એક સમયે મોનાલીસાને મળતા હતાં ફક્ત ૧૨૦ રૂપિયા, આજે છે કરોડો રૂપિયાની માલિક

Posted by

ભોજપુરી અને હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા ભલે આજે દર્શકોની પસંદગીની એક્ટ્રેસ બની ચૂકી છે. પરંતુ તેમનું અંગત જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યું છે. તેમણે પોતાના જીવનમાં ખૂબ જ મહેનત કરી છે અને પોતાની મહેનતના દમ પર જ આજે તે કરિયરના શિખર પર પહોંચી છે. મોનાલીસા એટલે કે અંતરા બિશ્વાસે ભોજપુરી અને હિન્દી સિનેમા સિવાય બંગાળી, ઉડિયા, તામિલ, કન્નડ સહિત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જણાવવામાં આવે છે કે ફિલ્મી દુનિયા સુધી પહોંચવા માટે અંતરા બીશ્વાસે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તો આજે અમે આ આર્ટિકલમાં તેમના જીવનની એવી જ અમુક દિલચસ્પ તથ્યોના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

એક્ટ્રેસ બન્યા પહેલા આવું હતું મોનાલીસાનું જીવન

મહત્વપૂર્ણ છે કે મોનાલીસા પોતાના હોટ અંદાજ માટે દર્શકોની વચ્ચે ખૂબ જ મશહૂર છે. સાથે જ ફિલ્મોમાં તેમની એક્ટિંગ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે પરંતુ એક્ટિંગ પહેલા મોનાલીસા એક હોટલમાં કામ કરતી હતી. જી હા, મોનાલીસાનાં ઘરની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે તેમને એક હોટલમાં કામ કરવાના દરરોજના ફક્ત ૧૨૦ રૂપિયા મળતા હતાં.

જણાવી દઈએ કે અંતરા બિશ્વાસ એટલે કે મોનાલીસાનો જન્મ એક બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો અને તેમનું બાળપણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ પસાર થયું છે. તેમણે પોતાનો અભ્યાસ કલકત્તામાં કર્યો છે. જોકે અંતરા શરૂઆતથી જ ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કરિયર બનાવવા માંગતી હતી. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે મોનાલિસાએ સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને આ વિષયમાં તેમને મહારત પ્રાપ્ત થઇ છે.

પોતાના ઉતાર-ચઢાવ ભરેલા કરીયરને લઈને એકવાર મોનાલિસાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, એક્ટ્રેસ બન્યા પહેલા મેં ખૂબ જ ખરાબ સમય જોયો છે. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને મારે ૧૦માં ધોરણ દરમિયાન જ હોટલમાં નોકરી કરવી પડી હતી. અંતરા આગળ જણાવે છે કે હોટલમાં કામ કરવાના એક દિવસમાં ૧૨૦ રૂપિયા મળતા હતાં.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મોનાલિસાએ પોતાના કરિયરની શરૂઆત એક ઉડિયા આલ્બમથી કરી હતી. તેમાં તેમણે મોડલ તરીકે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી અને સતત આગળ વધતી રહી.

જોકે હવે તો તે ભોજપુરી સિને વર્લ્ડનું સૌથી જાણીતું નામ બની ચૂક્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ૧૦૦થી પણ વધારે ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જણાવી દઈએ કે મોનાલીસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તે પોતાના ફેન્સની સાથે તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેમની અમુક ટ્રેડિશનલ લુકની તસ્વીરો સામે આવી હતી, જે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

આ તસ્વીરોમાં મોનાલીસા માંગમાં સિંદૂર અને ગળામાં મંગલસૂત્ર પહેરેલી જોવા મળી હતી. સાથે જ તેમણે મોટી મોટી ઈયરરીંગ્સની સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યો હતો. જણાવી દઈએ કે બ્લુ કલરની સાડી અને મેચિંગ બંગડીઓ તેમના પર ખૂબ જ સુંદર લાગી રહી હતી તેથી આ તસ્વીરોને ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

તેમના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો મોનાલીસા હાલમાં જ બિગ બોસ-૧૪માં જોવા મળી હતી. જેમાં તેમણે ઘણા ગીતો પર સુંદર ડાન્સ કરીને આ શો ની રોનકમાં વધારો કર્યો હતો. જણાવી દઈએ કે મોનાલીસા આ પહેલા બિગ બોસની ૧૦મી સિઝનમાં પોતાના પતિ વિક્રાંતની સાથે નજર આવી હતી. બંનેએ બિગ બોસના ઘરમાં જ લગ્ન કરી લીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *