ફક્ત ૧૪૦૦ રૂપિયામાં પ્લેનમાં કરો મુસાફરી, ફટાફટ ટિકિટ કરો બુક, અહીંયા જુઓ રૂટ લીસ્ટ અને ભાડું

Posted by

હવે તમે સસ્તામાં દેશની સુંદર જગ્યાઓ પર ફરી શકો છો એટલું જ નહીં હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટ થી જવું પણ ખુબ જ સરળ થઈ જશે. હકીકતમાં એરલાઇન કંપની ઈન્ડિગોએ ઘણી નવી ડાયરેક્ટ ફ્લાઇટની ઘોષણા કરી છે. તેની સાથે જ ઈન્ડિગોએ કહ્યું છે કે, “અમે પોતાના મુસાફરો માટે પોઈન્ટ-ટુ-પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધારે એક ડગલું આગળ વધાર્યું છે”.

એરલાઇન કંપની ઈન્ડિગો એ આપી જાણકારી

એરલાઇન કંપની ઈન્ડિગોનું કહેવું છે કે, સીધી કનેક્ટિવિટી થી મુસાફરીમાં સરળતા રહેશે અને તેમની પ્રાકૃતિક સુંદરતા સમૃદ્ધ અને વિવિધતાપુર્ણ સંસ્કૃતિથી પર્યટકોને એક અનોખો અનુભવ મળશે. તેનાથી મુસાફરોને ફરવાનાં પ્લાનિંગમાં પણ સરળતા રહેશે. આ પહેલા એરલાઇને ૨ નવેમ્બર ૨૦૨૧ નાં રોજ શિલાંગ અને ડિબ્રુગઢ ની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ની શરૂઆત કરી છે. તેમનું ભાડુ માત્ર ૧૪૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.

આવી રીતે કરી શકો છો બુકિંગ

જો તમે પણ સસ્તામાં ફ્લાઇટમાં મુસાફરી કરવા માંગો છો તો ઈન્ડિગો ની વેબસાઈટ પર જઈને વિસ્તૃત જાણકારી લઈ શકો છો. તેના સિવાય મુસાફરો ઈન્ડિગોની ફ્લાઈટ માટે એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ ટિકિટ બુક કરી શકે છે.

૧૨ કલાકની મુસાફરી ફક્ત ૭૫ મિનિટમાં


તમને જણાવી દઈએ કે પરિવહનનાં કોઈપણ સીધા સાધનની અનુપલબ્ધતાનાં કારણે લોકોને શિલાંગ ગને દિબ્રુગઢ ની વચ્ચે મુસાફરી કરવા માટે બસ અને ટ્રેન દ્વારા ૧૨ કલાકની લાંબી મુસાફરી કરવા માટે મજબુર થવું પડતું હતું પરંતુ હવે ફક્ત ૭૫ મિનિટની મુસાફરીનો વિકલ્પ પસંદ કરીને લોકો બન્ને શહેરો વચ્ચે સરળતાથી ઉડાન ભરી શકશે.