ફેસબુક પર આ રહસ્યમયી મહિલાનો ખૌફ, પોતાની રીતે જ ફ્રેન્ડલીસ્ટમાં જોડાઈ જાય છે, અનફ્રેન્ડ પણ નથી થતી

Posted by

ફેસબુક ચલાવવું દરેક લોકોને પસંદ હોય છે. ઘણીવાર અહીંયા આપણને અમુક એવી ચીજો પણ જોવા મળતી હોય છે જે આપણી સમજની બહાર હોય છે. હાલના દિવસોમાં ઘણા લોકોને પોતાના ફેસબુક ફ્રેન્ડ લીસ્ટમાં એક રહસ્યમયી મહિલા જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ મહિલા લોકોના ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા વગર કે રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા વગર એડ થઈ જાય છે. તેનાથી પણ વધારે ચિંતાની વાત એ છે કે લોકો આ મહિલાને ઈચ્છવા છતાં પણ પોતાના એકાઉન્ટમાંથી અનફ્રેન્ડ કરી શકતા નથી.

આ છે તે મહિલા

લોકોની ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં રહસ્યમય રીતે એડ થવા વાળી આ મહિલાની પ્રોફાઇલ સેલીન ડેલગાડો લોપેજ નામથી છે. આ મહિલાની પ્રોફાઇલ જોવામાં બિલકુલ સાધારણ લાગે છે. તેને પહેલીવાર જોવામાં તેનાથી કોઈ ભય લાગતો નથી. પરંતુ જાણકારોનું માનીએ તો તે હેકર્સ અને ડેટા ચોરનાર વાળાઓની નવી યુક્તિ હોઈ શકે છે. આ એકાઉન્ટના માધ્યમથી સોશિયલ મીડિયા યુઝર્સની જાસૂસી કરવામાં આવી શકે છે.

સાવધાન રહો

મૈશેબલ નામના ડિજિટલ પ્લેટફોર્મ એ પણ આ મહિલાના એકાઉન્ટ લઈને ચેતવણી આપી છે. હાલમાં તો અમુક લોકોએ જ આ મહિલા ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં હોવાની વાત નોટીસ કરી છે. તેથી જો આ મહિલા અચાનક તમારા ફ્રેન્ડલિસ્ટમાં નજર આવવા લાગે તો હોશિયાર અને સતર્ક થઈ જવું. તે એક સ્પામ એકાઉન્ટ હોઈ શકે છે જે તમારા અંગત ડેટા ચોરી શકે છે. સૌથી ભયભીત કરનાર વાત એ છે કે આ મહિલા તે લોકોના ફ્રેન્ડ લિસ્ટમાં જોવા મળી રહી છે જેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના અને સ્વીકારવાના સેટિંગ્સને પોતાના હિસાબથી સેટ કરેલ છે.

આ પ્રોફાઇલની બીજી એક વાત અજીબ વાત એ છે કે તેમણે પોતાની પ્રોફાઈલ એ રીતે સેટ કરી છે કે લોકો તેને ભૂલથી પોતાની કોમન ફ્રેન્ડ સમજી લે છે. સામાન્ય રીતે ફેસબુક પ્રોફાઇલ ફોટો અને નામની નીચે એક મોટા વાદળી ટેબમાં “મેસેજ” બટન હોય છે, તેનો મતલબ થાય છે કે આ પ્રોફાઇલ તમારા ફ્રેન્ડની છે. પરંતુ સેલિન ડેલગાડો લોપેજની પ્રોફાઇલમાં “Add Friend” ઓપ્શનની નીચે ગ્રે બટનની જગ્યાએ વાદળી ટેબમાં “મેસેજ” બટન જોવા મળે છે. જેના લીધે લોકો તેમને પોતાનો જાણીતો મિત્ર સમજીને તેમની મેસેજ રીક્વેસ્ટ એકસેપ્ટ કરી લે છે.

આ પ્રોફાઇલમાં પોસ્ટ અને ત્રણ ફોટા છે. ૨૭ એપ્રિલ પછી કોઈ નવી પોસ્ટ પણ કરી નથી. તેમણે પોતાની એકાઉન્ટ સેટિંગ પણ પ્રાઇવેટ કરી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *