એક વોચમેનના કારણે આકાશ અંબાણીને પિતા મુકેશ અંબાણીએ આપ્યો હતો ઠપકો, જાણો શું હતો તે કિસ્સો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી વ્યવસાય સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે ભારતના સૌથી અમીર વ્યક્તિ તો છે જ પરંતુ દુનિયાના તે ૫ નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ છે. જેવી તેમની લાઈફ સ્ટાઈલ છે તેવી જિંદગી જીવવાની દરેક વ્યક્તિ બસ કલ્પના જ કરી શકે છે. મુકેશ અંબાણી અને તેમનો પૂરો પરિવાર લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે પરંતુ અંબાણી પરિવારમાં સાદગીની પણ કોઈ કમી નથી.

જમીન સાથે જોડાયેલ છે મુકેશ અંબાણી

મુકેશ અંબાણી પોતે પણ ઘણીવાર ખૂબ જ સાધારણ કપડામાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ એકવાર વોચમેન માટે પોતાના દિકરા આકાશ અંબાણીને જોરદાર ઠપકો આપ્યો હતો અને આકાશને વોચમેન પાસે માફી પણ માંગવી પડી હતી. તો ચાલો તમને જણાવી દઈએ કે શું હતો તે પૂરો મામલો.

મુકેશ અંબાણી પોતાની પત્નિ નીતા અંબાણીની સાથે થોડા વર્ષો પહેલા સિમી ગરેવાલ ના ટોક શો Rendezvous With Simi Grewal માં પહોંચ્યા હતા. આ શો માં કપલ પોતાના અંગત જીવન પર ઘણા ખુલાસા કરે છે અને મુકેશ-નીતાએ પણ આ શો માં ઘણા ખુલાસા કર્યા હતા. આ શો માં અંબાણી દંપતીએ તે કિસ્સો પણ સંભળાવ્યો હતો જ્યારે આકાશ અંબાણીને વોચમેન પાસે માફી માંગવી પડી હતી અને તે કામ મુકેશ અંબાણીના કહેવા પર થયું હતું.

જ્યારે મુકેશ અંબાણીએ આકાશને આપ્યો હતો ઠપકો

નીતા અંબાણીએ આ શોમાં જણાવ્યું કે મુકેશ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. ભલે તેમને પિતા ધીરુભાઈ અંબાણીનો વ્યવસાય મળ્યો હોય પરંતુ તે હંમેશા જમીન સાથે જોડાયેલા રહે છે. તે શરૂઆતથી જ ઇચ્છતા હતા કે તેમના બાળકો પણ જમીન સાથે જોડાયેલા રહે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે તેમની અને તેમના પતિ મુકેશની હંમેશા એ જ કોશિશ રહે છે કે બાળકો પૈસાના મહત્વને સમજે. એમણે એ સમજવું જોઈએ કે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે મુકેશ અંબાણી ક્યારેય પણ એવું નથી ઈચ્છતા કે તેમના કોઈપણ બાળકમાં પૈસાનો ઘમંડ આવી જાય. જેથી તે હંમેશા બાળકોને શાંત અને વિનમ્ર રહેવાની જ શીખ આપે છે. આ વિશે જ વાત કરતાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે એકવાર તેમનો મોટો પુત્ર આકાશ ઘરના વોચમેન સાથે ઊંચા અવાજમાં વાત કરી રહ્યો હતો અને તેમને ઠપકો આપી રહ્યો હતો. મુકેશ અંબાણીએ આકાશને આવું કરતા બાલ્કનીમાંથી જોઈ લીધો.

વોચમેન પાસે માંગવી પડી માફી

જ્યારે આકાશ તેમના પિતાની સામે આવ્યો તો મુકેશ અંબાણીએ તેમને વોચમેન સાથે કરવામાં આવેલ વ્યવહાર બાબતે ખૂબ જ ઠપકો આપ્યો. એટલું જ નહીં તેમણે આકાશને કહ્યું કે તે તુરંત જઈને વોચમેનને સોરી બોલે. આકાશ અંબાણીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે તરત જ વોચમેન પાસે જઈને માફી માંગી. ત્યારબાદ જ મુકેશ અંબાણીનો ગુસ્સો શાંત થયો. જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પૈસાદાર બિઝનેસમેન હતા અને તેમણે ક્યારેય પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોનો સાથ છોડ્યો નહોતો અને તે જ શિખામણ તેમણે પોતાના બાળકોને પણ આપી.

વાત કરીએ આકાશ અંબાણીની તો તે લાઈમલાઈટથી દૂર રહે છે. જ્યારે થોડા સમય પહેલા રિલાયન્સ જીઓમાં ફેસબુક તરફથી ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું તો તેમાં આકાશ અંબાણીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આકાશ લકઝુરિયસ લાઇફ જીવે છે. પરંતુ વધારે ચર્ચામાં રહેવું તેમને પસંદ નથી. આકાશને રમત-ગમતમાં ખૂબ જ રસ છે. ઘણીવાર આઈપીએલ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સની મેચ જોનાર આકાશ અંબાણી રમત-ગમત સાથે જોડાયેલ યાદોને સંભાળીને રાખવાનું પસંદ કરે છે. ૧૯૮૩ ના વિશ્વકપમાં જે બેટથી સુનિલ ગાવસ્કરે બેટિંગ કરી હતી, આકાશ અંબાણી એ તેને કલેક્ટ કરી લીધું હતું.

લકઝુરિયસ લાઇફ જીવે છે આકાશ

આકાશને લક્ઝરી કારોનો પણ શોખ છે એટલું જ નહીં તે પોતે કાર ડ્રાઈવ કરવાનું પસંદ કરે છે. ઘણીવાર તેમની રેન્જ રોવર, રોલ્સ રોયસ જેવી કારોને ચલાવતા જોવામાં આવ્યા છે. આકાશ પોતે કેમેરાથી દૂર રહે છે પરંતુ શ્લોકા મહેતા સાથે તેમના લગ્ન વર્ષના સૌથી ચર્ચિત લગ્ન હતા. કહેવામાં આવે છે કે તેમના લગ્નના ઇન્વિટેશનમાં ફક્ત ૬૦૦૦ અમેરિકી ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમના લગ્ન ૯ માર્ચ ૨૦૧૯ ના રોજ થયા હતા. જેમાં બોલિવૂડ સિતારાઓ સિવાય ઘણા મોટા બિઝનેસમેન અને રાજકીય નેતાઓ સામેલ થયા હતા.