ઈમરાન હાશ્મીની બહેન છે બોલિવૂડની આ ટોપ એક્ટ્રેસ, નામ જાણીને તમને પણ થશે આશ્ચર્ય

બોલિવૂડમાં ભટ્ટ પરિવારનું હંમેશા નામ રહ્યું છે. ભટ્ટ પરિવારમાં ઘણા અભિનેતા, નિર્દેશક અને પ્રોડ્યુસર્સ છે. ઈમરાન હાશ્મી ભટ્ટ પરિવારના પ્રોડ્યુસર્સની પહેલી પસંદ છે. વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં વર્ષ ૨૦૦૩માં “ફૂટપાથ” ફિલ્મથી ઇમરાન હાશ્મીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમરાન હાશ્મીની એન્ટ્રી ખૂબ જ શાનદાર રહી અને તે પોતાની ખાસ ઇમેજ માટે જાણીતા થયા. પોતાની એક્ટિંગના દમ પર ઇમરાને ઘણી હિટ ફિલ્મો આપી અને આજે તેમની ગણતરી બોલીવૂડના ટોપ અભિનેતાઓમાં થાય છે. ડાયરેક્ટર્સને પણ તેમની સાથે કામ કરવું ખૂબ જ સારું લાગે છે.

પરંતુ શું તમે જાણો છો કે ઈમરાન હાશ્મીની બહેન પણ બોલિવૂડમાં કામ કરે છે અને તે સંપૂર્ણ રીતે સત્ય હકીકત છે કે ઈમરાન હાશ્મીની બહેન ઘણા વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને તે એક જાણીતી એક્ટ્રેસ પણ છે. તે એટલી સુંદર છે કે તમે પણ તેમને પસંદ કરતા હશો અને તેમની ફિલ્મો જરૂર જોતા હશો. તો ચાલો આજે અમે તમને ઈમરાન હાશ્મીની બહેન સાથે મુલાકાત કરાવીએ જે બિલકુલ તેમની જેમ જ બોલ્ડ અને બિંદાસ છે. હકીકતમાં ઈમરાન હાશ્મીની બહેનનું નામ આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ ઈમરાન હાશ્મીની કઝીન સિસ્ટર છે.

હકીકતમાં ઈમરાન હાશ્મીની દાદીની બહેનનું નામ શિરીન મોહમ્મદ અલી હતું. શિરીન મોહમ્મદ અલી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની માં હતી. આ સંબંધને લઇને ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ ભાઇ-બહેન છે. મહત્વપૂર્ણ છે કે એકવાર કોઈ ફિલ્મ મેકર્સ ઈમરાન હાશ્મીની પાસે આલિયા ભટ્ટની સાથે કામ કરવાનું પ્રપોઝલ લઈને ગયા હતા. ઇમરાને તે ફિલ્મ મેકર્સને મનાઈ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ કઝિન ભાઇ-બહેન છે. આલિયા ભટ્ટ પ્રસિદ્ધ બૉલીવુડ નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી છે.

 

આલિયા ભટ્ટ અને ઈમરાન હાશ્મી ક્યારેય પણ એકસાથે એક ફિલ્મમાં જોવા મળ્યા છે ? આ એક સવાલ છે જેનો જવાબ હંમેશા ના જ રહેશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઈમરાન હાશ્મી પોતે કહી ચૂક્યા છે કે તે અને આલિયા એકસાથે કોઈ ફિલ્મમાં કામ કરે તે શક્ય નથી. કારણકે ભાઈ અને બહેનની વચ્ચે રોમેન્ટિક સીન જોવામાં બધાને ખૂબ જ વિચિત્ર લાગશે.

પોતાના સંબંધોને લઈને ઇમરાને જણાવ્યું કે આલિયા તેમની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” ના જોવાના કારણે મારાથી ઘણા દિવસો સુધી નારાજ રહી હતી. આલિયાએ મારી સાથે ત્યાં સુધી વાત ના કરી જ્યાં સુધી મેં તેમની ફિલ્મ જોઈ નહી. એટલે કે હવે એ વાત તો નક્કી જ છે કે બંને ક્યારેય પણ કોઈ ફિલ્મમાં એક સાથે જોવા નહી મળે.