બસ ડ્રાઈવર બની ગયો CSK ને ચેમ્પિયન બનાવનાર ધોની નો ફેવરિટ બોલર, આજે બે સમયનાં ભોજન માટે ચલાવી રહ્યો છે બસ

ક્રિકેટ સૌથી વધારે લોકપ્રિય ભારતીય રમત છે. તેમાં રમતા ખેલાડીઓ આલીશાન લાઈફ જીવે છે પરંતુ આજે અમે તમને એક એવા ક્રિકેટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બસ ડ્રાઈવર બનીને પોતાનું પેટ ભરવા માટે મજબુર છે. આ ક્રિકેટર ધોનીની કેપ્ટનશીપ વાળી CSK ટીમમાં આઈપીએલ મેચ રમી ચુક્યો છે પરંતુ આજે તેની હાલત જોઈને તમને પણ દયા આવી જશે. હકિકતમાં અમે અહીં જે ક્રિકેટરની વાત કરી રહ્યા છીએ. તે શ્રીલંકાની ટીમનો ક્રિકેટર સુરજ રણદીવ છે.

હાલનાં દિવસોમાં શ્રીલંકાનું ક્રિકેટ ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. અહીંના ઘણા બધા ખેલાડીઓ અને પુર્વ ક્રિકેટરો હવે ક્રિકેટ છોડીને અન્ય કામ કરવા માટે મજબુર છે. શ્રીલંકા માટે ક્રિકેટ રમી ચુકેલા સુરજ રણદીવ પણ તેમાંથી એક છે, જે ઓસ્ટ્રેલિયામાં રહીને બસ ચલાવી રહ્યા છે. સુરજ રણદીવ વર્ષ ૨૦૧૧ માં ભારતમાં રમવામાં આવેલા ક્રિકેટ વર્લ્ડકપમાં ધોનીની ભારતીય ટીમ વિરુદ્ધ રમ્યા હતાં. વળી વર્ષ ૨૦૧૨ માં તેમણે ધોનીની આઇપીએલ ટીમ CSK માટે રમતા ૮ મેચમાં ૬ વિકેટ લીધી હતી.

શ્રીલંકાનાં પુર્વ સ્પિનર સુરજ રણદીવ પોતાની ખરાબ હાલતનાં લીધે હવે ક્રિકેટ છોડીને ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવવા માટે મજબુર છે. તે વર્ષ ૨૦૧૯ માં ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતાં. અહીં બસ ડ્રાઈવર સિવાય તે એક લોકલ ક્લબમાં ક્રિકેટ પણ રમે છે. સુરજ રણદીવનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે ૧૨ ટેસ્ટમાં ૪૬ વિકેટ, ૩૧ વન-ડે માં ૩૬ વિકેટ અને ૭ ટી-૨૦ મેચમાં ૭ વિકેટ પોતાના નામે કરી હતી.

ભારતીય ક્રિકેટ ફેન્સ સુરજ રણદીવને તેમની બેઈમાની વાળા નો બોલ નાં લીધે જાણે છે. તેમણે ભારત વિરૂદ્ધ એક મેચમાં જાણી જોઈને બોલ ફેંકીને સહેવાગને ૯૯ રન પર જ રોકી દીધા હતાં. તેમણે દિલશાન નાં કહેવા પર નો-બોલ ફેંક્યો હતો, જેથી સહેવાગ પોતાની સદી પુરી કરી ના શકે. ત્યારે ભારતને જીતવા માટે બસ એક રનની જરૂર હતી. વળી સહેવાગ ૯૯ રન પર બેટિંગ કરી રહ્યા હતાં.

જો સહેવાગ એક રન બનાવી લેત તો તેમની સદી પુરી થઈ જાત પરંતુ દિલશાને રણદીવને જાણી જોઈને નો બોલ ફેંકવા માટે કહ્યું પરંતુ સહેવાગે આ બોલ પર પણ છગ્ગો ફટકારી દીધો હતો. હવે નો બોલ હોવાનાં લીધે અમ્પાયરે ભારતને જીત તો આપી દીધી પરંતુ સહેવાગનાં છગ્ગાને સામેલ કરવામાં આવ્યો નહી. તેવામાં તે ૯૯ રન પર નોટઆઉટ રહ્યા હતાં. આ ઘટના બાદ સુરજ રણદીવ ખુબ જ ચર્ચામાં આવી ગયા હતાં. ત્યાં સુધી કે શ્રીલંકાનાં ક્રિકેટ બોર્ડે તેમને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરી દીધા હતાં.

વળી તિલકરત્ને દિલશાન પર દંડ ઠોકવામાં આવ્યો હતો. આ ચિટિંગનાં લીધે સુરજ રણદીવ પર બદનામીનો દાગ લાગી ગયો હતો પરંતુ બાદમાં વર્ષ ૨૦૧૧ નાં વર્લ્ડકપ ફાઇનલમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતાં. જો કે ક્રિકેટર તરીકે તે પોતાનો સિક્કો જમાવી શક્યા નહિ. તેવામાં આજે તે ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઈવરની નોકરી કરવા માટે મજબુર છે. આમ તો સુરજ એકલા એવા ક્રિકેટર નથી જે બસ ડ્રાઈવિંગની નોકરી કરી રહ્યા છે.

તેમના સિવાય શ્રીલંકાના પુર્વ ક્રિકેટર ચિંતકા નમસ્તે અને ઝિમ્બાબ્વે પુર્વ ક્રિકેટર વાડિંગટન વાયેંગા પણ ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવવાનું કામ કરી રહ્યા છે. આ ક્રિકેટરોની કહાની આપણને પણ શીખ આપે છે કે સફળતા, પૈસા અને ફેમ ક્યારેય એક જેવા રહેતા નથી એટલા માટે આપણે દરેક પ્રકારની સિચ્યુએશન માટે તૈયાર રહેવું જોઈએ.