એક સમયે અમિતાભ બચ્ચનને ધોવા પડ્યાં હતાં કરીના કપુરનાં પગ, કારણ જાણીને તમને પણ લાગશે જોરદાર ઝટકો

અમિતાભ બચ્ચન ભારતીય ફિલ્મ અભિનેતા, ટીવી એન્કર અને ફિલ્મ નિર્માતા છે. અમિતાભ બચ્ચન મુખ્ય રૂપથી બોલીવુડ ફિલ્મોમાં કામ કરે છે. લોકો તેમને શહેનશાહ, બિગ-બી અને બીજા પણ ઘણા નામોથી જાણે છે. તે માત્ર આ નામો થી જ જાણીતા નથી પરંતુ તેમના કર્મ પણ શહેનશાહ વાળા છે. તો ચાલો આજે અમે તમને તેમનાં એક કિસ્સા વિશે જણાવી દઈએ.

Advertisement

અમિતાભ બચ્ચન ૭૯ વર્ષનાં થઈ ચુક્યા છે અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં હજુ પણ પોતાની દમદાર એક્ટિંગથી પોતાનાં ફેન્સનું દિલ જીતી લે છે. તેમને લોકો પોતાનાં રોલ મોડલ  પણ માને છે અને જીવનમાં એકવાર મળવાની ઈચ્છા પણ જરૂર રાખે છે. બધા જાણે છે કે અમિતાભજી નો સ્વભાવ એકદમ શાંત અને સરળ છે પરંતુ શું તમે જાણો છો કે કરીના કપુરે તેમનાં વિશે ખોટી ધારણા બાંધી લીધી હતી. તે અમિતાભજી ને એક ખરાબ વ્યક્તિ સમજી રહી હતી. તો ચાલો તમને જણાવી દઈએ કે આખરે એવું તો શું થયું હતું.

અમિતાભ બચ્ચને કરીના કપુરનાં પગ શા માટે ધોયા હતાં?

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કરીના કપુર રણધીર કપુરની દિકરી છે તો આ કિસ્સો પણ રણધીર કપુર, અમિતાભ બચ્ચન અને કરિના કપુર સાથે જોડાયેલો છે. તે સમયે કરિનાએ અમિતાભ પ્રત્યે ખોટી ધારણા બાંધી લીધી હતી અને તેમનાથી ગભરાય પણ ગઈ હતી. માત્ર એટલું જ નહી બિગ-બી ને કરીનાનાં પગ પણ ધોવા પડ્યા હતાં. આ કિસ્સાની અમિતાભ બચ્ચને પોતે પોતાનાં બ્લોગ દ્વારા ફેન્સને જાણકારી આપી હતી.

તેમણે લખ્યું હતું કે, “તેમણે કરીના કપુરનાં પગ પોતે જ ધોયા હતાં કારણકે તે ખુબ જ ગભરાય ગઈ હતી અને રડી રહી હતી”. આ કિસ્સો ૮૦ નાં દશકનો છે ત્યારે કરીના કપુર ખુબ જ નાની હતી. તે દિવસોમાં અમિતાભ બચ્ચન અને રણધીર કપુર એટલે કે કરીના કપુરનાં પિતા એકસાથે “પુકાર” ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતાં. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રણધીર કપુરે એક સીન ફિલ્માવવાનો હતો, જેમાં બિગ-બી એ રણધીર કપુરને મારવાનાં હતાં.

જ્યારે આ સીન સેટ પર શુટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે કરીના કપુર પણ ત્યાં હતી. કરિના કપુરને ખબર નહોતી કે શુટિંગ સમયે જે ફાઇટ થાય છે, તે નકલી હોય છે અને તે સમયે તે નાની હતી. તો આ કારણે બિગ-બી અને રણધીર કપુરની નકલી ફાઇટને તેમણે સાચી સમજી લીધી. પોતાનાં પિતાને માર ખાતા જોઇને તે ખુબ જ ગભરાય ગઈ હતી.

તે પોતાનાં પિતાને મારતા ખાતા જોઈને અમિતાભ બચ્ચનને ખરાબ વ્યક્તિ સમજવા લાગી હતી. જ્યારે આ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો ત્યારે કરીના કપુર પોતાનાં પિતા રણધીર કપુર પાસે ભાગીને આવી અને તેમને ગળે લગાવી લીધા. માત્ર એટલું જ નહીં તે રડવા પણ લાગી હતી. તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તે આ ઘટનાથી ખુબ જ ગભરાય પણ ગઈ હતી. જ્યારે તે ભાગીને પોતાના પિતા પાસે આવી રહી હતી ત્યારે તેના પગ કાદવમાં પડી ગયા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

તેવામાં બિગ-બી એ કરીના કપુરને શાંત કરવાની કોશિશ કરી અને કરીના કપુરનાં પગ પણ ધોયા હતાં. બિગ-બી ના આ પ્રકારનાં વર્તન બાદ કરીના શાંત થઇ ગઇ હતી અને બાદમાં તેમની ગેરસમજણ પણ દુર થઈ ગઈ હતી. ત્યારબાદ કરીના અને બિગ-બી ના સંબંધો પણ સારા થઈ ગયા હતાં. જો વાત કરીએ બિગ-બી અને કરીના કપુરનાં વર્કફ્રન્ટની તો બંનેએ ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે, જેમાં કભી ખુશી કભી ગમ, દેવ અને સત્યાગ્રહ જેવી ફિલ્મો સામેલ છે.

Advertisement