મંદિરમાં ઘંટડી શા માટે વગાડવામાં આવે છે, મંદિરે જતાં લોકોને પણ તેનું કારણ ખબર નહિ હોય, તમે પણ મંદિરે જતાં હોય તો ભુલ્યા વગર જરૂર વાંચજો

Posted by

હિન્દુ ધર્મમાં મંદિરમાં ઘંટડી લગાવવાની પરંપરા સદીઓ જુની છે. જ્યારે પણ કોઈ મંદિરમાં પ્રવેશ કરે છે તો સૌથી પહેલા ત્યાં રહેલી ઘંટડી જરૂર વગાડે છે. ત્યારબાદ તે ભગવાનનાં દર્શન કરે છે. ઘરમાં પુજા કરતા સમયે દરેક લોકોનાં ઘરનાં મંદિરમાં પણ નાની ઘંટડી અવશ્ય હોય છે. સનાતન ધર્મમાં માન્યતા છે કે પુજાપાઠ ખાસ આરતીનાં સમયે ઘંટડી વગાડવી જરૂરી હોય છે. એવું કહેવામાં આવે છે કે ઘંટડી વગર કરવામાં આવેલી આરતી અધુરી માનવામાં આવે છે. શું તમે જાણો છો કે આખરે મંદિરમાં જતા પહેલા ઘંટડી શા માટે વગાડવામાં આવે છે?. તેના કારણ ખુબ જ ખાસ છે.

ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણ છે. મંદિરમાં તમે મોટા-મોટા ઘંટ અને ઘંટડીઓ જોઇ હશે. મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ભક્તો પુરી શ્રદ્ધા સાથે ઘંટડી વગાડે છે. પ્રાચીન સમયથી જ દેવાલય અને મંદિરની બહાર આ ઘંટડીઓ લગાવવાની શરૂઆત થઈ હતી. તેની પાછળ માન્યતા છે કે જે સ્થાન પર ઘંટડીનો અવાજ દરરોજ આવે છે. ત્યાનું વાતાવરણ હંમેશા સુખદ અને પવિત્ર રહે છે અને નકારાત્મક કે ખરાબ શક્તિઓ પુરી રીતે નિષ્ક્રિય થઈ જાય છે. મંદિરમાં પ્રવેશ કરવા પર ઘંટડી વગાડતા જ આપણા મગજમાં ચાલી રહેલા બધા જ વિચારો ઘંટડીનાં અવાજથી સંપુર્ણ રીતે હટી જાય છે અને મન સંપુર્ણ રીતે શ્રદ્ધાભાવથી પ્રભુની ભક્તિમાં લીન થઈ જાય છે.

ઘંટડીનો અવાજ આપણા મનને એકાગ્રચિત કરવાનો ભાવ કરી ભગવાનની તરફ લઈ જાય છે. ઘંટડી વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે ઘણીવાર ધાતુનાં સંમિશ્રણનાં કારણે આવે છે. ઘંટડીને નિર્મિત કરવામાં કેડમિયમ, તાંબુ, નિકલ, સીસા, ક્રોમિયમ અને મૈગ્નિજ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. માત્ર આ ધાતુઓનો જ નહીં તેને કેટલી માત્રામાં ભેળવવામાં આવી છે, તેના પર પણ ઘંટડીઓનો અવાજ નિર્ભર કરે છે. ઘંટડીને એ પ્રકારે બનાવવામાં આવે છે કે તેનો અવાજ મગજની જમણી અને ડાબી બંને ભાગને મેળવવાનું કામ કરે. ઘંટડીને એકવાર વગાડવા પર તેનો અવાજ વાતાવરણમાં ઓછામાં ઓછો ૭ સેકન્ડ સુધી ગુંજે છે.

ઘંટડી વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મુર્તિમાં ચેતના જાગૃત થાય છે. ત્યારબાદ તેમની પુજા અને આરાધના વધારે ફળદાયક અને પ્રભાવશાળી બની જાય છે. આ જ કારણ છે કે સવાર સાંજ મંદિરમાં જ્યારે પણ પુજા અને આરતી થાય છે તો એક લયમાં ઘંટ કે ઘંટડી વગાડવામાં આવે છે જેથી કરીને ત્યાં રહેલા લોકોને શાંતિ અને દેવી ઉપસ્થિતિની અનુભુતિ થાય. ઘરમાં વિન્ડ ચાઈન લગાવવાનો ઉદ્દેશ્ય પણ સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવાનો હોય છે. વિન્ડ ચાઈનની ધ્વનિ ઘરમાં સકારાત્મક ઉર્જાનાં તરંગો ઉત્પન્ન કરે છે, જે ઘરનાં વાતાવરણને હંમેશા ખુશુનુમા બનાવે છે.

મંદિરમાં ઘંટડી વગાડવાથી વ્યક્તિનાં ઘણા જન્મોનાં પાપ પણ નષ્ટ થઈ જાય છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે જે નાદ થયો હતો, એવો જ અવાજ ઘંટડી વગાડવા પર પણ આવે છે. ઘંટડી તે નાદનું પ્રતિક છે. આ નાદ ઓમકારનાં ઉચ્ચારણમાંથી પણ જાગૃત થાય છે. ક્યાંક ને ક્યાંક એવું પણ લિખિત છે કે જ્યારે પ્રલય આવશે, તે સમયે પણ આવો જ નાદ થશે. મંદિરની બહાર લગાવેલી ઘંટડી કે ઘંટને કાળનું પ્રતિક પણ માનવામાં આવે છે.

જ્યારે ઘંટડી વગાડવામાં આવે છે તો આપણા જીવન પર તેનો સાયન્ટિફિક પ્રભાવ પણ પડે છે. રિપોર્ટ અનુસાર જ્યારે ઘંટડી વાગે છે તો તેનાથી અવાજની સાથે તેજ કંપન ઉત્પન્ન થાય છે. આ કંપન આપણી આસપાસ ઘણી દુર સુધી જાય છે, જેનો ફાયદો એ થાય છે કે ઘણા પ્રકારનાં હાનિકારક જીવાણુઓ નષ્ટ થઈ જાય છે અને આપણી આસપાસનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. આ જ કારણ છે કે મંદિરમાં તથા તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હોય છે.