એક સમયે CID માં દરવાજા તોડતા હતાં દયા, આજે કરી રહ્યા છે આ કામ

CID ભારતનો સૌથી પોપ્યુલર ટીવી શો છે. દેશના લગભગ દરેક વ્યક્તિએ આ શો ને ક્યારેક તો જરૂર જોયો હશે. આ શો ના બધા જ કિરદાર પણ ઘરે-ઘરે ફેમસ થયેલા છે. આ શો માં હંમેશા દરવાજા તોડનાર દયા પણ ફેન્સની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. દયાનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. ૧૧ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ કર્ણાટકના “કટપડી” માં જન્મેલા દયાનંદ આજે ૫૧ વર્ષના થઈ ચૂક્યા છે. થોડા દિવસો પહેલાં જ તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. CID ની સિવાય દયા દિલજલે, જોની ગદ્દાર, રન વે અને સિંઘમ રિટર્ન જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. જોકે તે આજે પણ લોકોની વચ્ચે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થનાર CID નાં દયાનાં રૂપમાં ફેમસ છે.

આ શો વર્ષ ૧૯૯૮માં શરૂ થયો હતો. દયાનંદ શેટ્ટીનાં કરિયરનો આ પહેલો શો પણ હતો. તેનો અંતિમ એપિસોડ ૨૭ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ ટેલીકાસ્ટ થયો હતો. આ શો માં દયા જે અંદાજમાં દરવાજા તોડતા હતા તે લોકોને ખૂબ જ પસંદ આવતું હતું. આ શો માં આમ તો ઘણા યાદગાર અને એન્ટરટેઇનિંગ સીન અને ડાયલોગ હતાં પરંતુ દયાનો દરવાજા તોડવાના સીનની લોકો આતુરતાથી રાહ જોતા હતા.

એક ઇન્ટરવ્યૂમાં દયાને પૂછવામાં આવ્યું હતું કે, તમે અત્યાર સુધીમાં CID માં કેટલા દરવાજા તોડ્યા છે ? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, મેં આ ચીજોનો કોઈ રેકોર્ડ રાખ્યો નથી, જોકે જો હું રાખત તો કદાચ ગિનીઝ બુકમાં નોંધાઈ જાત. હું વર્ષ ૧૯૯૮થી જ દરવાજા તોડી રહ્યો છું. તેની શરૂઆત એક સીનથી થઈ હતી, જેમાં દરવાજો બંધ હતો તો મને નિર્દેશકએ તેને તોડવાનું કહ્યું હતું.

દયા આગળ જણાવે છે કે, મારો દરવાજા તોડવાનો અંદાજ લોકોના મગજમાં લીક થઈ ગયો. આમ તો બીજા ઘણા લોકો પણ દરવાજા તોડે છે. જેમકે ફ્રેડી એ પણ દરવાજો તોડ્યો છે. જોકે ખબર નહીં પરંતુ કેમ મારી દરવાજા તોડવાની સ્ટાઇલ લોકોની ખૂબ જ સારી લાગે છે.

CID માં કામ કર્યા બાદ દયાનંદ બીજા ઘણા ટીવી શો જેમકે ગુટરગુ, અદાલત અને CIF જેવા શો માં નજર આવ્યા હતાં. વર્ષ ૨૦૧૯ બાદ તે બીજા કોઈપણ નવા પ્રોજેક્ટમાં જોવા મળ્યા નથી. જે લોકો દયાને નવા શોમાં જોવા માંગે છે તેમના માટે સારા સમાચાર પણ છે.

હકીકતમાં દયાનંદ ખૂબ જ જલ્દી MX પ્લેયરની એક ક્રાઇમ થ્રિલર વેબ સીરીઝમાં જોવા મળી શકે છે. જોકે તેને લઈને હજુ સુધી કોઈ ઓફિશીયલી જાહેરાત થઇ નથી. તમને જણાવી દઈએ કે દયાનાં દરવાજા તોડવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મિમ્સ પણ બની ચૂક્યા છે.