ફેન્સ એ પીએમ મોદીને કરી સોનુ સુદને ભારત રત્ન આપવાની માંગણી, એકટરે આપી આવી પ્રતિક્રિયા

અભિનેતા સોનુ સૂદ લોકડાઉનથી સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં લાગેલા છે. કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ તેમની મદદ માંગે છે તો તે તેમની મદદ કરવા માટે હંમેશા આગળ આવે છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી સોનુ સૂદ સતત લોકોની સાથે જોડાયેલા રહે છે અને તે ગરીબોની પાસે પોતાની મદદ પહોંચાડી રહ્યા છે. અત્યાર સુધીમાં અભિનેતાએ લોકોની તમામ પ્રકારની મદદ કરીને બધાનું દિલ જીતી લીધું છે. તેમના આ ઉમદા કાર્યની બધી બાજુ પ્રશંસા થઈ રહી છે. તેમની વચ્ચે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદના કામથી ખુશ થઈને એક ફેન્સ એ એક્ટર માટે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન પદવીની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે એક પોસ્ટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વિનંતી કરી છે કે સોનુ સુદને ભારત રત્ન આપવામાં આવે.

ફેન્સ એ સોનું સુદને ભારત રત્ન આપવાની કરી પીએમ મોદીને માંગણી


અભિનેતા સોનું સુદે જરૂરિયાતમંદ લોકો અને ગરીબોની મદદ કરીને ખૂબ જ ભલાઈનું કામ કર્યું છે. સોનું સુદની મદદથી ઘણા લોકોના જીવનમાં ખુશીઓ આવી છે. તેવામાં એક ફેન્સ એ એક્ટર માટે એક મોટી માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર યુઝરે એક પોસ્ટનાં માધ્યમથી સરકારને વિનંતી કરતા લખ્યું છે કે, આદરણીય પ્રધાનમંત્રી જી, આપણા બધા જ દેશવાસીઓની માંગણી છે કે જે રીતે કોરોનાકાળમાં સોનુ સુદજી એ  ગરીબ, મજૂર, વિદ્યાર્થી દરેક જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી છે અને પહોંચાડી રહ્યા છે તે દેશના સાચા હીરો માટે ભારત રત્ન એવોર્ડ આપવાની માંગણી કરીએ છીએ. જેમકે તમે તસ્વીરને જોઈ રહ્યા છો. યુઝરે જે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમની અંદર અભિનેતાનો ફોટો ભગવાનની તસ્વીરની સાથે રાખવામાં આવેલ નજરે આવી રહ્યો છે.

અભિનેતા સોનુ સુદે જ્યારે આ પોસ્ટને જોઈ તો તે ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમણે આ ટ્વીટનો રીપ્લાય કરતા ટ્વીટમાં હાથ જોડવા વાળી ઈમોજી મોકલી હતી. તેની સાથે જ અભિનેતાએ “Humbled” પણ લખ્યું છે. અભિનેતા સોનુ સુદ દ્વારા આપવામાં આવેલ આ રીપ્લાયને જોઇને એવું લાગી રહ્યું છે કે તેમણે પોતાના ફેન્સની માંગણી પર વધારે ઉત્સાહ બતાવ્યો નથી. એક્ટરે ફેન્સના પ્રેમની કદર કરતા એક હાથ છોડવા વાળી ઇમોજીનો ઉપયોગ કર્યો છે, આ ઇમોજી ના માધ્યમથી સોનુ સૂદ એવું જણાવવા માંગે છે કે તે ફક્ત વિનમ્ર અને જમીન સાથે જોડાયેલા રહેવા માંગે છે.

સોનુ સૂદ સતત કરી રહ્યા છે લોકોની મદદ

અભિનેતા સોનુ સુદે લોકોની મદદ કરવાની શરૂઆત કોરોના મહામારીમાં લોકડાઉનનાં સમય દરમિયાન કરી હતી પરંતુ તેમની મદદ કરવાની કામગીરી હજુ પણ ચાલુ છે. હજુ પણ તે જરૂરિયાતમંદ લોકોની દરેક સંભવ મદદ કરતા રહે છે. તેમની ટીમ સંપૂર્ણ દેશમાં સક્રિય રહીને લોકોની મદદ કરવાની કોશિશ કરી રહી છે. અભિનેતા સોનુ સુદ ઈચ્છે છે કે કોઈપણ વ્યક્તિ મજબૂરીમાં પોતાનું જીવન પસાર ના કરે. અભિનેતાનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેમનો આ અંદાજ જ તેમને બધાથી અલગ બનાવી રહ્યો છે. સોનુ સૂદ લોકોની વચ્ચે રીયલ હીરો બની ગયા છે. હવે લોકો તેમને ભગવાનનો દરજ્જો પણ આપી રહ્યાં છે.