સુપરહિટ ફિલ્મ “અંદાજ અપના અપના” બોલિવૂડની સૌથી સુપરહિટ કોમેડી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની કાસ્ટથી લઈને સ્ટોરી અને ડાયરેક્શન બધું જ ગજબનું હતું. જણાવી દઈએ કે આ ફિલ્મ ૪ નવેમ્બર ૧૯૯૪નાં રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાના ૨૬ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ આજે પણ તેમના ફેમસ ડાયલોગ્સ કોઇ ભૂલી શક્યું નથી. આ ફિલ્મને વિનય સિંહાએ પ્રોડ્યુસ કરી હતી. તે વર્ષોથી તેની સિક્વલ બનાવવા માંગતા હતા પરંતુ દર વખતે રહી જતી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તેમનું નિધન થઈ ગયું અને તેમનું આ ફિલ્મની સિક્વલ બનાવવાનું સપનું અધૂરું જ રહી ગયું.
જણાવી દઈએ કે આ ફિલ્મમાં નિર્માતા કરિશ્મા અને રવીનાને નહી પરંતુ કોઈ અન્ય હિરોઈનને લેવા માંગતા હતા. વળી ફિલ્મનાં હીરો આમીરખાન અને સલમાનખાન નિર્માતાની પહેલી પસંદ હતા પરંતુ બન્નેની વચ્ચે એવું કંઈક થયું કે બાદમાં તે એકસાથે ક્યારેય નજર આવ્યા નહી. આજે અમે તમને આ ફિલ્મ સાથે જોડાયેલી એવી જ અમુક ખાસ વાતો જણાવીશું.
આમિર અને સલમાન બંનેની જ ફિલ્મો થઈ રહી હતી ફ્લોપ
આ ફિલ્મને બનાવવાનો આઇડિયા સૌથી પહેલાં પ્રોડ્યુસર વિનય સિંહને આવ્યો હતો. તે એ સમય હતો જ્યારે આમિરખાન અને સલમાનખાન બંનેની જ શરૂઆતી ફિલ્મોને છોડીને બાકીની બધી જ ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. પ્રોડ્યુસર વિનય સિંહા આમિરના પિતા તાહિર હુસૈન સાથે સંપર્કમાં હતા. આમિરના પિતા પણ ઇચ્છતા હતા કે તેમના દિકરાને એક સારો પ્રોજેક્ટ મળી જાય. જ્યારે પ્રોડ્યુસર વિનય સિંહાએ એક કોમેડી ફિલ્મનો પ્રોજેક્ટ તેમની સામે રાખ્યો તો તેમને તે ખૂબ જ પસંદ આવ્યો હતો. આમિરે આ ફિલ્મ માટે હા કરી દીધી.
નિર્માતા વિનય સિન્હાની ફિલ્મ માટે બીજી પસંદ સલમાન ખાન હતા. સલમાન ખાન પણ તે સમયે સારા પ્રોજેક્ટની તલાશમાં હતા. તેથી તેમણે પણ આ ફિલ્મમાં કામ કરવા માટે હા પાડી દીધી. આ ફિલ્મમાં પહેલીવાર આમિર અને સલમાન એકબીજાની સાથે નજર આવ્યા.
કરિશ્મા અને રવિના ના હતી પહેલી પસંદ
ફિલ્મના હીરો ફાઈનલ થયા બાદ નિર્માતા વિનય સિંહાને ફિલ્મની બંને હિરોઇનોની તલાશ હતી. જણાવવામાં આવે છે કે પ્રોડ્યુસર ફિલ્મમાં મનીષા કોઈરાલા અને મમતા કુલકર્ણીને લેવા માંગતા હતા. પરંતુ તે સમયે મમતા કુલકર્ણી કોઈ અન્ય પ્રોડ્યુસર સાથે બોન્ડ સાઇન કરી ચૂકી હતી. વળી મનીષા કોઈરાલાએ પણ કોઈ કારણોસર ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મ માટે નીલમને પણ એપ્રોચ કરવામાં આવી હતી પરંતુ ત્યાં પણ વાત બની નહી. આખરે નિર્માતાએ કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે સંપર્ક કર્યો. આ રીતે કરિશ્મા અને રવિના ફિલ્મની હીરોઇન બની. બંનેની દમદાર અદાકારીએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આમિરે બાદમાં ના કર્યું સલમાનની સાથે કામ
અંદાજ અપના અપના તે પહેલી અને છેલ્લી ફિલ્મ હતી જેમાં આમિર અને સલમાન એક સાથે નજર આવ્યા હતા. જણાવવામાં આવે છે કે શૂટિંગ દરમિયાન આમિરખાનને સલમાનનાં કારણે ખૂબ જ તકલીફ થઈ હતી. સલમાન તે સમયે પોતાના એટીટ્યુડમાં રહેતા હતા અને દરરોજ સેટ પર ખૂબ જ મોડા પહોંચતા હતા. આ કારણથી બધાને તેમની કલાકો સુધી રાહ જોવી પડતી હતી.
આમિરખાનને રાહ જોવી બિલકુલ પણ પસંદ ના હતી. આ જ કારણ હતું કે તેમણે નિર્ણય લીધો કે ત્યારબાદ તે કયારેય પણ સલમાન ખાનની સાથે કોઈ ફિલ્મ કરશે નહી. ફિલ્મની હિરોઈનોનાં વિશે પણ એવું કહેવામાં આવે છે કે તે સમયે બંનેને કોઈ વાતને લઈને લડાઈ થઈ હતી અને આ કારણથી તે બંને સેટ પર એકબીજા સાથે વાત પણ કરતી ના હતી.