એક સમયે બસ કંડકટર હતા રજનીકાંત, આજે કરોડોની સંપત્તિના છે માલિક, જુઓ પુણેના આલિશાન ઘરની તસ્વીરો

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી મોટા સિતારાનાં રુંપમાં જાણીતા સુપર સ્ટાર રજનીકાંત ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ૭૦ વર્ષના થઈ ચૂક્યા છે. ૧૨ ડિસેમ્બર ૧૯૫૦નાં રોજ બેંગલુરુમાં જન્મેલા રજનીકાંતે પોતાની અદાકારીથી દર્શકોનું હંમેશા દિલ જીતી લીધું છે. એક સમયે બસ કંડકટરની નોકરી કરનાર રજનીકાંત આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે.

જાણકારી અનુસાર તેમના ખજાનામાં કુલ ૩૭૬ કરોડ રૂપિયાની સંપત્તિ છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં રજનીકાંતના શાનદાર બંગલા પણ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતા પહેલા તે શિવાજી રાવ ગાયકવાડ નામથી જાણીતા હતા, બાદમાં તે રજનીકાંત બની ગયા.

રજનીકાંત પોતાના પરિવારની સાથે ચેન્નઈના પોએસ ગાર્ડનમાં પોતાના આલીશાન બંગલામાં રહે છે. જેની કિંમત ૩૫ કરોડ રૂપિયા છે. જોકે તેમનું પુણા વાળું ઘર આ ઘરને ફિક્કું પાડે છે. આજે અમે તમને રજનીકાંતના તેમના પુણે વાળા ઘરની સુંદરતા તસ્વીરોથી બતાવીશું.

સૌથી પહેલાં અમે તમને બતાવી દઈએ દિગ્ગજ અભિનેતાનાં ઘરના બહારનો નજારો. ઘર સંપૂર્ણ રીતે સફેદ રંગમાં ઘેરાયેલું છે. તેમનું આ ઘર દરેક તરફથી હરિયાળીથી ઘેરાયેલું છે.

બહારથી જોવા પર રજનીકાંતનું આ ઘર ખૂબ જ સુંદર અને મનમોહક જોવા મળે છે. મુખ્ય દ્વારથી ઘરમાં પ્રવેશ કરવા સુધીનો રસ્તો પણ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યો છે.

આ છે રજનીકાંતના શાનદાર ઘરનો શાનદાર લિવિંગ રૂમ. હવે તમે જરા વિચારી લો કે તસ્વીરમાં આટલું સુંદર નજર આવી રહ્યો હોય તો અહીંયા બેસવું કેટલું આનંદદાયક હશે. એકસાથે ઘણા લોકોની બેસવાની વ્યવસ્થા છે. રૂમની દિવાલો પણ ઈંટ-પથ્થરની નહી પરંતુ કાચની બનાવેલ છે.

લિવિંગ રૂમની બરાબર પાસે જ શાનદાર ડાઇનિંગ એરિયા બનાવવામાં આવેલ છે. તે પણ ઘરના બાકી હિસ્સાની જેમ ખૂબ જ સુંદર છે. તમે જોઈ શકો છો કે બ્લેક કલરના કાચનું ડાઈનીંગ ટેબલ ખૂબ જ આકર્ષક નજર આવી રહ્યું છે.

આ છે શાનદાર ઘરનો શાનદાર પાર્કિંગ એરિયા. જ્યાં એકસાથે ઘણી ગાડીઓ ઊભી રહી શકે છે.

રજનીકાંતનું પુણે સ્થિત આ ઘર બ્લેક એન્ડ વાઈટ થીમ પર બનાવવામાં આવેલ છે. તેમના ઘરનું રસોઈઘર પણ ખૂબ જ આકર્ષક નજર આવે છે.

રજનીકાંતનું ઘર સુંદરતામાં ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર આપે છે. તેમના ઘરના બાથરૂમ પર પણ તમે એક નજર નાખી દો.

આ છે ઘરના શાનદાર બેડરૂમનો મન મોહી લેનાર નજારો. તે ખૂબ જ લક્ઝરી નજર આવી રહ્યો છે. સામે વાળી દિવાલ સંપૂર્ણ રીતે કાચથી નિર્મિત કરવામાં આવેલ છે.

તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે અહીંયા સીધો સૂર્યનો પ્રકાશ આવે છે. રજનીકાંતનાં રૂમમાં જરૂરિયાતની બધી જ ચીજો રહેલી હોય છે. ઘરોમાં રાખવામાં આવેલ લગ્ઝરી સોફાઓ લેધરના બનેલા છે.