એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર રહે છે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની આ ૭ જોડીઓ

બોલીવુડમાં ઘણા કલાકારો એવા છે જે મિત્રતા પૂરી પ્રામાણિકતાથી નિભાવે છે. આમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મિત્રતા ખૂબ જ વધારે મશહૂર હોય છે. મોટા પડદા પર સાથે કામ કરનાર અમુક એક્ટર્સ પડદાની પાછળ પણ પોતાની મિત્રતા જાળવી રાખે છે. આજની આ સ્ટોરીમાં અમે મિત્રતા વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કારણકે આજે અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક એવા મિત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની મિત્રતા ખૂબ જ ખાસ છે અને જે એકબીજા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે.

કરીના કપૂર અને મલાઈકા અરોડા

કરીના કપૂર અને મલાઈકા અરોડાની મિત્રતા બોલિવૂડમાં ખૂબ જ ફેમસ છે. બંને ઘણા સમયથી એકબીજાને જાણે છે અને ત્યારથી જ તેમની મિત્રતા ચાલી આવે છે. બંને સાથે સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ ધર્મશાળા થી બંનેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

આલિયા ભટ્ટ અને અકાંક્ષા રંજન કપૂર

આલિયા ભટ્ટ અને અકાંક્ષા રંજન કપૂર બાળપણની મિત્રો છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો હતો. બાળપણથી લઈને અત્યાર સુધી બંને એકબીજાની બેસ્ટફ્રેન્ડ છે. આલિયાની સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણીવાર અકાંક્ષાની અને અકાંક્ષાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણીવાર આલિયાનાં ફોટો જોવા મળે છે.

સુહાના ખાન અને અનન્યા પાંડે

શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન અને ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડેની વચ્ચે ઊંડી મિત્રતા છે. તે બન્નેની મિત્રતાને જોઈને લોકો તેમને જય-વીરુનું ટેગ પણ આપે છે. બંને ઘણીવાર સાથે ફરતા અને પાર્ટી કરતાં પણ નજર આવે છે.

જ્હાન્વી કપૂર અને તનિષા સંતોષી

જ્હાન્વી કપૂર અને તનિષા સંતોષી એકબીજાની ખાસ મિત્ર છે. તનિષા સંતોષી રાજકુમાર સંતોષીની દિકરી છે. બંનેની તસ્વીરો ઘણીવાર સાથે સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

ટાઇગર શ્રોફ અને રિનજિંગ ડેંજોગપા

થોડા જ સમયમાં ટાઇગર શ્રોફ બોલિવૂડના જાણીતા એક્ટર બની ચૂક્યા છે. ટાઈગર શ્રોફનાં બેસ્ટફ્રેન્ડની વાત કરવામાં આવે તો તે પોતાના જમાનાના મશહૂર એક્ટર રહી ચૂકેલા ડેની ડેંજોગપાનાં દિકરા રિનજિંગ ડેંજોગપાની સાથે સ્ટ્રોંગ બોન્ડ શેર કરતા નજર આવે છે. બંનેની મિત્રતા બાળપણથી જ છે.

સારા અલી ખાન, ઇશિકા શ્રોફ અને વેદિકા પિન્ટો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન, ઇશિકા શ્રોફ અને વેદિકા પિન્ટો પરસ્પર ખાસ સહેલીઓ છે. સારા પોતાની બંને મિત્રોની ખૂબ જ નજીક છે. તે ઘણીવાર કોઈપણ ફંક્શનમાં પોતાની આ બે મિત્રોની સાથે જ જોવા મળે છે.

દિપીકા પાદુકોણ, સ્નેહા રામચંદર અને દિવ્યા નરાયણા

બોલિવૂડની મસ્તાની એટલે કે દિપીકા પાદુકોણની મિત્રતા લોકો માટે એક ઉદાહરણ સેટ કરે છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ખ્યાતિનાં શિખર પર પહોંચ્યા બાદ પણ દિપીકા પોતાની મિત્રો સ્નેહા રામચંદર અને દિવ્યા નરાયણાની ખૂબ જ નજીક છે. તે ઘણીવાર સમય મળવા પર પોતાની મિત્રોને મળવા માટે પહોંચી જાય છે. દિપીકા, સ્નેહા અને દિવ્યાની મિત્રતા એકદમ ખાસ છે.