રોઝ-ડે ૭ ફેબ્રુઆરી ૨૦૨૩ : તમારી રાશિ અનુસાર જાણો તમારા માટે કેવો રહેશે રોઝ-ડે, તમારા પાર્ટનરને તેમની રાશિ અનુસાર આપો ગુલાબ

વેલેન્ટાઇન-ડે ૧૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે પરંતુ વેલેન્ટાઇન વીકની શરૂઆત એક અઠવાડિયા પહેલા એટલે કે ૭ ફેબ્રુઆરીએ રોઝ-ડે થી થાય છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન લોકો વિવિધ પ્રકારની ભેટ અને ફુલો આપીને પાર્ટનર સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. રોઝ-ડે પર લાલ ગુલાબની ખુબ જ માંગ વધી જાય છે અને મોટાભાગનાં લોકો તેમના પાર્ટનરને લાલ ગુલાબ આપે છે પરંતુ આ વખતે તમે કંઈક અલગ કરી શકો છો. રોઝ-ડે ના દિવસે તમારા પાર્ટનરને તેમની રાશિ પ્રમાણે ગુલાબ આપો અને બાદમાં જુઓ તમારા પ્રેમ જીવનમાં પ્રેમનો કેવો વરસાદ થાય છે.

Advertisement

“પ્રેમ” પોતાનામાં જ એક વિશેષ અનુભુતિ હોય છે. પ્રેમની અનુભુતિ સુખદ અનુભુતિ હોય છે. વેલેન્ટાઇન-ડે ને પ્રેમનાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ૧૪ ફેબ્રુઆરીએ પ્રેમનો તહેવાર મનાવવામાં આવે છે. જોકે પ્રેમનો આ તહેવાર માત્ર પ્રેમીઓ વચ્ચે જ ઉજવાય એ જરૂરી નથી પરંતુ તમે જેને પસંદ કરો છો, પ્રેમ કે પછી તમને જે ગમે છે, જેમ કે તમારા માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો કોઈપણ સાથે ઉજવણી કરી શકો છો. આ આખું અઠવાડિયું વેલેન્ટાઇન-ડે ની સાથે વેલેન્ટાઇન વીક તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત ૭ ફેબ્રુઆરીથી થઈ રહી છે. વેલેન્ટાઇન વીક ની શરૂઆત ૭ ફેબ્રુઆરીએ રોઝ-ડે થી થાય છે.

તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે તમે તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને કેવા પ્રકારનું ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકો છો. કોઈપણ વ્યક્તિ સામે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરવા માંગતા હોવ તો તેના માટે ગુલાબના ફુલથી વધારે સારું બીજું કંઈપણ ના હોય શકે. તેથી રોઝ-ડે પર તમામ પ્રેમીઓ પોતાનાં પાર્ટનરને ગુલાબનું ફુલ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગે છે. ગુલાબ ઘણા રંગનાં હોય છે અને તેનો અર્થ પણ રંગ અનુસાર બદલાય છે.

મેષ અને વૃશ્ચિક રાશિ

ગુલાબમાં લાલ રંગના ગુલાબનો કોઈ જવાબ નથી હોતો તેથી મંગળની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ વાળા લોકોને તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ રંગનું ગુલાબ આપીને તમે તેમને પ્રસન્ન કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ અને વૃશ્ચિક રાશિ વાળા લોકોને લાલ રંગનું ગુલાબ ખુબ જ પસંદ હોય છે. માટે રોઝ-ડે પર તમે તમારા પાર્ટનરને આ રંગનું ગુલાબ આપીને તેમનું દિલ જીતવામાં સફળ થઇ શકો છો.

વૃષભ અને તુલા રાશિ

પર્પલ કલરનું ગુલાબ ખુબ જ અલગ કલર અને અનોખું ગુલાબ હોય છે. તે સરળતાથી મળી શકતું નથી અને તેનો રંગ બાકીનાં ગુલાબથી અલગ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા અને વૃષભ રાશિ વાળા લોકોને જાંબુડિયા રંગનું ગુલાબ એટલા માટે પસંદ હોય છે કારણ કે તેને પહેલી નજરે પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત આ રાશિ વાળા લોકોને સફેદ રંગનું ગુલાબ પણ પસંદ હોય છે.

મિથુન અને કન્યા રાશિ

લીલો રંગ સુખ-સમૃદ્ધિનું સુચક છે. આ રંગનું ગુલાબ મળવું ખુબ જ મુશ્કેલ હોય છે. લીલું ગુલાબ નવીનતા, ખુશી અને વિપુલતાનું પ્રતિક હોય છે, જે કન્યા અને મિથુન રાશિ વાળા લોકોને આકર્ષિત કરે છે. માટે આ કલરનું ગુલાબ આપીને તમે તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો પરંતુ જો તમે આ કલરનું ગુલાબ ના આપી શકો તો તમે પીળા રંગનું ગુલાબ પણ આપી શકો છો. લીલું ગુલાબ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જોવા મળે છે તેથી તમે બીજા રંગનું ગુલાબ આપી શકો છો.

કર્ક અને સિંહ રાશિ

સફેદ ગુલાબ સાચા પ્રેમ અને દિલ ની સત્યતાને પ્રતિબિંબિત કરે છે, જે કર્ક રાશિ વાળા લોકોને ગમે છે. સફેદ રંગ પણ શાંતિનું પ્રતિક છે તેથી તમે કર્ક રાશિ વાળા લોકોને સફેદ ગુલાબ આપીને તમારા દિલની વાત કહી શકો છો. લવંડર કલરનું ગુલાબ પણ પ્રેમનું પ્રતિક છે. તે સિંહ રાશિ વાળા લોકોનાં સ્વભાવ જેવું હોય છે. આવા લોકો તેને દિલથી સ્વીકારે છે તેથી સિંહ રાશિ વાળા લોકો આ રંગને ખુબ જ પસંદ કરે છે.

ધન અને મીન રાશિ

જો તમે તમારા જીવનમાં પ્રેમમાં મધુરતા જાળવી રાખવા માંગતા હોવ તો લાલ ગુલાબ આપવું શ્રેષ્ઠ છે. પીળું ગુલાબ સુખ અને મિત્રતાનું પ્રતિક હોય છે, જેને ગુરુની રાશિ ધન અને મીન રાશિ વાળા લોકો ખુબ જ પસંદ કરે છે. હકિકતમાં ધન રાશિ અને મીન રાશિ વાળા લોકો ગંભીર સ્વભાવનાં હોય છે. આ રાશિ વાળા લોકોને પીળું ગુલાબ આપીને તમે પોતાનો પ્રેમ મેળવવામાં સફળ થઈ શકો છો. માટે તમે લાલ અને પીળા કલરનું ગુલાબ આપીને પોતાનાં દિલની વાત કહી શકો છો.

મકર અને કુંભ રાશિ

મકર અને કુંભ રાશિ વાળા લોકોને સૌથી વધારે ગમતા રંગો આકાશ, વાદળી અને જાંબલી રંગનાં હોય છે પરંતુ આ રંગનું ગુલાબનું ફુલ શોધવું ખુબ જ મુશ્કેલ હોય શકે છે. માટે જો તમે ઇચ્છો તો તમે તમારા પાર્ટનરને અન્ય કોઇ બ્લુ કલરનું ફુલ આપી શકો છો.

Advertisement