ભારતમાં અત્યાર સુધી ખૂબ જ એવી રસપ્રદ ઘટનાઓ અને ખબરો સામે આવી છે. જે ખૂબ જ અટપટી હોવા છતાં પણ ખૂબ જ રસપ્રદ લાગે છે. જોકે આવી વિચિત્ર ઘટનાઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સાંભળવા મળતી હોય છે. એકવાર ભારતમાં આવી જ એક ખબર સાંભળવા મળી હતી કે અમુક યુવતીઓ નહાવા માટે સ્વિમિંગ પૂલમાં ગઈ હતી અને એક સાથે પ્રેગ્નેટ થઈ ગઈ હતી.
તે કોઇ ચમત્કારીક પુલ નહોતો. પરંતુ પાણીમાં કંઈક એવું હતું કે જેના કારણે તે એકસાથે પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. કંઇક આ પ્રકારની ઘટના ફરી એકવાર ચર્ચામાં બની હતી જ્યારે એક હોસ્પિટલની ૯ નર્સ એકસાથે પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. આ નર્સો એ પોતાનું બેબી બંપ અને ડિલેવરીની તારીખની તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચાવી દીધો હતો.
શું હતું આ તસવીરનું સત્ય
જણાવી દે કે આ બધી નર્સ એક જ વોર્ડની હતી અને બધાની જ પ્રસવની તારીખ એપ્રિલથી જુલાઇ ની વચ્ચે જ હતી. આ એક વિચિત્ર સંયોગ હતો. હોસ્પિટલમાં ડોક્ટર સૌથી વધારે જરૂરી તો હોય જ છે પરંતુ દર્દીઓની સંભાળ રાખવાની જવાબદારી નર્સની પણ હોય છે. તેવામાં જ્યારે ૯ નર્સ એકસાથે પ્રેગ્નેટ થઈ ગઈ તો હોસ્પિટલમાં દર્દીઓની ચિંતા પણ વધવા લાગી.
જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં લગભગ ૮૦ નર્સ કામ કરે છે. તેવામાં ૯ નર્સનું એકસાથે પ્રેગ્નેટ થવું તે કોઈ ચિંતાની વાત નથી. હોસ્પિટલ અને દર્દીઓ માટે તે આશ્ચર્યની વાત હોઇ શકે છે પરંતુ તેમાં તેમને કોઈ પ્રકારની તકલીફ નથી. ઘણા લોકોએ તેમને એક પબ્લિસિટી સ્ટંટ માન્યો હતો. ઘણા લોકો હોસ્પિટલમાં એ પણ જોવા ગયા હતા કે આ નર્સ હકીકતમાં પ્રેગ્નેટ છે કે ફક્ત તેમણે બેબી બમ્પની ખોટી તસવીરો શેર કરી છે. નોંધપાત્ર વાત છે કે હોસ્પિટલનું કહેવું છે કે પ્રેગનેન્ટ મહિલાઓને જોઇને બીજી મહિલાઓ પણ માં બનવા માટે પ્રેરિત થાય છે. આ મામલો ફક્ત એક હોસ્પિટલનો નથી. અમેરિકામાં બીજી એક આવી જ હોસ્પિટલ છે જ્યાં ૧૬ નર્સ એક સાથે પ્રેગ્નેટ થવાની ખબર સામે આવી હતી.
પહેલા પણ આવી ચૂકી છે આવી ખબરો
જોકે હોસ્પિટલનું કહેવું છે કે આ કોઈપણ પ્રકારનો કોઈ સ્ટંટ પણ નથી પરંતુ તેમની ૧૬ નર્સ હકીકતમાં પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. તે બધી જ નર્સ હોસ્પિટલના સૌથી સંવેદનશીલ વિભાગમાં કામ કરે છે પરંતુ અચાનકથી બધાને જાણ થઈ કે તે બધી નર્સ પ્રેગનેન્ટ છે. ડોક્ટરોનું અનુમાન હતું કે ઓક્ટોબર થી જાન્યુઆરીની વચ્ચે આ બધી મહિલાઓ માં બની જશે.
આવો જ એક કેસ ઇલિનોઇસની એક હોસ્પિટલમાં સામે આવ્યો હતો જ્યાં કામ કરવાવાળી ૭ નર્સ એક સાથે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. આ બધી જ નર્સ એ પણ એકસાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બધી જ નર્સએ એકસાથે પ્રેગ્નન્ટ થવાનો નિર્ણય લીધો હતો. તે બાળકોનો જન્મ ઓક્ટોબરથી ડિસેમ્બર ની વચ્ચે થયો હતો. તેમાંથી ૨ નર્સ એ પોતાના બાળકોનું નામ ચારલેટ રાખ્યું હતું.