એકપણ રૂપિયો ચુકવ્યા વગર “ફ્રી” માં જુઓ ૧૦૦ થી પણ વધારે TV ચેનલ, બસ કરવું પડશે આ કામ, જાણો કઈ રીતે

Posted by

આજનાં સમયમાં કદાચ જ કોઈ એવું હશે જે TV નહિ જોતું હોય. મોંઘવારીનાં આ જમાનામાં આપણે દર મહિને, બે મહિને એક નિશ્ચિત રકમ આપીએ છીએ, જેથી કરીને આપણને ટીવીની ચેનલો જોવા મળે. આજે અમે તમને એક DD ની એક એવી સર્વિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે એકપણ રૂપિયો આપ્યા વગર પણ ઘણી બધી ટીવી ચેનલની મજા ઉઠાવી શકો છો.

પૈસા ખર્ચ કર્યા વગર ટીવી પર જુઓ ૧૦૦ થી પણ વધારે ચેનલ

જો તમે પણ ટીવી જોવાનાં શોખીન છો તો અમારી પાસે તમારા માટે એક એવી જબરદસ્ત સુચના છે, જેનાથી તમે એકપણ રૂપિયો ખર્ચ કર્યા વગર ટીવી પર ૧૦૦ થી પણ વધારે ટીવી ચેનલની મજા ઉઠાવી શકો છો. આવું કરવા માટે તમારે તમારા ઘરમાં DD Free Dish  ની સર્વિસ લગાવવી પડશે, જેમાં તમે કોઈપણ Monthly subscription વગર ટીવી ચેનલ પર પોતાનાં ફેવરિટ શો જોઈ શકો છો.

ટીવી પર જુઓ આ કન્ટેન્ટ

જો તમે વિચારી રહ્યા છો કે આ સર્વિસમાં તમે કઈ-કઈ ટીવી ચેનલ અને ક્યાં પ્રકારનાં કન્ટેન્ટનો ફાયદો ઉઠાવી શકશો. તો ચાલો અમે તમને તેનાં વિશે જણાવી દઈએ. આ સર્વિસને ખરીદવા પર તમને ૧૬૭ ચેનલ આપવામાં આવી રહી છે, જે નેશનલ, ધાર્મિક, સ્ટેટ, એન્ટરટેઇન્મેન્ટ, હિન્દી મ્યુઝિક અને ન્યુઝ જેવી શ્રેણીમાં આવે છે.

કરવું પડશે માત્ર ટલું કામ

તમને જણાવી દઈએ કે આ “DD Free Dish” લેવા પર તમને સૌથી વધારે ચેનલ ફ્રી માં એક્સેસ કરવા તો મળી જશે પરંતુ તેના માટે તમારે તમારા ઘરમાં DD Free Dish લગાવવી પડશે. તમને જણાવી દઈએ કે તમારે આ Dish, સેટઅપ બોક્સ અને એક્સેસરીઝ ખરીદવી પડશે અને આટલું કર્યા બાદ જ તમે ફ્રી ચેનલની મજા ઉઠાવી શકશો. તમને જણાવી દઈએ કે આ સર્વિસને તમે ઓનલાઈન કે ઓફલાઈન કોઈપણ રીતે ખરીદી શકો છો અને આ સેવાને પ્રસાર ભારતી મેનેજ કરે છે.