ફક્ત સલાડ વેચીને દર મહિને ૧ લાખ રૂપિયા કમાય છે આ મહિલા, વ્હોટ્સએપથી શરૂ કર્યું હતું માર્કેટિંગ

ભોજનની સાથે સલાડ ખાવું એક સારી આદત હોય છે અને આજકાલ તો લોકો સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત પણ બની ગયા છે. તેવામાં લોકો સલાડનું સેવન વધારે કરતાં હોય છે. હોટલમાં તો શાક-રોટલી સાથે સલાડ મફતમાં મળી જાય છે પરંતુ આજે અમે તમને એક એવી મહિલા સાથે મુલાકાત કરાવીશું કે જેમણે સલાડ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. પુણેમાં રહેવાવાળી મેઘા બાફનાનો સલાડનો વ્યવસાય છે. તેમણે સલાડના મેન્યુને લઈને ઘણા પ્રકારના પ્રયોગ કર્યા અને હવે તે દરરોજ ઘણા લોકોને સ્વાદિષ્ટ સલાડ ખવડાવીને સારા એવા પૈસા કમાઈ લે છે.

૩૫૦૦ રૂપિયાથી શરૂ કર્યો હતો વ્યવસાય

મેઘનાએ પોતાનો વ્યવસાય ૨૦૧૭ માં શરૂ કર્યો હતો, ત્યારે તે રિયલ એસ્ટેટમાં જોબ કરતી હતી. જોકે તેમણે પોતાના જીવનમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેવામાં તેમને સલાડ વેચવાનો આઈડિયા આવ્યો. તેના માટે તેમણે ૩૫૦૦ રૂપિયા ખર્ચ કરીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં તે વ્હોટ્સએપ પર પોતાનાં દ્વારા બનાવવામાં આવેલાં સલાડની તસ્વીરો શેર કરતી હતી. તેવામાં પહેલા દિવસે જ તેમને ૫ ઓર્ડર મળ્યા. આ બધા જ ઓર્ડર તેમના મિત્રોનાં જ હતાં. તેમના સ્ટાર્ટઅપનું નામ “કીપ ગુડ શેપ” (Keep Good Shape) છે.

પહેલા દિવસે મળ્યા હતા ૫ ર્ડર

ધીમે ધીમે લોકો સુધી મેઘાનું ટેસ્ટી સલાડ ફેમસ થવા લાગ્યું. તેમને વધારે ઓર્ડર મળવા લાગ્યા. ખૂબ જ જલ્દી તેમણે પોતાનો સ્ટાફ પણ વધારી દીધો. પહેલા તે એકલી કામ કરતી હતી પરંતુ હવે તેમણે શાકભાજી સમારવા માટે ૯ મહિલાઓ અને ડિલિવરી કરવા માટે ૧૦ ડીલેવરી એજન્ટ રાખ્યા છે.

મહિનાના ૧ લાખ રૂપિયા કમાય છે

મેઘા આ વ્યવસાયથી મહિનાના ૭૫ હજાર રૂપિયાથી લઈને ૧.૨૫ લાખ રૂપિયા સુધી પ્રોફિટ કમાઈ લે છે. પાછલા ૩-૪ વર્ષમાં તે ૨૨ લાખ રૂપિયાની કમાણી ફક્ત સલાડ વેચીને જ કરી ચુકી છે. જોકે આ બધું એટલું સરળ હતું નહી. તેના માટે તે રોજ સવારે ૪.૩૦ વાગ્યે ઊઠી જતી હતી અને બાદમાં સલાડના પેકેટ તૈયાર કરવામાં લાગી જતી હતી.

ઉપરથી બાળકોને સંભાળવા, ઘરની દેખરેખ કરવી, શાકભાજી લેવા જવું આ બધું જ ચાલતું હતું. જોકે તેમણે પોતાનો સ્ટાફ વધારી લીધા બાદ તેમને ખૂબ જ મદદ મળી ગઈ હતી.

ક્યારે પણ હાર માની નહી

લોકડાઉન પહેલાં તેમની પાસે ૨૦૦ રેગ્યુલર કસ્ટમર્સ હતા. તેમણે આ વ્યવસાયને શરૂ કર્યા બાદ ઘણીવાર નુકસાન પણ થયું હતું. પરંતુ તેમ છતાંપણ તેમણે હાર માની નહિ અને સતત કામ કરતી રહી. આ તેમની મહેનત મુજબ પરિણામ છે કે આજે તે સલાડ વેચીને લોકો પાસેથી પૈસા કમાઈ રહી છે. મેઘા પોતાના સલાડનું મેન્યું દરરોજ બદલાવતી રહે છે. તે ડાયાબિટીસ અને અન્ય બિમારીથી પીડિત દર્દીઓ માટે સ્પેશ્યલ સલાડ પણ તૈયાર કરે છે.