એક સમયે ૨૦૦ કિલો વજન ધરાવતા ગણેશ આચાર્ય આજે આ રીતે ૯૮ કિલો વજન ઘટાડીને બની ગયા ફિટ

મેદસ્વીપણું એક એવી ચીજ છે જેનાથી પૂરી દુનિયામાં ઘણા લોકો પરેશાન રહે છે. જાડા લોકોને સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો તો કરવો જ પડતો હોય છે પરંતુ સાથે સાથે સમાજના લોકો પણ તેમને ટોણા મારતા રહેતા હોય છે. મિત્રો-સંબંધીઓથી લઈને અજાણ્યા લોકો સુધી દરેક લોકો તેમની મજાક ઉડાવતા હોય છે. તેવામાં નિરાશ થવાનું કે કંઈ ના કરવાથી સારું છે કે તમે પોતાના વધતા વજનને ઓછું કરો.

હવે વજન ઘટાડવા વિશે તો બધા જ લોકો વિચારે છે પરંતુ તે લેવલની મહેનત ખૂબ જ ઓછા લોકો કરી શકતા હોય છે. બોલિવૂડના મશહૂર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય એક એવા વ્યક્તિ છે, જેમણે પોતાની મહેનત અને દ્રઢ નિશ્ચયના દમ પર ૯૮ કિલો વજન ઘટાડ્યું છે. પહેલા તેમનું વજન ૨૦૦ કિલો હતું.

ગણેશ આચાર્યની વેઇટ લોસ જર્ની ને જોઈને ઘણા લોકોના મનમાં એવો વિચાર જરૂર આવ્યો હશે કે આટલા જાડા માણસે આખરે આટલો બધુ વજન કઈ રીતે ઘટાડ્યું હશે. તેના વિશે ગણેશ આચાર્ય એ હાલમાં જ “ધ કપિલ શર્મા શો” માં જણાવ્યું છે. તેમણે કહ્યું કે મારું વજન ઓછું કરવામાં ટ્રેનર અજય નાયડુએ મોટી ભૂમિકા નિભાવી છે. તેમની દેખરેખ હેઠળ જ મારા વજનમાં આટલો ઘટાડો આવ્યો છે. તે પોતાના લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ હતા. મારું વજન ઘટાડવા માટે તેમણે પણ ખૂબ જ મહેનત કરી છે.

પોતાનું વજન ઘટાડવાના વિશે કોરિયોગ્રાફર ગણેશ જણાવે છે કે, શરૂઆતમાં મારા માટે તે ખૂબ જ મુશ્કેલ કામ હતું. મને તરવાની યોગ્ય રીત શીખવવામા પણ ૧૫ દિવસ જેટલો સમય લાગી ગયો હતો. બાદમાં ટ્રેનર અજય નાયડુ એ ધીમે ધીમે મને પાણીની અંદર ક્રંચેજ કરવાનું શીખવ્યું. તેના સિવાય હું દરરોજ ૭૫ મિનિટ સુધી ૧૧ એક્સરસાઇઝ કરતો હતો, આવી રીતે મેં ૯૮ કિલો વજન ઓછું કરી લીધું હતું.

વજન ઓછું કરવાનો ફાયદો ગણેશ આચાર્યને ડાન્સમાં પણ મળ્યો. સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકેલા ગણેશ આચાર્ય જણાવે છે કે, વજન ઓછું થતાં જ ડાન્સ કરવામાં મને ખૂબ જ મજા આવવા લાગી. પહેલા મારું વજન વધારે હતું તો ડાન્સ કર્યા બાદ ખૂબ જ જલદી થાકી જતો હતો. જોકે વજનમાં ઘટાડો થયા બાદ હવે હું બે ગણી એનર્જી સાથે ડાન્સ કરું છું. મારા કપડાઓની સાઈઝ લેવલ પણ 7XL પરથી L પર આવી ગઈ.

વર્તમાન સમયમાં ગણેશ આચાર્ય ખૂબ જ ફીટ છે. તેમણે ૯૮ કિલો વજન ઓછું કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. તેમની એક્સરસાઇઝ અને વર્કઆઉટ નિયમિત રહેતી હતી. તેમણે ક્યારેય પણ તેમાં ઢીલ છોડી નથી. પોતાની ખાણીપીણી પર પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે. આજે તેમની વેઇટ લોસ જર્ની ઘણા જાડા લોકો માટે પ્રેરણારૂપ છે.