એક સમયે પોતાનાં ચહેરાનાં લીધે રિજેક્ટ થયા હતાં આ ૧૧ સિતારાઓ, હવે બોલીવુડમાં વાગી રહ્યો છે ફક્ત આમનો જ ડંકો

Posted by

બોલીવુડ એક એવી જગ્યા છે, જ્યાં તમે ફિલ્મસ્ટાર બનવા માંગો છો તો લૂકસ સૌથી વધારે જરૂરી હોય છે. ફિલ્મોમાં બધુ જ સુંદર અને તડક-ભડક વાળું જ બતાવવામાં આવે છે. ખાસ કરીને મુખ્ય અભિનેતા કે અભિનેત્રીનું ઓનસ્ક્રિન સુંદર દેખાવું કોઇ નિર્માતા-નિર્દેશકની પહેલી પ્રાથમિકતા હોય છે. હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી છે જ્યાં લોકો પાસે ટેલેન્ટ તો ખૂબ જ હોય છે પરંતુ પરફેક્ટ લુક્સ ના હોય તો રોલ મળી શકતો નથી. ત્યાં એ પણ જોવામાં આવે છે કે છોકરા કે છોકરી માટે ટેલેન્ટ નથી પરંતુ લુકનાં લીધે તેને રોલ મળી જાય છે. હાલના સમયમાં પરિસ્થિતિ ભલે સુધરી રહી હોય પરંતુ પહેલાના જમાનામાં લુકને જ વધારે મહત્વ આપવામાં આવતું હતું. તેવામાં આજે અમે તમને બોલીવુડના દિગ્ગજ સ્ટાર્સ વિશે જણાવીશું, જેમને પોતાના લુકનાં લીધે રિજેક્ટ થવું પડ્યું હતું.

તબ્બુ

તબ્બુને લઈને કાસ્ટિંગ ડાયરેક્ટર એવું વિચારતા હતા કે તેમનો દેખાવ છોકરા જેવો છે. તેમને લાગતું હતું કે તબ્બુ બોલીવુડમાં હિરોઇનનાં રોલમાં ફિટ નથી.

ઈરફાન ખાન

સ્વર્ગીય ઇરફાન ખાનને પોતાની કારકિર્દીની શરૂઆતમાં લુકના લીધે ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે પરંતુ ઈરફાનની અંદર તે ટેલેન્ટ હતું કે જેને લોકો વધારે દિવસો સુધી નજરઅંદાજ કરી શક્યા નહી અને તેમણે બોલિવુડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક અલગ ઓળખાણ બનાવી.

અર્જુન કપૂર

ફિલ્મ ડેબ્યુ પહેલા અર્જુન કપૂર ખૂબ જ જાડા હતાં. તેને જોઈને બધા એ કહેતા હતા કે આ છોકરો હીરો નહી બની શકે. ત્યાં સુધી કે પોતે અર્જુન પણ આ કારણથી એક્ટિંગની જગ્યાએ ડાયરેક્શનમાં જવા માંગતા હતાં પરંતુ પછી અર્જુને પોતાનું વજન ઘટાડીને બધાની બોલતી બંધ કરી દીધી.

ધનુષ

સાઉથ ફિલ્મ સુપરસ્ટાર ધનુષને તેમના લુકના લીધે ખૂબ જ મજાકનો સામનો કરવો પડ્યો હતો. તેમના દેખાવના લીધે ઘણી વખત તે રિજેક્ટ પણ થયા હતાં પરંતુ તેમણે હાર માની નહી અને પોતાના સપના પૂર્ણ કર્યા.

કોંકણા સેન

કોંકણા સેનને આપણે વધારે ઓફ બીટ ફિલ્મોમાં અભિનય કરતા જોઈ છે. તેનું કારણ એ પણ છે કે ડાયરેક્ટર્સને લાગતું હતું કે તેમનો લુક અને કલર કમર્શિયલ ફિલ્મનાં હિસાબે નથી.

શાહરુખ ખાન

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ બન્યા પહેલાં શાહરૂખ ખાનને પણ ઘણી વખત લુકના લીધે રિજેક્ટ કરવામાં આવ્યા હતાં.

નવાજુદ્દીન સિદ્દીકી

પોતાના દેખાવના લીધે નવાજુદ્દીનને પણ ઘણી વખત મોટા-મોટા બજેટની ફિલ્મમાં લીડ રોલ પ્લે કરવા મળ્યો નહિ. તેમણે લીડ રોલ એક્ટરની પોઝીશન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સ્ટ્રગલ કર્યું.

કેટરીના કૈ

આ નામ સાંભળી તમને કદાચ ઝટકો લાગશે પરંતુ કેટરિનાને વિદેશી લુકસ અને સારું હિન્દી બોલતા આવડતું ના હતું. તે તેના રિજેક્શનનું કારણ બનતું હતું. પરંતુ અત્યારે કેટરિનાએ બધા કારણો દૂર કરી દીધા છે.

અનુષ્કા શર્મા

અનુષ્કાને કારકિર્દીની શરુઆતમાં ડાયરેક્ટર એટલા માટે રિજેક્ટ કરતા હતાં કારણ કે તેમને લાગતું હતું કે અનુષ્કાનો લુક ખૂબ જ પ્લેન અને સિમ્પલ છે.

અમિતાભ બચ્ચન

કારકિર્દીની શરૂઆતમાં અમિતાભ બચ્ચનની લાંબી હાઇટ અને ભારે અવાજથી તે રિજેક્શનનું કારણ બન્યા હતાં અને વર્તમાનમાં તે જ તેમની યુએસપી પણ છે.

અજય દેવગન

પોતાના દેખાવનાં લીધે અજય દેવગનને કારકિર્દીની શરૂઆતમાં અમુક એવા રોલ કરવા પડ્યા, જે તેમના ટેલેન્ટને શુટ કરતા ના હતાં પરંતુ તે પોતાની અલગ ઇમેજ બનાવવામાં સફળ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *