ટ કરી ચૂકી છે. તે ૨૬ વર્ષની છે અને પોતાના કરિયરમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.