ફક્ત આ ફેમસ એક્ટ્રેસને જ ગળે લગાવે છે અનન્યા પાંડે, ઇન્સ્ટાગ્રામ પર ખોલ્યું સૌથી મોટું રહસ્ય

બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી દિપીકા પાદુકોણ હાલના દિવસોમાં શગુન બત્રાની ફિલ્મનાં શુટિંગમાં વ્યસ્ત છે. દિપીકા પાદુકોણની સાથે આ ફિલ્મમાં અભિનેતા ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે પણ જોવા મળશે. શૂટિંગ સેટ પર બંને એક્ટ્રેસનો બોન્ડ પણ ખૂબ જ મજબૂત થઈ રહ્યો છે અને તેની વચ્ચે એક્ટ્રેસ અનન્યા પાંડેએ દિપીકા પાદુકોણની સાથે એક ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

અનન્યા પાંડે એ એક ફોટો શેર કરતા ખુબ જ મજેદાર કેપ્શન પણ આપ્યું છે. અનન્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીરની મદદથી તે વાતની તરફ ઈશારો કર્યો છે કે તે ફક્ત દિપીકા પાદુકોણને જ ગળે લગાવે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો અનન્યા અને દિપીકાનો આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર રાખવામાં આવેલી સ્ટોરીમાં તે જોવા મળી રહ્યું છે કે અનન્યા દિપીકા પાદુકોણને ગળે લગાવી છે. વળી અનન્યા કેમેરાની તરફ જોઈને સ્માઈલ આપી રહી છે, આ ફોટોમાં દિપીકાનો ચહેરો નજર આવી રહ્યો નથી. અનન્યાએ તેને શેર કરતા લખ્યું છે કે “The Only Person I Hug”. જ્યારે આ ફોટા પર દિપીકાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, “લવ યુ બેબી ગર્લ”.

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થી અનન્યા કર્યું હતું ડેબ્યૂ

૨૨ વર્ષની અનન્યા પાંડેનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૯૮નાં રોજ “માયાનગરી” મુંબઈમાં થયો હતો. પોતાના પિતા અભિનેતા હોવાનો ફાયદો તેમને મળ્યો અને તે ફક્ત ૨૦ વર્ષની નાની ઉંમરમાં જ બોલિવૂડમાં ડેબ્યુ કરવામાં સફળ રહી હતી. અનન્યાએ મે ૨૦૧૯ માં રિલીઝ થયેલી ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર-૨” થી પોતાના હિન્દી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

પહેલી ફિલ્મમાં તેમણે અભિનેતા ટાઇગર શ્રોફ અને એક્ટ્રેસ તારા સુતારિયાની સાથે કામ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મ અનન્યા સાથે જ તારા સુતારીયાની પણ ડેબ્યુ ફિલ્મ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવી શકી નહી. જોકે અનન્યાના કામની પ્રશંસા કરવામાં આવી હતી.

પહેલી ફિલ્મ બાદ અનન્યાના ખાતામાં બીજી ફિલ્મ આવી જેનું નામ હતું પતિ પત્ની ઔર વો. આ ફિલ્મમાં અનન્યા એ બોલિવૂડના બે ઉભરતા સિતારાઓ સાથે કામ કર્યું. ભૂમિ પેડનેકર અને કાર્તિક આર્યન. આ ફિલ્મ સામાન્ય પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ તેમની ત્રીજી ફિલ્મ “ખાલી પીલી” રહી. તેમાં તે અભિનેતા ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ આ વર્ષે ૨ ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ હતી. અનન્યા પાંડે અત્યાર સુધીમાં બોલિવૂડમાં ત્રણ ફિલ્મો કરી ચૂકી છે.

“૮૩” ફિલ્મને લઈને ચર્ચામાં દિપીકા

આજના સમયની સૌથી ચર્ચિત અને ફેમસ બોલીવુડ એક્ટ્રેસ એટલે કે દિપીકા પાદુકોણની વાત કરવામાં આવે તો આ વર્ષે જ જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ “છપાક” માં તે જોવા મળી હતી. દિપીકાએ ફિલ્મ “છપાક” માં એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવ્યું હતું. હિન્દી સિનેમાને પોતાના કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી ચૂકેલી દિપીકા પાદુકોણ ખૂબ જ જલ્દી પોતાના પતિ રણવીર સિંહ સાથે મળીને ફેન્સનું મનોરંજન કરશે.

દિપીકાની આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો તે હાલના દિવસોમાં ફિલ્મ “૮૩” ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ “૮૩” ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલ વર્લ્ડકપ પર આધારિત છે. આ ફિલ્મમાં દિપીકાની સાથે તેમના પતિ રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં હશે. “૮૩” માં રણવીરસિંહ પૂર્વ ભારતીય ક્રિકેટનાં કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે, જ્યારે વાસ્તવિક જીવનમાં રણવીરસિંહની પત્નિ દિપીકા રીલ લાઇફમાં આ ફિલ્મમાં રણવીરની પત્નિ એટલે કે કપિલદેવની પત્નિ રોમી ભાટિયાનું પાત્ર ભજવશે.

પહેલા ફિલ્મ “૮૩” ની રિલીઝ માટે ૧૦ એપ્રિલ ૨૦૨૦ની તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે કોરોના મહામારીનાં લીધે લગાવવામાં આવેલ લોકડાઉનની વચ્ચે તે સંભવ થઇ શક્યું નહી. તેવામાં હવે આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ ૨૦૨૧નાં શરૂઆતના મહિનામાં સિનેમાઘરોમાં પોતાનો જલવો બતાવી શકે છે.