ફેન્સના નિશાના પર છે સ્ટાર કિડ્સ, આ આવનારી ફિલ્મોને સહન કરવું પડી શકે છે મોટું નુકસાન

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદથી ફરી એકવાર બોલીવૂડમાં આઉટસાઇડર્સ અને નેપો કિડ્સને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સુશાંત સિંહ રાજપૂત એક આઉટસાઇડર્સ હતા અને તેમના મૃત્યુ એ બોલિવૂડનું સત્ય એકવાર ફરી લોકોની સામે લાવી દીધું છે. તેવામાં ફેન્સ પણ હવે નેપો કિડ્સનો બહિષ્કાર કરવા લાગ્યા છે. તેની અસર હવે તેમની ફિલ્મો પર પણ પડવા લાગી છે.

હાલમાં જ સડક-૨ નું ટ્રેલર રિલીઝ થયું હતું અને ફેન્સ એ તેને મોસ્ટ ડીસલાઈક્સ વીડિયો બનાવી દીધો હતો. ત્યાં સુધી કે ફિલ્મના ગીતો પર પણ ફેન્સ પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. જે રીતે ફેન્સ નેપો કિડ્સ અને સ્ટાર્સ પર ગુસ્સો બતાવી રહ્યા છે તેનાથી માની શકાય કે આવનારા સમયમાં ફિલ્મોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ એ ફિલ્મો વિશે જેને સહન કરવો પડી શકે છે ફેન્સનો ગુસ્સો.

તખ્ત


કરણ જોહરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ તખ્ત ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભાઈચારા, દગાબાજી અને પ્રેમ જેવી ચીજો જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, વિકી કૌશલ, જહાનવી કપૂર, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર જેવા સિતારાઓ નજર આવી રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહરનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બતાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૨૧ માં રિલીઝ થનાર છે. પરંતુ ફેન્સ ગુસ્સાને આગળ પણ યાદ રાખી શકે છે. જણાવી દઈએ કે કોરોનાને લીધે ફિલ્મની શૂટિંગ પર પણ ઘણી અસર પડી છે. જોકે સુશાંતના ફેન્સ હાલના દિવસોમાં તો કરન જોહરથી ખૂબ જ નારાજ છે. બીજી તરફ આ ફિલ્મમાં સ્ટાર કિડ્સની પણ ભરમાર છે. તેવામાં આ ફિલ્મને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

દોસ્તાના-૨

પહેલી ફિલ્મ દોસ્તાના માં અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા અને જોન અબ્રાહમ હતા અને તે પણ ધર્મ પ્રોડક્શન હાઉસની ફિલ્મ હતી. હવે ધર્મા પ્રોડક્શન તેનો બીજો ભાગ પણ લાવી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને જહાનવી કપૂરની સાથે અન્ય એક સ્ટાર કિડ્સ હોવાની ખબર સામે આવી રહી છે. આ ફિલ્મમાં સ્ટાર કિડ્સ તો છે જ સાથે જ આ ફિલ્મ પણ કરણ જોહરની છે. તેવામાં ફેન્સ આ ફિલ્મને પણ બોયકોટ કરી શકે છે અને કરણ જોહરને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

કુલી નંબર ૧

સારા અલી ખાન અને વરુણ ધવન ની ફિલ્મ કુલી નંબર વન પણ હાલના દિવસોમાં ફેન્સના નિશાના પર છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ કુલી નંબર વન ની જ રીમેક છે અને આ ફિલ્મના ડાયરેક્ટર ડેવિડ ધવન જ છે. સારા અને વરુણ બંને બોલિવૂડના ટોપ સ્ટાર કિડ્સ છે અને અત્યારથી જ આ ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ સામાન્ય રીતે મોટી સફળ ફિલ્મ બની શકતી હતી પરંતુ ફેન્સનો ગુસ્સો જોઈને સમજી શકીએ છીએ કે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ શકે છે.

શકુન બત્રાની અનામ ફિલ્મ

ડાયરેક્ટર શકુન બત્રાની અનામ ફિલ્મમાં અનન્યા પાંડે, દિપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ ચતુર્વેદી જેવા સિતારાઓ જોવા મળશે. જણાવી દઈએ કે શકુન બત્રાએ “એક મે ઔર એક તુ” અને “કપૂર એન્ડ સન્સ” જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં મોટા મોટા સ્ટાર છે અને નેપો કિડ્સ સામેલ હોવાના કારણે આ ફિલ્મને પણ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. મહત્વપૂર્ણ છે કે નેપોટીઝમ અને આઉટસાઇડર્સની ચર્ચામાં અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદી વચ્ચે પહેલા પણ તકરાર થઇ ચૂકી છે.

રણભૂમિ

કરણ જોહરના બેનર હેઠળ બનનારી આ ફિલ્મમાં વરુણ ધવન અને જહાનવી કપૂર જોવા મળશે. બંનેને ટોપ સ્ટાર કિડ્સ માનવામાં આવે છે અને હાલના દિવસોમાં તો સ્ટાર કિડ્સ ફેન્સના નિશાના પર છે. તેવામાં આ ફિલ્મને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. જણાવી દે કે હાલના દિવસોમાં જહાનવી કપૂરની ફિલ્મ ગુંજન સકસેના પણ પોતાના કન્ટેન્ટના કારણે વિવાદોમાં ફસાઈ ગઈ છે. હાલના દિવસોમાં કરન જોહર સૌથી વધારે ફેન્સના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. તેવામાં તેના બેનર હેઠળ બની રહેલી ફિલ્મોને સૌથી વધારે નુકસાન સહન કરવું પડી શકે છે.