થોડી જ ફિલ્મોમાં કામ કરીને જેકલીન ફર્નાન્ડીઝ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ બની ગઈ છે. જેકલીન છેલ્લે ફિલ્મ “ડ્રાઈવ” માં જોવા મળી હતી, જેમાં તેમના હીરો સુશાંત સિંહ રાજપૂત હતાં. પોતાની ફિલ્મોની સિવાય જેકલીન પોતાની ગ્લેમરસ તસવીરો લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. જેકલીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલનાં દિવસોમાં પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે.
આ કડીમાં જેકલીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક એવી તસ્વીરો શેર કરી છે જેને જોઈને ફેન્સની ઊંઘ ઊડી ગઈ છે જણાવી દઈએ કે જેકલીનનું નામ બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ થાય છે જેમાં તેમને ચાહવાવાળા લોકોની સંખ્યા કરોડોમાં છે તેવામાં ૪૬ મિલિયન ફોલોઅર્સ પૂરા થવાની ખુશીમાં જેકલીને ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં અમુક બોલ્ડ ફોટોઝ શેર કર્યા હતાં, જેના પર કોમેન્ટ્સનું પુર આવ્યું હતું.
એક્ટ્રેસે વ્હાઇટ પેન્ટમાં પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ફક્ત પેન્ટ ? તો જણાવી દઈએ કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેકલીને ફક્ત સફેદ રંગનાં એક પેન્ટમાં અમુક તસ્વીરો શેર કરી છે. ટોપની જગ્યાએ જેકલીને ફૂલોનો ગુલદસ્તો પકડેલો છે જે બિલકુલ ટોપની જેવો જ દેખાઈ રહ્યો છે. જેકલીનની આ બોલ્ડ તસવીરોને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
જેકલીનને લઈને પાછલા દિવસોમાં એવી ખબરો મળી રહી છે કે ફરી એકવાર તેમની જોડી સલમાન ખાનની સાથે બની શકે છે. ખબરો મળી રહી છે કે જેકલીન કિક-૨ માં કામ કરી રહી છે. આ પહેલા પણ ફિલ્મ “કિક” માં સલમાન ખાનની ઓપોઝિટ કામ કરીને જેકલીનને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. પાછલા દિવસોમાં જેકલીનનું ગીત “ગેંદા ફૂલ” એ પણ ઇન્ટરનેટનાં તમામ રેકોર્ડ તોડી દીધા હતાં. આ ગીતને બધા લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું.
જણાવી દઈએ કે એક સમયમાં જેકલીન અને સાજીદ ખાનનો સંબંધ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. બંને લગ્ન કરવાના હતા પરંતુ તે પહેલાં જ તેમનું બ્રેક-અપ થઈ ગયું. સાજીદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે મે-૨૦૧૩ માં અમે અલગ થયાં, જોકે ડિસેમ્બર ૨૦૧૨ થી જ અમારો સંબંધ તૂટી રહ્યો હતો. જ્યારે તમારા જીવનમાં એક મહિલા હોતી નથી તો તમારી પાસે એવું કોઈપણ વ્યક્તિ હોતું નથી જે સતત તમને પરેશાન કરે તેવામાં તમે સારું કામ કરો છો.
હાઉસફુલ-૨, રેસ-૨, મર્ડર-૨, કીક જેવી સુપરહિટ ફિલ્મો આપવાવાળી જેકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકાઇ મૂળની બોલિવૂડ અભિનેત્રી છે. જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મોમાં આવતા પહેલા મિસ શ્રીલંકાનો તાજ પણ જીતી ચૂકી છે. તેમણે બોલિવૂડમાં “અલાદિન” ફિલ્મથી પોતાનું પગલું માંડ્યું હતું. તેમને વર્ષ ૨૦૧૦માં સર્વશ્રેષ્ઠ નવી અભિનેત્રીનો આઇફા અને સ્ટારડસ્ટ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.