એટલું બધું શા માટે ડરી ગઈ હતી કરીના કે અજય દેવગનને કિસ કરવાની પણ કરી દીધી હતી મનાઈ, કારણ છે ચોંકાવનારું

કોરોનાનાં લીધે દુનિયાભરમાં લોકો ગભરાયેલા છે. આ વાયરસની ઝપેટમાં દરરોજ હજારો લોકો આવી રહ્યા છે. સામાન્ય વ્યક્તિની જેમ જ બોલીવુડ સેલિબ્રિટીઓ પણ પોત-પોતાનાં કામ પર પરત ફરી રહ્યા છે. તેવામાં સેલિબ્રિટીઓ સાથે જોડાયેલ ઘણા કિસ્સાઓ, તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે કરીના કપૂર અને અજય દેવગનને લઈને એક જુનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ કિસ્સો બંનેની વચ્ચે સ્ક્રીન પર કિસ કરવાને લઈને છે. તો ચાલો જાણી લઈએ શું છે તે કિસ્સો.

અજય દેવગન અને કરિના કપૂરે ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. તેમાં ઓમકારા, સત્યાગ્રહ, ગોલમાલ સીરીઝ જેવી ઘણી હિટ ફિલ્મો સામેલ છે. બંનેએ જેટલી પણ ફિલ્મો કરી બધી જ સુપરહિટ સાબિત થઈ. લોકોએ તેમની જોડીને ખૂબ જ પસંદ કરી છે. બંનેની સાત વર્ષ જૂની એક ફિલ્મને લઈને હાલમાં ચર્ચા થઈ રહી છે. હકીકતમાં ૨૦૧૩માં કરીના અને અજય એ પ્રકાશ ઝાની ફિલ્મ “સત્યાગ્રહ” માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની વચ્ચે એક લિપ-લોક સીન ફિલ્માવવામાં આવવાનો હતો પરંતુ કરિનાએ અજયને કિસ કરવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી.

તેની પાછળનું શું કારણ હતું, એ વાતનો ખુલાસો ૭ વર્ષ પછી થયો. એક મેગેઝિનનાં રિપોર્ટના અનુસાર કરીનાનાં લગ્ન ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે થયા હતા. લગ્ન દરમિયાન તે પ્રકાશ-ઝા ની ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. કરીના ઇચ્છતી ના હતી કે લગ્નના આ ખાસ અવસર પર કોઈ હીરોની સાથે તે કોઈ આવો સીન કરે. આ ડરના કારણે તેમણે તે નિર્ણય કર્યો હતો.

કરીનાએ સૈફનાં કારણે અજયને કિસ ના કરવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે કરિનાએ લગ્ન પહેલાં ઘણી ફિલ્મોમાં લિપ-લોક સીન આપ્યો હતો. તેમાં “જબ વી મેટ” નો એક સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં કરિનાનો શાહિદ કપૂર સાથે એક કિસિંગ સીન હતો. કમ્બક્ત ઈશ્ક ફિલ્મમાં તો કરિનાએ અક્ષય કુમારને ૧૦ વાર લીપ-લોક કર્યું હતું. વળી ફિલ્મ “કી એન્ડ કા” માં કરીનાએ અર્જુન કપૂરની સાથે પણ કિસીંગ સીન આપ્યો હતો.

જો કે તમને જણાવી દઈએ કે સિંઘમ-૨ માં કરીનાને અજયની સાથે કામ કરવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કરીનાની ફરિયાદ હતી કે અજય ખૂબ જ વધારે સિગરેટ પીવે છે અને તેનાથી તેમની સાથે બેસવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે શોર્ટ દરમિયાન પણ તે ધુવાડા કાઢી રહ્યા હોય છે. તેમની સાથે એક રૂમમાં ઊભુ રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણીવાર અમે ભોજન કરી રહ્યા હોય ત્યારે અજય સિગારેટ પીવાનું શરૂ કરી દેતા હતાં.

જણાવી દઈએ કે કરીના હાલના દિવસોમાં પ્રેગ્નન્સી પિરિયડ એન્જોય કરી રહી છે, તે બીજીવાર માં બનશે. ખબરોનું માનીએ તો તે નવા વર્ષમાં બાળકને જન્મ આપશે. તેમના વર્કફન્ટની વાત કરીએ તો કરીના આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે. રિપોર્ટનું માનીએ તો હજુ કરિનાને આ ફિલ્મનું શૂટિંગ કરવાનું બાકી છે પરંતુ પ્રેગનેન્સીનાં લીધે કરીનાનાં ભાગનું શૂટિંગ કરવું મેકર્સ માટે સમસ્યા ઉભી કરી શકે છે. તેનું કારણ એ છે કે કરીનાનું બેબી બંપ હવે દેખાવા લાગ્યું છે.

હવે મેકર્સે નવો પ્લાન બનાવ્યો છે. ઇ-ટાઈમ્સનાં એક રિપોર્ટ અનુસાર કરીનાના બેબી બંપને છુપાવવા માટે મેકર્સ કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદ લેવા વિશે વિચારી રહ્યા છે. આ ફિલ્મ પહેલા આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થનાર હતી પરંતુ હવે આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે.