૭ સીટર ફેમિલી કાર સાથે મારુતિ લોન્ચ કરશે આ ૬ નવી કાર, શરૂઆતની કિંમત હોય શકે છે માત્ર ૩.૫૦ લાખ

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી દેશમાં હેચબેક કાર ખરીદવા માટે ખુબ જ લોકપ્રિય છે. વળી હવે કંપનીની નજર SUV સેગમેન્ટ પર છે. હાલમાં જ આપણે નવી બલેનો, વેગેનાર, સેલેરિયો અને ડીઝાયરનાં સીએનજી મોડેલનાં લોન્ચ જોઈ ચુક્યા છે. ત્યારબાદ હવે કંપની પોતાની નવી ૬ કાર પર કામ કરી રહી છે, જેમાં હાલનાં મોડેલનાં સીએનજી વર્ઝન સાથે નવી કાર પણ સામેલ થશે. જો તમે મારુતિની અપકમિંગ કાર ની રાહ જોઈ રહ્યા છો તો અમે તમારા માટે અહીં તમામ ડીટેઇલ લઈને આવ્યા છીએ.

મારુતિ વિટારા બ્રેઝા (Expected Price : 8 to 10 Lakh)

આ લિસ્ટમાં સૌથી પહેલી કાર હશે નવી બ્રેઝા. આ કાર ને એપ્રિલ ૨૦૨૨ માં લોન્ચ કરવામાં આવશે. નવી મારૂતિ બ્રેઝા કાર એકદમ નવા કેબિન અને ફરીથી ડિઝાઇન કરવામાં આવેલા એક્સટીરીયર સાથે આવશે, જેને સુઝુકીનાં ગ્લોબલ સી-પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જે આઉટ ગોઇંગ મોડેલને પણ રેખાંકિત કરે છે. નવા મોડલ ઘણા સેગમેંટ ફર્સ્ટ ફીચર્સ સાથે આવશે. જેમકે ઈલેક્ટ્રીક સનરૂફ, ૩૬૦ ડિગ્રી પાર્કિંગ કેમેરા વગેરે.

મારુતિ જીમ્ની (Expected Price : 10 lakh)

આ સિવાય મારુતિ સુઝુકી જિમ્ની ઓફ રોડ SUV નાં લોંગ વ્હીલ બેઝ વર્ઝન પર પણ કામ કરી રહી છે. આ નવું મોડેલ મુખ્ય રૂપથી ભારતીય બજારને લક્ષિત કરશે. જોકે તેને પસંદગીનાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ લોન્ચ કરવામાં આવશે. લીક મીડિયા રિપોર્ટ પરથી જાણવા મળે છે કે મારુતિ Jimny ૫ ડોર સિએરા પર આધારિત હશે અને તેમાં ૩૦૦ મી.મી. લાંબા વ્હીલ બેઇઝ હશે.

મીડ સાઇઝ એસયુવી (Expected price : 9 to 12 Lakh)

આ લિસ્ટની બીજી કાર પર વાત કરીએ તો કંપની એક નવી મીડ સાઇઝ SUV પર પણ કામ કરી રહી છે, જેનો કોડનેમ YFG રાખવામાં આવ્યો છે. આ કારને ૨૦૨૨ નાં મધ્ય ભાગમાં લોન્ચ કરવાની સંભાવના છે. નવા મોડેલને સુઝુકી અને ટોયોટા દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવશે. નવી મારૂતિ YFG મીડ સાઇઝ SUV માં હાઇબ્રીડ સિસ્ટમનો પણ પ્રયોગ કરવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે સુઝુકીની આ મીડ સાઇઝ SUV કાર ને વિટારા નામ આપવામાં આવશે.

કુપ એસયુવી વાયટીબી (Expected Price : 13 to 15 lakh)

કંપની ભારતીય બજાર માટે એક કુપ શૈલી વાળી SUV કાર પણ તૈયાર કરી રહી છે, જેનો કોડનેમ YTB છે. આ નવુ મોડેલ ૪ મીટરનાં SUV ની નીચે સ્લોટ કરવામાં આવશે અને તેને બ્રેઝા સાથે વેચવામાં આવશે. નવી મારૂતિ YTB કુપે SUV નેક્સા પ્રીમિયમ ડીલરશિપ નેટવર્ક દ્વારા સેલ થશે, જેને કંપની HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરશે.

અલ્ટો-૨૦૨૨ (Expected price: 3.50 Lakh)

તેની સાથે જ મારુતિ નવી પેઢીની Alto હેચબેક કાર પણ આ વર્ષે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર હળવા HEARTECT પ્લેટફોર્મ પર આધારિત હશે, જે S-Presso, નવી Celerio અને WagonR ને લોન્ચ કરી શકે છે. સ્પાય તસ્વીરથી જાણવા મળે છે કે નવી મારુતિ અલ્ટો ૨૦૨૨ આકારમાં વધી જશે કારણકે આઉટગોઇંગ મોડેલની તુલનામાં લાંબી, પહોળી દેખાઇ રહી છે.

મારુતિ અર્ટીગા ૨૦૨૨ (Expected price : 8 lakh)

આ લિસ્ટમાં અંતિમ કાર કંપનીની લોકપ્રિય ૭ સીટર કાર Ertiga છે. નવી Ertiga એક્સટીરિયરમાં અમુક બદલાવ સાથે આવશે. તેમાં નવા ફ્રન્ટ ગ્રિલ સાથે હાલનાં હેડ લેમ્પ, બંપર, એલોય વ્હીલસ અને ટેલ લેમ્પ સામેલ હશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની આ કાર ને જુન મહિના પહેલાં લોન્ચ કરી શકે છે, જેમાં માઇલ્ડ હાઇબ્રીડ ટેકનિકની સાથે ૧.૫ લીટર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે.